પાકિસ્તાનનું ટેન્શન વધ્યુ, ચેમ્પિયન્સ ટ્રૉફી પહેલા ક્રિકેટ ટીમની હૉટલમાં આગ લાગતા ભાગમભાગ, PCB પર સવાલો ઉઠ્યા
Fire in Pakistan Cricket Team Hotel: નેશનલ વિમેન્સ ચેમ્પિયનશિપ દરમિયાન હૉટલમાં લાગેલી આગની અસર ચેમ્પિયન્સ ટ્રૉફી 2025 પર પણ પડી શકે છે
Fire in Pakistan Cricket Team Hotel: એકબાજુ પાકિસ્તાન અત્યારે ચેમ્પિયન્સ ટ્રૉફી 2025 ના આયોજનથી ડરી રહ્યું છે, કારણ કે ભારતે સરહદ પાર કરવાની ના પાડી દીધી છે. આ દરમિયાન સોમવારે એક હૉટલમાં આગ લાગવાના સમાચાર સામે આવ્યા છે, જેમાં પાકિસ્તાની મહિલા ક્રિકેટ ખેલાડીઓ રોકાઇ હતી, આ કારણે પાકિસ્તાન ક્રિકેટ બૉર્ડ (PCB)એ કરાચીમાં ચાલી રહેલી રાષ્ટ્રીય મહિલા ચેમ્પિયનશિપની મેચોની સંખ્યા ઘટાડવાનો નિર્ણય લેવો પડ્યો છે. સારા સમાચાર એ છે કે ટીમનો કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત થઇ નથી.
અહેવાલો અનુસાર, હૉટલમાં હાજર તમામ પાંચ ક્રિકેટરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. તેને શક્ય તેટલી વહેલી તકે હનીફ મોહમ્મદ હાઈ-પરફોર્મન્સ સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે. PCB દ્વારા કહેવામાં આવ્યું હતું કે ખેલાડીઓની સુરક્ષા અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ટૂર્નામેન્ટને ટૂંકી કરવામાં આવી રહી છે. હવે ટૂર્નામેન્ટના વિજેતાને શોધવા માટે પીસીબીએ ઇન્વિન્સિબલ્સ અને સ્ટાર્સ વચ્ચેની ફાઇનલ મેચની જાહેરાત કરી છે. ટૂર્નામેન્ટમાં ચાર-ચાર મેચ રમ્યા બાદ પણ આ બંને ટીમો પૉઇન્ટ ટેબલમાં ટોચ પર છે. ફાઈનલ મેચ ક્યારે અને ક્યાં રમાશે તેની હજુ જાહેરાત કરવામાં આવી નથી.
ચેમ્પિયન્સ ટ્રૉફી પર પડી શકે છે અસર
નેશનલ વિમેન્સ ચેમ્પિયનશિપ દરમિયાન હૉટલમાં લાગેલી આગની અસર ચેમ્પિયન્સ ટ્રૉફી 2025 પર પણ પડી શકે છે. ઉલ્લેખનીય છે કે, ભારતે સુરક્ષા કારણોસર ચેમ્પિયન્સ ટ્રૉફી રમવા માટે પાકિસ્તાન જવાની ના પાડી દીધી હતી. આવી સ્થિતિમાં હૉટલમાં આગ લાગવાના સમાચાર PCBની મુશ્કેલીઓ વધારી શકે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના આ સંઘર્ષનો ઉકેલ શું આવશે તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી, પરંતુ એક મીડિયા રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ICC આ સપ્તાહના અંત સુધીમાં ચેમ્પિયન્સ ટ્રૉફીના શિડ્યૂલની જાહેરાત કરવા જઈ રહ્યું છે.
આ પણ વાંચો