શોધખોળ કરો
Advertisement
બુશફાયર લીગમાં પોન્ટિંગ ઇલેવન અને ગિલક્રિસ્ટ ઇલેવન આમને-સામને ટકરાશે, જુઓ બન્ને ટીમનું લિસ્ટ......
આ મેચમાં દુનિયાના દિગ્ગજ ક્રિકેટરો મેદાનમાં જોવા મળશે. જેમાં રિકી પોન્ટીંગ, લારા, ગિલક્રિસ્ટ, લેન્ગર, સાયમન્ડ્સ, કર્ટની વૉલ્શ અને યુવરાજ તથા વૉટસન સામેલ છે
મેલબોર્નઃ ગયા વર્ષે ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલી ભીષણ આગના કારણ થયેલા નુકશાન માટે રાહત ફંડ આપવા માટે ચેરિટી ક્રિકેટ મેચનુ આયોજન કરવામાં આવ્યુ છે. આ ચેટિટી મેચમાં ક્રિકેટની દુનિયાના દિગ્ગજો મેદાન પર જોવા મળશે. ખાસ વાત છે કે, આ મેચ હવે સિડનીની જગ્યા મેલેબોર્નમાં ટ્રાન્સફર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, કેમકે મેચમાં વરસાદ પડવાની સંભાવના છે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના અધ્યક્ષ કેવિન રોબર્ટે કહ્યું કે, અમે બુશફાયર બેશની મેચને સિડનીની જગ્યાએ મેલબોર્નમાં ટ્રાન્સફર કરવાનો નિર્ણય કર્યો છે, કેમકે શનિવારે વરસાદની પુરેપુરી સંભાવના છે. જો વરસાદ પડે તો મેચમાં નુકશાન આવી શકે છે.
આ મેચમાં દુનિયાના દિગ્ગજ ક્રિકેટરો મેદાનમાં જોવા મળશે. જેમાં રિકી પોન્ટીંગ, લારા, ગિલક્રિસ્ટ, લેન્ગર, સાયમન્ડ્સ, કર્ટની વૉલ્શ અને યુવરાજ તથા વૉટસન સામેલ છે. બુશફાયર બેશ મેચની ટીમો...... રિકી પોન્ટિંગ ઇલેવનઃ- રિકી પોન્ટિંગ, જસ્ટિન લેન્ગર, મેથ્યૂ હેડન, એલિસ વિલાની, બ્રાયન લારા, ફોબે લિચફિલ્ડ, બ્રેડ હેડિન, બ્રેટ લી, વસીમ અકરમ, ડેન ક્રિસ્ચિયન, લૂક હોઝ. એડમ ગિલક્રિસ્ટ ઇલેવનઃ- એડમ ગિલક્રિસ્ટ, શેન વૉટસન, બ્રેડ હોઝ, યુવરાજ સિંહ, એલેક્સ બ્લેકવેલ, એન્ડ્ર્યૂ સાયમન્ડ્સ, કોર્ટની વૉલ્શ, નિક રિવૉલ્ડ, પીટર સિડલ, ફવાદ અહેમદ, એકની પસંદગી બાકી છે.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ગુજરાત
ઓટો
Advertisement