Champions Trophy 2025: હાઇબ્રિડ મૉડલથી નહી યોજાય ચેમ્પિયન્સ ટ્રોફી, PCBએ કરી દીધું સ્પષ્ટ
Champions Trophy 2025: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ મોહસિન નકવીએ સ્પષ્ટ કર્યું છે કે ચેમ્પિયન્સ ટ્રોફી હાઇબ્રિડ મોડલ હેઠળ આયોજિત કરવામાં આવશે નહીં
Champions Trophy 2025: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ મોહસિન નકવીએ સ્પષ્ટ કર્યું છે કે ચેમ્પિયન્સ ટ્રોફી હાઇબ્રિડ મોડલ હેઠળ આયોજિત કરવામાં આવશે નહીં. અગાઉ એવા અહેવાલ હતા કે ભારત માટે ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન હાઇબ્રિડ મોડલ હેઠળ કરવામાં આવશે. મોહસીન નકવીએ એ પણ ભારપૂર્વક કહ્યું કે જો ભારતને કોઈ સમસ્યા હોય તો તેઓ PCB સાથે વાત કરીને ઉકેલ શોધી શકે છે.
PCB Chairman Mohsin Naqvi's media talk at Gaddafi Stadium as he inspected the venue's upgradation pic.twitter.com/kW7yzH68aY
— Pakistan Cricket (@TheRealPCB) November 18, 2024
પીસીબી દ્વારા શેર કરવામાં આવેલા એક વીડિયોમાં મોહસીન નકવીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, "પાકિસ્તાનનું ગૌરવ અને સન્માન અમારી પ્રાથમિકતા છે. ચેમ્પિયન્સ ટ્રોફી ફક્ત આપણા દેશમાં જ યોજાશે. અમે કોઈપણ હાઇબ્રિડ મોડલને સ્વીકારીશું નહીં. જો ભારતને કોઇ સમસ્યા હોય તો અમારી પાસે આવી શકે છે અને અમે તેનો ઉકેલ લાવીશું.
મોહસીન નકવીએ વધુમાં જણાવ્યું હતું કે, "અમે મક્કમ છીએ કે અમે હાઇબ્રિડ મોડલ તરફ નહીં જઈએ. અમે શક્ય તેટલી વહેલી તકે ICC શિડ્યૂલ જાહેર કરે તેની રાહ જોઈ રહ્યા છીએ. ICCએ તેની વિશ્વસનીયતા વિશે વિચારવું જોઈએ કારણ કે તે તમામ ઘટનાઓ માટે જવાબદાર છે. શિડ્યૂલ ફરીથી નક્કી કરવામાં આવી રહ્યું છે, પરંતુ અમને હજી સુધી કોઈ રદ્દ કરવાની નોટિસ મળી નથી. વિશ્વની તમામ ટીમો જે ચેમ્પિયન્સ ટ્રોફી માટે ક્વોલિફાય થઈ છે તે આવવા માટે તૈયાર છે અને તેમને કોઈ સમસ્યા નથી."
આ સિવાય મોહસીન નકવીએ એ વાત પર ભાર મૂક્યો કે રમત અને રાજકારણ એકબીજા સાથે ટકરાવું જોઈએ નહીં. નકવીએ કહ્યું હતું કે, હું હજુ પણ માનું છું કે રમત અને રાજનીતિ ટકરાવી ન જોઈએ.
હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઈન્ડિયાની મેચો ક્યાં થાય છે. આ પહેલા પાકિસ્તાને 2023 એશિયા કપનું આયોજન પણ કર્યું હતું પરંતુ તેમાં પણ ટીમ ઈન્ડિયાના કારણે હાઈબ્રિડ મોડલ અપનાવવામાં આવ્યું હતું. ભારતની મેચો હાઇબ્રિડ મોડલ હેઠળ શ્રીલંકામાં યોજાઇ હતી.