શોધખોળ કરો
વિરાટ કોહલીની એક્સરસાઈઝ જોઈ ક્યા ઉદ્યોગપતિએ કહ્યુંઃ બોલીવુડની એક્ટ્રેસને પરણવાની આ અસર છે...
રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરના કેપ્ટન વિરાટ કોહલીનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તે મસ્તીભર્ય મૂડમાં દેખાઇ રહ્યો છે. આ વીડિયોમાં કોહલી ગ્રાઉન્ડ પર જુદીજુદી સ્ટાઇલમાં ડાન્સ કરતો દેખાઇ રહ્યો છે. આ વીડિયો પર હવે ઉદ્યોગપતિ હર્ષ ગોયેન્કાએ કૉમેન્ટ કરી છે

પ્રતિકાત્મક તસવીર
નવી દિલ્હીઃ હાલ યુએઇમાં ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સિઝન ચાલી રહી છે. તમામ આઠ ટીમો પોતાની અડધાથી વધુ મેચો રમીને પ્લેઓફ માટે કમર કરી રહી છે. ત્યારે આ બધાની વચ્ચે રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરના કેપ્ટન વિરાટ કોહલીનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તે મસ્તીભર્ય મૂડમાં દેખાઇ રહ્યો છે. આ વીડિયોમાં કોહલી ગ્રાઉન્ડ પર જુદીજુદી સ્ટાઇલમાં ડાન્સ કરતો દેખાઇ રહ્યો છે. આ વીડિયો પર હવે ઉદ્યોગપતિ હર્ષ ગોયેન્કાએ કૉમેન્ટ કરી છે.
ઉદ્યોગપતિ હર્ષ ગોયેન્કાએ વિરાટ કોહલીને આ વીડિયો પોતાના ટ્વીટર પર શેર કર્યો છે, અને ફની કેપ્શનમાં લખ્યુ છે- જ્યારે તમારા લગ્ન બોલિવૂડ એક્ટ્રેસ સાથે થઈ જાય છે, ત્યારે ફિલ્ડમાં વોર્મ અપ એક્સરસાઈઝ જોવામાં મજા આવે છે.
ઉલ્લેખનીય છે કે હર્ષ ગોયેન્કાએ બે વર્ષ માટે આઇપીએલમાં અગાઉ રાઈઝિંગ પુણેને ખરીદી હતી. આ વીડિયોમાં વિરાટ કોહલી વોર્મ એપ સ્ટ્રેચિંગ દરમિયાન દેશી સ્ટાઈલમાં ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. વિરાટ પોતાના ડાન્સની તો મજા લઈ જ રહ્યો છે પણ તેનો આ ડાન્સ જોઈને સાથી ખેલાડીઓ પણ હસી હસીને લોથપોથ થઈ જાય છે. જે બાદ હર્ષ ગોયન્કાએ બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીને લઈ એક ફની કેપ્શન લખ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
શિક્ષણ
ગુજરાત
Advertisement
