શોધખોળ કરો
Advertisement
વિન્ડીઝના ફ્લેચરે એક જ મેચમાં પકડ્યા બે એવા કેચ કે જે જોઈને થઈ જશે શ્વાસ અધ્ધર, બંને કેચ પછી કર્યો જોરદાર ડાન્સ, જુઓ વીડિયો
મેચ દરમિયાન આંદ્રે ફ્લેચરે હવામાં ઉડીને બે જબરદસ્ત કેચ પકડ્યા હતા, અને બાદમાં ગ્રાઉન્ડ પર જ ડાન્સ કરવા લાગ્યો હતો
નવી દિલ્હીઃ ક્રિકેટના મેદાન પરથી એક જબરદસ્ત અને અદભૂત વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો બિગ બેસ લીગ સીરીઝનો છે. વેસ્ટ ઇન્ડિઝના ધાકડ ક્રિકેટર આંદ્રે ફ્લેચર ટૂર્નામેન્ટમાં બે અદભૂત કેચ પકડ્યા અને બાદમાં જોરદાર ડાન્સ કર્યો હતો. બીબીએલમાં આ મેચ મેલબોર્ન સ્ટાર્સ અને હોબાર્ટ હેરિકેન્સ વચ્ચે રમાઇ હતી.
મેચ દરમિયાન આંદ્રે ફ્લેચરે હવામાં ઉડીને બે જબરદસ્ત કેચ પકડ્યા હતા, અને બાદમાં ગ્રાઉન્ડ પર જ ડાન્સ કરવા લાગ્યો હતો. સૌથી પહેલા કૉલિન ઇન્ગ્રામનો કેચ પકડ્યો હતો અને ડાન્સ કર્યો હતો. સોશ્યલ મીડિયા પર આ વીડિયો જોરદાર વાયરલ થઇ રહ્યો છે.
ખરેખરમાં, મેચ રોમાંચક મૉડ પર પહોંચી ચૂકી હતી, હોબાર્ટ બે વિકેટ ગુમાવીને 139 રન બનાવી ચૂક્યુ હતુ. 20 બૉલ પર 45 રન કરવાના હતા. બિલી સ્ટેનલેકના બૉલ પર કૉલિન ઇન્ગ્રામે છગ્ગો મારવા શોટ રમ્યો. બૉલ બ્રાઉન્ડ્રી પર ગયો. ત્યારે ત્યાં ફિલ્ડિંગ કરી રહેલા ફ્લેચરે હવામાં ઉડીને શાનદાર કેચ પકડ્યો હતો. પછી શાનદાર અંદાજમાં ડાન્સ કરવા લાગ્યો હતો.
આ પછી તેને 91 રન પર રમી રહેલા બેન મેકડરમૉટનો ઠીક આજ રીતે કેચ પકડ્યો અને ફરીથી ડાન્સ કરવા લાગ્યો હતો. આ મેચનો ટર્નિંગ પૉઇન્ટ હતો. મેલબોર્ન ટીમની જીત થઇ હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement