શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
મોટેરા સ્ટેડિયમના ઉદઘાટનમાં BCCIનું મોટુ આયોજન, આ બે મોટી ટીમો વચ્ચે રમાડી શકે છે મેચ, જાણો વિગતે
સરદાર પટેલ સ્ટેડિયમ દુનિયાનુ સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ છે. આ સ્ટેડિયમ 63 એકર જમીનમાં પથરાયેલુ છે, અને આખા પ્રૉજેક્ટની કિંમત 700 કરોડ રૂપિયા બતાવવામાં આવી રહી છે
નવી દિલ્હીઃ ગુજરાતના અમદાવાદમાં વિશ્વનુ સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ બની રહ્યું છે, તેનુ કામ લગભગ હવે પુરુ થવાની આરે છે. રિપોર્ટ પ્રમાણે તે આગામી વર્ષે તૈયાર થઇ જશે. બીસીસીઆઇ મોટેરાનું આ સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમના ઉદઘાટન માટે ખાસ પ્રકારની તૈયારી કરી રહ્યું છે.
બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ એ વાત પર ઇશારો કર્યો છે કે, જો આ સ્ટેડિયમને માર્ચ મહિના સુધીમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની સ્વીકૃતિ મળી જશે તો અહીં એક મોટી મેચ રમાડવામાં આવશે. રિપોર્ટ પ્રમાણે અહીં એશિયા ઇલેવન અને વર્લ્ડ ઇલેવન વચ્ચે મેચ રમાડવાની યોજના બનાવવામાં આવી રહી છે.
ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બોર્ડેના એ વિશેનો એક પ્રસ્તાવ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલને મોકલ્યો છે, મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (એમસીજી) પર લગભગ 90 હજાર દર્શકોને બેસવાની કેપેસિટી છે. જ્યારે સરદાર પટેલ સ્ટેડિયમમાં 1.10 લાખ દર્શકોને સમાવવાની કેપેસિટી છે.
સરદાર પટેલ સ્ટેડિયમ દુનિયાનુ સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ છે. આ સ્ટેડિયમ 63 એકર જમીનમાં પથરાયેલુ છે, અને આખા પ્રૉજેક્ટની કિંમત 700 કરોડ રૂપિયા બતાવવામાં આવી રહી છે. મોટેરા સ્ટેડિયમમાં 1982થી અત્યાર સુધી કુલ 12 ટેસ્ટ અને 24 વનડે મેચો રમાઇ ચૂકી છે.
The world’s largest cricket stadium at Ahmedabad with a capacity to host 1.10 lakh fans is likely to be ready to host its first match by March. The new Sardar Patel stadium can seat more fans than Australia’s Melbourne Cricket Ground which has capacity of just over a lakh. pic.twitter.com/0DnFNoicGp
— Gujarat Information (@InfoGujarat) December 2, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion