શોધખોળ કરો

સચીન તેંદુલકરના જન્મદિવસ પર BCCIએ શેર કર્યો યાદગાર વીડિયો, ઇંગ્લિશ બૉલરોની કરી રહ્યો છે ધૂલાઇ

બીસીસીઆઇએ પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પરથી સચિનને જન્મદિવસની શુભકામના પાઠવી છે, આ માટે તેમને એક યાદગાર વીડિયો શેર કર્યો છે, જે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની એક ટેસ્ટ મેચનો છે

નવી દિલ્હીઃ ક્રિકેટ ઇતિહાસના સૌથી મહાન બેટ્સમેન સચિન તેંદુલકરનો આજે જન્મદિવસ છે, સચિનના નામ કેટલાક એવા રેકોર્ડ છે, જે ક્રિકેટજગતમાં અદભૂત અને યાદગાર છે. આવા જ એક રેકોર્ડનો આ યાદગાર વીડિયો શેર કરીને બીસીસીઆઇએ સચીનને જન્મદિવસની શુભકામના પાઠવી છે. વીડિયોમાં સચીન ઇંગ્લિશ બૉલરોને ચારેબાજુ ફટકારીને ધૂલાઇ કરતો દેખાઇ રહ્યો છે. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટનનો જન્મ 24 એપ્રિલ 1973 માં મુંબઇમાં થયો હતો. 24 એપ્રિલ 2020, એટલે કે આજે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકરનો 47મો જન્મદિવસ છે, પણ કોરોના મહામારીના કારણે સચિને પોતાનો બર્થડે ઉજવવાના ના પાડી દીધી છે. સચીન તેંદુલકરના જન્મદિવસ પર BCCIએ શેર કર્યો યાદગાર વીડિયો, ઇંગ્લિશ બૉલરોની કરી રહ્યો છે ધૂલાઇ બીસીસીઆઇએ પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પરથી સચિનને જન્મદિવસની શુભકામના પાઠવી છે, આ માટે તેમને એક યાદગાર વીડિયો શેર કર્યો છે, જે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની એક ટેસ્ટ મેચનો છે. બીસીસીઆઇએ 11 વર્ષ પહેલા સચિન દ્વારા ઇંગ્લેન્ડની ટીમ સામે ફટકારવામાં આવેલા એક શતકનો વીડિયો પૉસ્ટ કર્યો છે, આ વીડિયો ચેન્નાઇ ટેસ્ટનો છે, જેમાં ઇંગ્લેન્ડ વિરુદ્દ 387 રનોના લક્ષ્યનો સફળતાપૂર્વક પીછો કરતા સચિને અણનમ 103 રન બનાવ્યા હતા.
24 વર્ષ સુધી સચિન તેંદુલકરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાનો દબદબો જમાવ્યો, સચિને પોતાના સુંદર સ્ટ્રેટ ડ્રાઇવ, શાનદાર કવર ડ્રાઇવ, ચાલાકી ભર્યા અપર કટ અને મજબૂત હુક શૉટથી ફેન્સ અને દર્શકોના દિલ જીતી લીધા છે. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકર હાલ કૉવિડ-19 મહામારી વિરુદ્ધ ભારતની લડાઇમાં એક આગેવાનની ભૂમિકા નિભાવી રહ્યાં છે. સચિન માને છે કે આ રોગચાળા સામે લડવામાં ફ્રન્ટલાઈન વોરિયર્સ ડોકટરો, નર્સો, તબીબી સહાયકો, પોલીસકર્મીઓ, સૈનિકોનો આભાર વ્યક્ત કરવાનો આ શ્રેષ્ઠ રસ્તો હોઈ શકે છે. અગાઉ પણ સચિને આ રોગચાળા સામે લડવા માટે 50 લાખ રૂપિયાનું દાન આપ્યું હતું.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદના ખાણીપીણીના શોખીનો માટે માઠા સમાચાર: માણેકચોક બજાર આવતીકાલથી એક મહિના માટે બંધ

બાબા વાંગાની ચોંકાવનારી ભવિષ્યવાણી: 20 વર્ષમાં આ દેશો પર થશે ઇસ્લામિક શાસન, જાણો કયા દેશો છે યાદીમાં

બસપા સુપ્રીમો માયાવતીએ ભત્રીજા આકાશ આનંદ પર 24 કલાકમાં જ કરી બીજી મોટી કાર્યવાહી  

કૉંગ્રેસ નેતા મનહર પટેલે પ્રદેશના નેતાઓ સામે જ ઉઠાવ્યા સવાલ, કેંદ્રીય નેતૃત્વને પત્ર લખી આ મોટી માંગ કરી 

ABP Premium

વિડિઓઝ

Manek Chowk Closed: ખાણી-પીણીના શોખીન અમદાવાદીઓ માટે મોટા સમાચારHun To Bolish:  હું તો બોલીશ : પહેલા બકવાસ, પછી માફીHun To Bolish : હું તો બોલીશ : બુટલેગરની સાથે કોણ સામે કોણ?BJP Parliamentary Board Meeting: કાલે ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક, આ મુદ્દે થશે મંથન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદના ખાણીપીણીના શોખીનો માટે માઠા સમાચાર: માણેકચોક બજાર આવતીકાલથી એક મહિના માટે બંધ
અમદાવાદના ખાણીપીણીના શોખીનો માટે માઠા સમાચાર: માણેકચોક બજાર આવતીકાલથી એક મહિના માટે બંધ
બાબા વાંગાની ચોંકાવનારી ભવિષ્યવાણી: 20 વર્ષમાં આ દેશો પર થશે ઇસ્લામિક શાસન, જાણો કયા દેશો છે યાદીમાં
બાબા વાંગાની ચોંકાવનારી ભવિષ્યવાણી: 20 વર્ષમાં આ દેશો પર થશે ઇસ્લામિક શાસન, જાણો કયા દેશો છે યાદીમાં
બસપા સુપ્રીમો માયાવતીએ ભત્રીજા આકાશ આનંદ પર 24 કલાકમાં જ કરી બીજી મોટી કાર્યવાહી  
બસપા સુપ્રીમો માયાવતીએ ભત્રીજા આકાશ આનંદ પર 24 કલાકમાં જ કરી બીજી મોટી કાર્યવાહી  
કૉંગ્રેસ નેતા મનહર પટેલે પ્રદેશના નેતાઓ સામે જ ઉઠાવ્યા સવાલ, કેંદ્રીય નેતૃત્વને પત્ર લખી આ મોટી માંગ કરી 
કૉંગ્રેસ નેતા મનહર પટેલે પ્રદેશના નેતાઓ સામે જ ઉઠાવ્યા સવાલ, કેંદ્રીય નેતૃત્વને પત્ર લખી આ મોટી માંગ કરી 
ગુજરાત ATS ને મોટી સફળતા, રામ મંદિર પર હુમલાનું કાવતરું રચનારાને દબચ્યો, બે હેન્ડ ગ્રેન્ડ પણ જપ્ત

Petrol Price Cut: આ રાજ્યમાં સસ્તું થઈ ગયું પેટ્રોલ, બજેટમાં થઈ મોટી જાહેરાત

સ્વામીનારાયણ સાધુ જ્ઞાનપ્રકાશે જલારામબાપાના સંદર્ભે શું કર્યું વિવાદિત નિવેદન, જાણો ડિટેલ

દિલ્લી હાઇકોર્ટનો નિર્ણય, સ્કૂલમાં સ્માર્ટફોન લઇ જઇ શકશે વિદ્યાર્થીઓ, કોર્ટે કર્યો આદેશ

Embed widget