શોધખોળ કરો

Border Gavaskar Trophy: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી શિફ્ટ ધર્મશાળામાંથી શિફ્ટ કરાઇ, ગુજરાતમાં અહીં રમાઇ શકે છે ત્રીજી ટેસ્ટ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સીરીઝની બીજી મેચ દિલ્હીમાં રમાવાની છે. ત્યાર બાદ બંને ટીમો ધરમશાલામાં ત્રીજી ટેસ્ટ મેચ રમવાની હતી,

IND VS AUS 3rd Test of Border-Gavaskar Trophy:  ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 મેચની ટેસ્ટ સીરીઝ શરૂ થઈ ગઈ છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ મેચ નાગપુરમાં રમાઈ હતી જેમાં ટીમ ઈન્ડિયાએ એક દાવ અને 132 રને જીત મેળવી હતી. આ મેચ પહેલા ઓસ્ટ્રેલિયન મીડિયામાં પિચને લઈને ઘણો હોબાળો થયો હતો. હવે એવા અહેવાલ છે કે આ સીરીઝની ત્રીજી ટેસ્ટ મેચનું સ્થળ બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ મેચ ધર્મશાળામાં રમાવાની છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સીરીઝની બીજી મેચ દિલ્હીમાં રમાવાની છે. ત્યાર બાદ બંને ટીમો ધરમશાલામાં ત્રીજી ટેસ્ટ મેચ રમવાની હતી, પરંતુ આ અંગે શેડ્યૂલમાં ફેરફારની માહિતી છે. માનવામાં આવી રહ્યું છે કે ધર્મશાલાનું સ્ટેડિયમ આ મેચનું આયોજન કરવા માટે સંપૂર્ણપણે તૈયાર નથી, જેના કારણે આ ત્રીજી ટેસ્ટ મેચને અન્ય જગ્યાએ શિફ્ટ કરવામાં આવશે.

InsideSport અનુસાર, BCCI અધિકારીએ કહ્યું હતું કે, એ બાબત ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે મેચને ધર્મશાલાથી શિફ્ટ કરવી પડશે. મેચ શરૂ થવાની છે ત્યાં સુધીમાં આ જગ્યા તૈયાર નહીં થાય. એચપીસીએએ આ જગ્યાને મેચની યજમાની માટે તૈયાર કરવા માટે બધું જ કર્યું છે પરંતુ અહીંના આઉટફિલ્ડને આંતરરાષ્ટ્રીય મેચના સ્તરે પહોંચવામાં થોડો વધુ સમય લાગશે. વર્તમાન પરિસ્થિતિ વિશે વાત કરીએ તો તે અત્યારે કોઈપણ આંતરરાષ્ટ્રીય મેચનું આયોજન કરવા યોગ્ય નથી.

કયા મેદાન પર રમાશે ત્રીજી ટેસ્ટ ?
બીસીસીઆઈના અધિકારીએ કહ્યું હતું કે,  ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે કે ધર્મશાલા ટેસ્ટ મેચનું આયોજન કરી શકશે નહીં. એકવાર અહીં કામ પૂર્ણ થઈ જશે ત્યાર બાદ અમે ચોક્કસપણે ODI વર્લ્ડ કપ પહેલા કેટલીક મેચો યોજવાનો પ્રયાસ કરીશું. જ્યાં સુધી ત્રીજી ટેસ્ટ મેચની વાત છે તો મોહલી આ મેચની યજમાની કરવા માટે તૈયાર છે અને અમારી પાસે વિશાખાપટ્ટનમ, રાજકોટ, પૂણે અને ઇન્દોર વિકલ્પો પણ છે. અમે ટૂંક સમયમાં તેની જાહેરાત કરીશું. જોકે ખાસ વાત છે કે આ મેચની યજમાની ગુજરાતના રાજકોટ ગ્રાઉન્ડને પણ મળી શકે છે. આના પર હાલમાં બીસીસીઆઇ વિચાર કરી રહી છે. 

ટેસ્ટ શ્રેણી કઈ જગ્યાએ રમાશે

  • 9 ફેબ્રુઆરી 2023 થી 13 ફેબ્રુઆરી 2023 દરમિયાન ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાશે.
  • 17 ફેબ્રુઆરી 2023 થી 21 ફેબ્રુઆરી 2023 દરમિયાન દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટેસ્ટ મેચ રમાશે.
  • 1 માર્ચ 2023 થી 5 માર્ચ 2023 દરમિયાન ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાવવાની હતી, હવે શિફ્ટ કરવામાં આવી છે (નવુ સ્થળ નક્કી થશે). 
  • 9 માર્ચથી 13 માર્ચ, 2023 સુધી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ચોથી ટેસ્ટ મેચ રમાશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
સચિન તેંડુલકરના આ મોટા વર્લ્ડ રેકોર્ડથી માત્ર 483 રન દૂર વિરાટ કોહલી 
સચિન તેંડુલકરના આ મોટા વર્લ્ડ રેકોર્ડથી માત્ર 483 રન દૂર વિરાટ કોહલી 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન

Embed widget