શોધખોળ કરો

અફઘાનિસ્તાન ટેસ્ટ માટે BCCI લેશે મોટો નિર્ણય: ટીમમાં થશે ફેરફાર, શમીની વાપસી પર સસ્પેન્સ

BCCI News: IPL 2026 પૂરી થયા બાદ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ટેસ્ટ સિરીઝ રમાશે. અજીત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિ નવા પેસ એટેક અને યુવા ખેલાડીઓને તક આપવા અંગે ટૂંક સમયમાં બેઠક યોજશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • BCCI અને સિલેક્ટર્સ અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ સિરીઝ અંગે ચર્ચા કરશે.
  • જસપ્રીત બુમરાહની ટેસ્ટ ટીમમાં વાપસી નિશ્ચિત, શમીની સ્થિતિ અનિશ્ચિત.
  • ઈજાગ્રસ્ત હર્ષિત રાણા, આકાશ દીપ રમી શકે તેવી શક્યતા ઓછી.
  • અંશુલ કંબોજ, ગુરનૂર બ્રાર જેવા યુવા બોલરોને મળી શકે છે તક.

BCCI Team India selection: IPL 2026ની સીઝન પૂરી થતાં જ ભારતીય ક્રિકેટ ટીમ ફરી એકવાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટના મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે. આગામી સમયમાં ટીમ ઈન્ડિયાનો સામનો અફઘાનિસ્તાન સામે થવાનો છે, જેમાં બંને ટીમો વચ્ચે 1 ટેસ્ટ અને 3 વન-ડે મેચોની સિરીઝ રમાશે. આ સિરીઝ અને ભારતીય ટેસ્ટ ટીમના ભવિષ્યનો રોડમેપ તૈયાર કરવા માટે BCCI અને ચીફ સિલેક્ટર અજીત અગરકર ટૂંક સમયમાં એક મોટી બેઠક યોજવા જઈ રહ્યા છે. આ બેઠકમાં ફાસ્ટ બોલિંગ એટેકને લઈને મોટા નિર્ણયો લેવાઈ શકે છે. જેમાં જસપ્રીત બુમરાહનું રમવું લગભગ નિશ્ચિત છે, જ્યારે 2023થી ટેસ્ટ ક્રિકેટથી દૂર રહેલા મોહમ્મદ શમીની વાપસી પર સસ્પેન્સ યથાવત છે. આ ઉપરાંત અંશુલ કંબોજ જેવા નવા ચહેરાઓને પણ ટેસ્ટ કેપ મળી શકે છે.

BCCI અને સિલેક્ટર્સની મહત્વની બેઠક

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક રિપોર્ટ અનુસાર, અજીત અગરકરની અધ્યક્ષતાવાળી પસંદગી સમિતિ આ વિકેન્ડમાં અથવા તો આવતા અઠવાડિયે BCCIના ઉચ્ચ અધિકારીઓ સાથે ખાસ મુલાકાત કરશે. આ મીટિંગનો મુખ્ય એજન્ડા ભારતીય ટેસ્ટ ટીમનું ભવિષ્ય નક્કી કરવાનો રહેશે. ટીમ મેનેજમેન્ટનો સ્પષ્ટ ઈરાદો છે કે આગામી દરેક ટેસ્ટ મેચમાં ભારતની બેસ્ટ પ્લેઈંગ ઈલેવન જ મેદાનમાં ઉતરે. જોકે, અફઘાનિસ્તાન સામે કયા ફાસ્ટ બોલરોને મેદાનમાં ઉતારવા, તેનો અંતિમ નિર્ણય IPL 2026ના પ્લેઓફમાં કઈ ટીમો પહોંચે છે અને કયા ખેલાડીઓ ફ્રી છે, તેના આધારે લેવામાં આવશે.

બુમરાહની જગ્યા પાક્કી, અન્ય બોલરોની સ્થિતિ શું?

BCCIના એક સૂત્રએ માહિતી આપી છે કે, હાલ પૂરતું માત્ર જસપ્રીત બુમરાહનું જ સ્થાન કન્ફર્મ મનાઈ રહ્યું છે. મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ હોવાથી બુમરાહ ટેસ્ટ સિરીઝ માટે આરામથી ઉપલબ્ધ રહેશે. બીજી તરફ, યુવા બોલર હર્ષિત રાણા અને આકાશ દીપ હાલ ઈજાગ્રસ્ત છે, તેથી તેઓ ભાગ્યે જ રમી શકશે. જ્યારે ગુજરાત ટાઇટન્સે પ્લેઓફમાં પોતાની જગ્યા લગભગ નિશ્ચિત કરી લીધી છે. આ સાથે જ મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણા જેવા અનુભવી બોલરો પણ ઉત્તમ ફોર્મમાં જોવા મળી રહ્યા છે, જેમના પર સિલેક્ટર્સની નજર રહેશે.

10,000થી વધુ રન બનાવનાર આ ક્રિકેટરી લીધી નિવૃત્તિ, ભારત સામે કર્યું હતું ડેબ્યૂ; જાણો કોણ છે?

મોહમ્મદ શમીની વાપસી મુશ્કેલ!

ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીના ચાહકો માટે કદાચ થોડા નિરાશાજનક સમાચાર છે. શમીએ 2023થી ભારત માટે એક પણ ટેસ્ટ મેચ રમી નથી. જોકે, તેણે ડોમેસ્ટિક ક્રિકેટમાં સારું પ્રદર્શન કર્યું છે, પરંતુ રિપોર્ટ્સનું માનીએ તો પસંદગીકારો હાલના તબક્કે શમીને ટેસ્ટ ટીમમાં બીજી તક આપવાના મૂડમાં નથી.

નવા ચહેરાઓને મળી શકે છે તક

અનુભવી ખેલાડીઓની ગેરહાજરી અથવા વર્કલોડ મેનેજમેન્ટને ધ્યાનમાં રાખીને, BCCI કેટલાક યુવા અને ફાસ્ટ બોલરોને અજમાવવા પર ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે. જેમાં ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરનાર અંશુલ કંબોજનું નામ સૌથી આગળ છે. તેના સિવાય, ગુરનૂર બ્રાર જેવા ઉભરતા ખેલાડીને પણ અફઘાનિસ્તાન સામે તક મળી શકે તેવી પૂરેપૂરી શક્યતા છે.

ગુજરાત ટાઇટન્સે રચ્યો ઈતિહાસ: SRH સામે 82 રનથી રેકોર્ડબ્રેક જીત, જાણો પ્લેઓફનું ગણિત

Frequently Asked Questions

ભારતીય ક્રિકેટ ટીમનું આગામી કાર્યક્રમ શું છે?

IPL 2026 પછી, ભારતીય ટીમ અફઘાનિસ્તાન સામે 1 ટેસ્ટ અને 3 વન-ડે મેચોની સિરીઝ રમશે.

BCCI અને ચીફ સિલેક્ટરની બેઠકનો મુખ્ય ઉદ્દેશ શું છે?

આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ ભારતીય ટેસ્ટ ટીમના ભવિષ્યનો રોડમેપ તૈયાર કરવાનો છે અને ફાસ્ટ બોલિંગ એટેક અંગે મોટા નિર્ણયો લેવાનો છે.

શું મોહમ્મદ શમીની ભારતીય ટેસ્ટ ટીમમાં વાપસી થશે?

2023 થી ટેસ્ટ ક્રિકેટથી દૂર રહેલા મોહમ્મદ શમીની વાપસી પર સસ્પેન્સ છે, અને સિલેક્ટર્સ હાલ તેને તક આપવાના મૂડમાં નથી.

શું કોઈ નવા ચહેરાઓને ટેસ્ટ ટીમમાં તક મળી શકે છે?

હા, અનુભવી ખેલાડીઓની ગેરહાજરી અથવા વર્કલોડ મેનેજમેન્ટને ધ્યાનમાં રાખીને, અંશુલ કંબોજ જેવા નવા ચહેરાઓને ટેસ્ટ કેપ મળી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI
ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Embed widget