શોધખોળ કરો

ગુજરાત ટાઇટન્સે રચ્યો ઈતિહાસ: SRH સામે 82 રનથી રેકોર્ડબ્રેક જીત, જાણો પ્લેઓફનું ગણિત

રબાડા, સિરાજ અને હોલ્ડરની ઘાતક બોલિંગ સામે હૈદરાબાદ પત્તાના મહેલની જેમ ઢળી પડ્યું; સાઈ સુદર્શન અને સુંદરની શાનદાર અડધી સદી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ગુજરાત ટાઇટન્સે SRH ને 82 રનથી હરાવી IPL ઇતિહાસમાં સૌથી મોટી જીત નોંધાવી.
  • સાઈ સુદર્શન અને વોશિંગ્ટન સુંદરે અડધી સદી ફટકારી 168 રન બનાવ્યા.
  • રબાડા અને હોલ્ડરની ઘાતક બોલિંગે SRH ને 86 રનમાં ઓલઆઉટ કર્યું.
  • આ જીત સાથે ગુજરાત ટાઇટન્સ પ્લેઓફમાં સ્થાન લગભગ નિશ્ચિત કર્યું.

Gujarat Titans vs SRH highlights 2026: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી IPL મેચમાં ગુજરાત ટાઇટન્સે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) ને 82 રનથી હરાવીને નવો ઈતિહાસ રચી દીધો છે. IPL ના ઈતિહાસમાં રનના અંતરની દૃષ્ટિએ આ ગુજરાતની અત્યાર સુધીની સૌથી મોટી જીત છે, જ્યારે હૈદરાબાદ માટે આ સૌથી મોટી હાર સાબિત થઈ છે. ગુજરાતે પ્રથમ બેટિંગ કરતા 168 રનનો પડકારજનક સ્કોર બનાવ્યો હતો. જેના જવાબમાં કાગીસો રબાડા અને જેસન હોલ્ડરની ઘાતક બોલિંગ સામે હૈદરાબાદની બેટિંગ લાઈન-અપ સંપૂર્ણપણે વેરવિખેર થઈ ગઈ હતી.

પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ગુજરાત ટાઇટન્સની ટીમે યુવા બેટ્સમેન સાઈ સુદર્શન અને વોશિંગ્ટન સુંદરની શાનદાર અડધી સદીની મદદથી 168 રન બનાવ્યા હતા. આ ઇનિંગ્સમાં સુદર્શને 61 રન અને સુંદરે 50 રનનું મહત્વપૂર્ણ યોગદાન આપીને ટીમ માટે મજબૂત પાયો નાખ્યો હતો.

ત્યારબાદ બોલરોએ બાકીનું કામ આસાન કરી દીધું હતું. 169 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી સનરાઇઝર્સ હૈદરાબાદની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ગુજરાતના બોલરોએ, ખાસ કરીને કાગીસો રબાડા અને જેસન હોલ્ડરે મેદાન પર એવો તરખાટ મચાવ્યો કે હૈદરાબાદના બેટ્સમેનોને હાથ ખોલવાની કોઈ તક જ ન મળી. હકીકતમાં, ગુજરાતની આ શાનદાર જીતનો પાયો મોહમ્મદ સિરાજ અને કાગીસો રબાડાએ જ નાખી દીધો હતો. આ બંનેએ ભેગા મળીને પાવરપ્લેની શરૂઆતની 6 ઓવરમાં જ ઇશાન કિશન, ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા અને સ્મૃતિ રવિચંદ્રન જેવા ખેલાડીઓને પેવેલિયન ભેગા કરી દીધા હતા.

આ શરૂઆતી આંચકાઓમાંથી હૈદરાબાદની ટીમ અંત સુધી બહાર આવી શકી નહોતી. મોહમ્મદ સિરાજે પોતાની 3 ઓવરમાં માત્ર 11 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. મિડલ ઓવરોમાં બોલિંગ કરવા આવેલા જેસન હોલ્ડરે પણ સપાટો બોલાવતા પોતાની 4 ઓવરના સ્પેલમાં માત્ર 20 રન આપીને હૈદરાબાદના 3 બેટ્સમેનોને આઉટ કર્યા હતા. આ શાનદાર જીત સાથે જ ગુજરાત ટાઇટન્સ પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગયું છે અને પ્લેઓફમાં તેમનું સ્થાન લગભગ નિશ્ચિત થઈ ગયું છે.

IPL 2026: મુંબઈ-લખનૌ બહાર, હવે 4 સીટ માટે 8 ટીમો વચ્ચે જામશે જંગ, જાણો પ્લેઓફનું આખું ગણિત

IPL માં રન મુજબ ગુજરાત ટાઇટન્સની સૌથી મોટી જીત:

82 રન - વિરુદ્ધ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)

77 રન - વિરુદ્ધ રાજસ્થાન રોયલ્સ (RR)

62 રન - વિરુદ્ધ મુંબઈ ઇન્ડિયન્સ (MI)

હાર્દિક પંડ્યા IPL 2027માં મુંબઈનો કેપ્ટન કેમ નહીં હોય? સામે આવ્યા આ 3 મોટા કારણો

Frequently Asked Questions

ગુજરાત ટાઇટન્સે SRH ને કેટલા રનથી હરાવ્યું?

ગુજરાત ટાઇટન્સે SRH ને 82 રનથી હરાવીને IPL ઇતિહાસની પોતાની સૌથી મોટી જીત નોંધાવી છે.

ગુજરાત ટાઇટન્સે પ્રથમ બેટિંગમાં કેટલા રન બનાવ્યા હતા?

ગુજરાત ટાઇટન્સે પ્રથમ બેટિંગ કરતા સાઈ સુદર્શન (61) અને વોશિંગ્ટન સુંદર (50) ની અડધી સદીની મદદથી 168 રન બનાવ્યા હતા.

SRH ની હારનું મુખ્ય કારણ શું હતું?

કાગીસો રબાડા અને જેસન હોલ્ડરની ઘાતક બોલિંગ સામે SRH ની બેટિંગ લાઈન-અપ સંપૂર્ણપણે વેરવિખેર થઈ ગઈ હતી.

આ જીત બાદ ગુજરાત ટાઇટન્સનું સ્થાન ક્યાં છે?

આ શાનદાર જીત સાથે જ ગુજરાત ટાઇટન્સ પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગયું છે અને પ્લેઓફમાં તેમનું સ્થાન લગભગ નિશ્ચિત થઈ ગયું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
Embed widget