શોધખોળ કરો
Advertisement
જે ખેલાડીને ટીમે ઘરડો કહીને બહાર કર્યો હતો તેણે જ હવે 8 બૉલમાં ઝડપી 4 વિકેટ, જાણો વિગતે
ઢાકા પ્લાટૂને વહાબ રિયાઝના દમ પર રાજાશાહી રૉયલ્સને 74 રને હરાવ્યુ હતુ. વહાબે લિટન દાસ (10 રન), આલોક કપાલી (0), શોએબ મલિક (0)ની વિકેટ લીધી હતી
ઇસ્લામાબાદઃ પાકિસ્તાની ટીમમાંથી હાલ બહાર ચાલી રહેલા ફાસ્ટ બૉલર વહાબ રિયાઝે ફરી એકવાર કમાલ કરી દીધી છે. વહાબે ટી20માં સૌથી બેસ્ટ બૉલિંગ પ્રદર્શન કર્યુ છે. વહાબે રાજાશાહી રૉયલ્સ સામે માત્ર 8 બૉલમાં 4 વિકેટ ઝડપીને તરખાટ મચાવી દીધો હતો. ખાસ વાત છે કે પાકિસ્તાની ટીમ મેનેજમેન્ટે તેને ઘરડો કહીને બહાર કરી દીધો હતો.
34 વર્ષીય પાકિસ્તાની ફાસ્ટ બૉલરે વહાબે પાકિસ્તાની ટીમને અનેક વખતે હારતી બચાવી છે. પરંતુ હાલ વહાબ રિયાઝને ટીમે ફિટનેસ અને વધતી ઉંમરનો હવાલો આપીને બહાર કરી દીધો છે. જોકે, વહાબે પોતાનુ દમદાર પ્રદર્શન હજુ પણ ચાલુ જ રાખ્યુ છે.
વહાબ રિયાઝ બાંગ્લાદેશમાં ચાલી રહેલા બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં ઢાકા પ્લાટૂન તરફથી રમતા કમાલ કર્યો, તેને એકપણ રન આપ્યા વિના 8 બૉલમાં 4 વિકેટ ઝડપી હતી અને 74 રનથી ટીમને જીત અપાવી હતી. તેને પોતાના જ દેશના ખેલાડી શોએબ મલિકને પણ પેવેલિયન મોકલ્યો હતો.
ટી20 મેચમાં ઢાકા પ્લાટૂને પહેલા બેટિંગ કરતાં 20 ઓવરમાં 174 રન બનાવ્યા હતા, બાદમાં ઢાકા પ્લાટૂને વહાબ રિયાઝના દમ પર રાજાશાહી રૉયલ્સને 74 રને હરાવ્યુ હતુ. વહાબે લિટન દાસ (10 રન), આલોક કપાલી (0), શોએબ મલિક (0)ની વિકેટ લીધી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગેજેટ
બિઝનેસ
Advertisement