શોધખોળ કરો

BCCI : રાહુલ દ્રવિડને BCCIની ચેતવણી પણ આ 2 અધિકારી થઈ શકે છે 'ક્લિન બોલ્ડ'

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલ મેચમાં હાર બાદ ભારતીય ટીમના ખેલાડીઓ પર તો ચારેકોરથી માછલા ધોવાઈ રહ્યાં છે પણ સાથો સાથ ટીમના સપોર્ટ સ્ટાફની પણ ટીકા થઈ રહી છે.

BCCI Sends Warning To Indian Team Support Staff: વર્ષ 2013માં છેલ્લી વખત આઈસીસી ટ્રોફી જીતનારી ભારતીય ટીમ આઈસીસી ઈવેન્ટમાં ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી હતી ત્યારથી લઈને આજ દિન સુધી ટીમ વિજેતા બનવામાં સફળ થઈ શકી નથી. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલ મેચમાં હાર બાદ ભારતીય ટીમના ખેલાડીઓ પર તો ચારેકોરથી માછલા ધોવાઈ રહ્યાં છે પણ સાથો સાથ ટીમના સપોર્ટ સ્ટાફની પણ ટીકા થઈ રહી છે. હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ WTC ફાઇનલમાં હાર બાદ ટીમના સપોર્ટ સ્ટાફને ચેતવણી આપી દીધી છે.

ODI વર્લ્ડ 2023ને ધ્યાનમાં રાખીને WTC ફાઇનલમાં ભારતીય ટીમના પ્રદર્શન બાદ ઇનસાઇડ સ્પોર્ટ્સમાં પ્રકાશિત BCCI અધિકારીના નિવેદન અનુસાર, આ હાર બાદ બેટિંગ કોચ વિક્રમ રાઠોડ અને બોલિંગ કોચ પારસ મ્હામ્બરેની પોઝિશનને લઈને પણ ચર્ચા કરવામાં આવી છે.

બીસીસીઆઈના અધિકારીએ કહ્યું હતું કે, આ બધી વસ્તુઓ એટલી સરળ નથી. આપણે એમ ન કહી શકીએ કે, બધા જ પાસાઓ સારા નહોતા. અમે ભારતમાં જીતવામાં સફળ રહ્યા. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવું એ કોઈ મજાક નથી. પરંતુ વિદેશ પ્રવાસમાં અમારું પ્રદર્શન અપેક્ષા મુજબ રહ્યું નથી. દરમિયાન, આપણે ODI વર્લ્ડકપને પણ ધ્યાનમાં રાખવો જોઈએ, જે ફક્ત 4 મહિના જ દૂર છે. આપણે વિચાર્યા વિના પ્રતિક્રિયા આપી ના શકીએ. પરંતુ આંતરિક ચર્ચા ચોક્કસપણે થશે.

રાહુલ દ્રવિડની સ્થિતિ અંગે શું છે સ્થિતિ?

ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડના પદની વાત કરીએ તો તે 2023 ODI વર્લ્ડકપ સુધી આ જવાબદારી નિભાવતો જોવા મળશે. એશિયા કપ, T20 વર્લ્ડકપ અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં હાર બાદ પણ બોર્ડને તેના પર વિશ્વાસ છે. ODI વર્લ્ડ કપમાં તેના પ્રદર્શનના આધારે દ્રવિડની સ્થિતિ અંગે વધુ ચર્ચા કરવામાં આવશે.

ICC In Phishing Scam: આઈસીસી સાથે  2.5 મિલિયન ડૉલરનું સ્કેમ, જાણો સમગ્ર મામલો 

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે કે ICCને મોટું નુકસાન થયું છે. ખરેખર, ICC સાથે 2.5 મિલિયન ડોલરનું કૌભાંડ થયું છે. આ અંગે અમેરિકન તપાસ એજન્સીને ફરિયાદ કરવામાં આવી છે. સાથે જ તેની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. જો કે સમાચાર લખાય છે ત્યાં સુધી પોલીસ આરોપીઓ સુધી પહોંચી શકી નથી. હાલ આરોપીની શોધખોળ ચાલુ છે. જોકે, આને ICC માટે એક મોટા ઝટકા તરીકે જોવામાં આવી રહ્યું છે.

ટીમ ઈન્ડિયાને મેચ ફીના 60 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે

તે જ સમયે, હાલમાં જ ન્યુઝીલેન્ડ સામેની મેચ દરમિયાન ટીમ ઈન્ડિયાના બોલરોએ ધીમી ઓવર રેટથી બોલિંગ કરી હતી. આ બાબતને ધ્યાનમાં લેતા મેચ રેફરી જવાગલ શ્રીનાથે ટીમ ઈન્ડિયાને મેચ ફીના 60 ટકા દંડ ફટકાર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ત્રણ વનડે સીરીઝની પ્રથમ મેચ 18 જાન્યુઆરીએ હૈદરાબાદમાં રમાઈ હતી. આ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડની ઇનિંગ્સમાં ધીમી ઓવર રેટથી બોલિંગ કરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ડૉનાલ્ડ ટ્રમ્પની 500% ટેરિફની ધમકીથી શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 750 પોઈન્ટનો કડાકો 
ડૉનાલ્ડ ટ્રમ્પની 500% ટેરિફની ધમકીથી શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 750 પોઈન્ટનો કડાકો 
ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાઓનું સત્તાવાર ટાઈમ ટેબલ જાહેર, જાણો ક્યારે યોજાશે 
ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાઓનું સત્તાવાર ટાઈમ ટેબલ જાહેર, જાણો ક્યારે યોજાશે 
Gujarat cold: રાજ્યમાં કાતિલ ઠંડીની શરુઆત, હવામાન વિભાગે હાડ થીજવતી ઠંડીને લઈ કરી આગાહી
Gujarat cold: રાજ્યમાં કાતિલ ઠંડીની શરુઆત, હવામાન વિભાગે હાડ થીજવતી ઠંડીને લઈ કરી આગાહી
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ડૉનાલ્ડ ટ્રમ્પની 500% ટેરિફની ધમકીથી શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 750 પોઈન્ટનો કડાકો 
ડૉનાલ્ડ ટ્રમ્પની 500% ટેરિફની ધમકીથી શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 750 પોઈન્ટનો કડાકો 
ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાઓનું સત્તાવાર ટાઈમ ટેબલ જાહેર, જાણો ક્યારે યોજાશે 
ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાઓનું સત્તાવાર ટાઈમ ટેબલ જાહેર, જાણો ક્યારે યોજાશે 
Gujarat cold: રાજ્યમાં કાતિલ ઠંડીની શરુઆત, હવામાન વિભાગે હાડ થીજવતી ઠંડીને લઈ કરી આગાહી
Gujarat cold: રાજ્યમાં કાતિલ ઠંડીની શરુઆત, હવામાન વિભાગે હાડ થીજવતી ઠંડીને લઈ કરી આગાહી
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, એશિયા કપમાં ભારતને ચેમ્પિયન બનાવનાર ખેલાડી ઘાયલ, ન્યુઝીલેન્ડ શ્રેણીમાંથી બહાર!
T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, એશિયા કપમાં ભારતને ચેમ્પિયન બનાવનાર ખેલાડી ઘાયલ, ન્યુઝીલેન્ડ શ્રેણીમાંથી બહાર!
Embed widget