Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
India Pakistan Relations: વર્ષના અંતે યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી ઈશાક ડારે ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો.

India Pakistan Relations: પાકિસ્તાને આખરે લાંબી ચૂપકીદી તોડીને 'ઓપરેશન સિંદૂર' (Operation Sindur) દરમિયાન થયેલા નુકસાનનું સત્ય સ્વીકારી લીધું છે. પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન ઈશાક ડારે સત્તાવાર રીતે કબૂલ્યું છે કે ભારતે માત્ર 36 કલાકમાં 80 ડ્રોન વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં રાવલપિંડી સ્થિત મહત્વના નૂર ખાન એરબેઝ (Noor Khan Airbase) ને ભારે નુકસાન પહોંચ્યું હતું અને સૈનિકો પણ ઘાયલ થયા હતા.
36 કલાકમાં 80 ડ્રોન: પાકિસ્તાન હચમચી ગયું હતું
વર્ષના અંતે યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી ઈશાક ડારે ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ભારતીય વાયુસેનાએ આક્રમક વલણ અપનાવતા ટૂંકા ગાળામાં ડ્રોનનો મારો ચલાવ્યો હતો. ડારના નિવેદન મુજબ, "ભારતે 36 કલાકની અંદર પાકિસ્તાની સીમામાં ઓછામાં ઓછા 80 ડ્રોન (Drones) ફાયર કર્યા હતા." જોકે, ડારે પોતાની લાજ બચાવવા એવો દાવો કર્યો હતો કે પાકિસ્તાની સેનાએ તેમાંથી 79 ડ્રોનને તોડી પાડ્યા હતા, પરંતુ એક ડ્રોન લશ્કરી છાવણી પર ત્રાટક્યું હતું.
નૂર ખાન એરબેઝ પર હુમલો અને ઈજાગ્રસ્ત સૈનિકો
પહેલીવાર ઈસ્લામાબાદે સ્વીકાર્યું છે કે 10 May ની સવારે રાવલપિંડીના ચકલાલામાં આવેલા વ્યૂહાત્મક રીતે મહત્વના 'નૂર ખાન એરબેઝ' ને નિશાન બનાવવામાં આવ્યું હતું. આ ભારતીય ડ્રોન હુમલા (Drone Strike) માં એરબેઝના મિલિટરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન થયું હતું અને ત્યાં તૈનાત સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હતા. આ ઘટના બાદ વડાપ્રધાન શાહબાઝ શરીફે તાત્કાલિક લશ્કરી અને નાગરિક નેતૃત્વની ઈમરજન્સી બેઠક બોલાવવી પડી હતી. ઉલ્લેખનીય છે કે ઓપરેશન સિંદૂરમાં સરગોધા, રફીકી, જેકોબાદ અને મુરીદકે સહિત કુલ 11 એરબેઝ ભારતના નિશાના પર હતા.
138 સૈનિકોના મોત? ડારના જુઠ્ઠાણાનો પર્દાફાશ
ઈશાક ડાર ભલે નુકસાનને ઓછું આંકી રહ્યા હોય, પરંતુ ભારતીય સેનાના નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ કે.જે.એસ. ધિલ્લોને પાકિસ્તાનના જુઠ્ઠાણાનો પર્દાફાશ કર્યો છે. તેમણે પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સનો જ હવાલો આપતા કહ્યું હતું કે, 14 August, 2025 ના રોજ 'સમા ટીવી' (Samaa TV) ના અહેવાલમાં ઓપરેશન સિંદૂરમાં માર્યા ગયેલા 138 સૈનિકોને સન્માનિત કરવાનો ઉલ્લેખ હતો. આ આંકડો સ્પષ્ટ કરે છે કે ભારતનો પ્રહાર કેટલો ઘાતક હતો.
પરમાણુ હુમલાનો ડર: 30 થી 45 સેકન્ડનો સમય
જુલાઈ મહિનામાં પાકિસ્તાનના વડાપ્રધાનના સલાહકાર રાણા સનાઉલ્લાહે પણ એક ડરામણી કબૂલાત કરી હતી. તેમણે કહ્યું હતું કે જ્યારે નૂર ખાન એરબેઝ તરફ મિસાઈલ આવી રહી હતી, ત્યારે પાકિસ્તાન પાસે નિર્ણય લેવા માટે માત્ર 30 થી 45 સેકન્ડનો જ સમય હતો કે આ મિસાઈલ પરમાણુ શસ્ત્રો (Nuclear Weapons) વહન કરી રહી છે કે કેમ. આ નિવેદન દર્શાવે છે કે ભારતીય કાર્યવાહીથી પાકિસ્તાની નેતૃત્વમાં કેટલો ગભરાટ ફેલાયેલો હતો.





















