Team India માટે T20 World Cupમાં આ બેટ્સમેને બનાવ્યા છે સૌથી વધુ રન, જાણો કોના નામે છે રેકોર્ડ?
ટી-20 વર્લ્ડ કપ 2022 16 ઓક્ટોબરથી શરૂ થશે. ટીમ ઈન્ડિયાની પહેલી મેચ પાકિસ્તાન સામે છે, જે 23 ઓક્ટોબરે રમાશે
T20 World Cup 2022 Virat Kohli Team India Most Runs: ટી-20 વર્લ્ડ કપ 2022 16 ઓક્ટોબરથી શરૂ થશે. ટીમ ઈન્ડિયાની પહેલી મેચ પાકિસ્તાન સામે છે, જે 23 ઓક્ટોબરે રમાશે. ભારતે આ ટુર્નામેન્ટ માટે ટીમ જાહેર કરી દીધી છે. જો આપણે T20 વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડીની વાત કરીએ તો તેમાં રોહિત શર્મા ટોપ પર છે. દુનિયાની વાત કરીએ તો શ્રીલંકાના પૂર્વ ખેલાડી મહેલા જયવર્દને ટોપ પર છે. તેણે 1016 રન બનાવ્યા છે.
ટી-20 વર્લ્ડ કપમાં ભારત તરફથી રમતી વખતે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ રોહિત શર્માના નામે છે. તેણે 33 મેચમાં 847 રન બનાવ્યા છે. આ દરમિયાન રોહિતે 8 અડધી સદી ફટકારી છે. જ્યારે વિરાટ કોહલી બીજા નંબર પર છે. કોહલીએ 21 મેચમાં 845 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 10 અડધી સદી ફટકારી છે. કોહલીનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 89 રન છે. યુવરાજ સિંહ ત્રીજા સ્થાને છે. તેણે 31 મેચમાં 593 રન બનાવ્યા છે. યુવીએ T20 વર્લ્ડ કપમાં 4 અડધી સદી ફટકારી છે.
T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનારા વિશ્વના ખેલાડીઓ પર નજર કરીએ તો જયવર્દને પ્રથમ સ્થાને છે. તેણે 31 મેચમાં 1016 રન બનાવ્યા છે. આ દરમિયાન જયવર્દનેએ એક સદી અને 6 અડધી સદી ફટકારી છે. આ મામલે ક્રિસ ગેલ બીજા સ્થાને છે. તેણે 965 રન બનાવ્યા છે. ગેલે બે સદી અને 7 અડધી સદી ફટકારી છે. આ યાદીમાં તિલકરત્ને દિલશાન ત્રીજા સ્થાને છે. તેણે 897 રન બનાવ્યા છે. દિલશાને 6 અડધી સદી ફટકારી છે.