IPL 2024: મુંબઇ ઇન્ડિયન્સને ચાર વખત ચેમ્પિયન બનાવનાર બોલિંગ કોચે આપ્યું રાજીનામું, હવે આ શ્રીલંકન દિગ્ગજ સંભાળશે જવાબદારી
Mumbai Indians: ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શેન બોન્ડ 2015માં મુંબઈ ઈન્ડિયન્સ સાથે કામ કરવાનું શરૂ કર્યું હતું.
Mumbai Indians: મુંબઈ ઈન્ડિયન્સે આજે એટલે કે 18 ઓક્ટોબરે જાહેરાત કરી છે કે ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શેન બોન્ડ હવે મુંબઈ ઈન્ડિયન્સના બોલિંગ કોચ રહેશે નહીં. બોન્ડે 2015માં મુંબઈ ઈન્ડિયન્સ સાથે કામ કરવાનું શરૂ કર્યું અને તે પછી મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આઈપીએલ 2015, 2017, 2019 અને 2020માં પણ વિજેતા બની હતી. શેન બોન્ડે મુંબઈ ઈન્ડિયન્સ ટીમમાં બોલિંગ આક્રમણને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે. બોન્ડે ઇન્ટરનેશનલ લીગ ટી-20ની શરૂઆતની સીઝનમા MI અમીરાતના મુખ્ય કોચ તરીકે પણ સેવા આપી હતી.
Mumbai Indians Bowling Coach and MI Emirates Head Coach Shane Bond moves on from the MI #OneFamily
— Mumbai Indians (@mipaltan) October 18, 2023
Read more ➡️ https://t.co/eFLsQBUiRH pic.twitter.com/PtQXpy4JkC
🫡 From Legends to Youngsters, everyone attended Bondy’s class 💙#OneFamily #MumbaiIndians #MumbaiMeriJaan pic.twitter.com/370qLED0vv
— Mumbai Indians (@mipaltan) October 18, 2023
મુંબઈ ઈન્ડિયન્સે લસિથ મલિંગાને આઈપીએલ 2024 માટે બોલિંગ કોચ તરીકે પસંદ કર્યો હતો. મલિંગા આઈપીએલ 2021 સુધી મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતો હતો. બાદમાં શ્રીલંકાના દિગ્ગજ બોલરે IPL 2023 સુધી રાજસ્થાન રોયલ્સ ટીમ સાથે કામ કર્યું અને મલિંગા ફરી એકવાર IPLની આગામી સીઝન એટલે કે IPL 2024 માટે મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં વાપસી કરી રહ્યો છે.
બોન્ડે મુંબઈ ઈન્ડિયન્સના મેનેજમેન્ટ અને ચાહકોનો આભાર માન્યો હતો અને લખ્યું હતું કે, "હું અંબાણી પરિવારનો આભાર માનું છું કે તેમણે મને છેલ્લી નવ સીઝન માટે MI One ફેમિલીનો ભાગ બનવાની તક આપી. મારી મેદાન અને મેદાનની બહાર યાદો રહી છે. હું મુંબઇ ઇન્ડિયન્સ સાથે કરવા માટે ભાગ્યશાળી રહ્યો છું અને મેં ઘણા મહાન લોકો, ખેલાડીઓ અને સ્ટાફ સાથે સારા સંબંધો વિકસાવ્યા છે. હું તેમના બધાનો ખૂબ આભારી છું. હું તેમને યાદ કરીશ અને ભવિષ્ય માટે તેમને શુભેચ્છા પાઠવું છું. છેલ્લે હું MI પલટનનો પણ આભાર માનું છું."
મુંબઈ ઈન્ડિયન્સે છેલ્લે 2020માં આઈપીએલનું ટાઇટલ જીત્યું હતું. ત્યારબાદ તે સતત બે સીઝનમાં પ્લેઓફમાં પણ પહોંચી શકી નહોતી. જો કે, IPL 2023માં ખરાબ શરૂઆત હોવા છતાં રોહિત શર્માની ટીમ પ્લેઓફમાં પહોંચી હતી પરંતુ ફાઇનલમાં સ્થાન મેળવી શકી નહોતી.