શોધખોળ કરો

Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી માટે તૈયાર નવી ફોર્મ્યુલા, હવે BCCI પર તમામની નજર

Champions Trophy 2025: પાકિસ્તાનમાં યોજાનારી આ ટુર્નામેન્ટ માટે ભારતીય ટીમે પાડોશી દેશનો પ્રવાસ કરવાનો ઇનકાર કરી દીધો છે.

Champions Trophy 2025: ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને હજુ સુધી કોઈ ઉકેલ મળ્યો નથી. પાકિસ્તાન દ્વારા આયોજિત થનારી આ ટુર્નામેન્ટ માટે ભારતીય ટીમે પાડોશી દેશનો પ્રવાસ કરવાનો ઇનકાર કરી દીધો છે. પાકિસ્તાન પણ આ ટૂર્નામેન્ટ હાઇબ્રિડ મોડલ પર કરાવવા માંગતું નથી, જેના કારણે ICCએ હજુ સુધી શિડ્યૂલ જાહેર કર્યું નથી. પાકિસ્તાનને લગભગ 28 વર્ષ બાદ ICC ટૂર્નામેન્ટની યજમાની કરવાનો મોકો મળ્યો છે. આવી સ્થિતિમાં તે આ ટૂર્નામેન્ટ કોઈપણ સંજોગોમાં ગુમાવવા માંગતું નથી, જેના કારણે તેણે હવે બીજો નવો રસ્તો શોધી કાઢ્યો છે.

ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાનની નવી ફોર્મ્યુલા

ભારતીય ટીમે ICC ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાનમાં રમવાની ના પાડી ત્યારથી આ વિવાદ ચાલી રહ્યો છે. પરંતુ પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ટૂર્નામેન્ટ બચાવવા માટે નવી ફોર્મ્યુલા અપનાવી શકે છે. એટલે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ટૂર્નામેન્ટના શિડ્યુલમાં કેટલાક ફેરફાર કરવા તૈયાર છે. રિપોર્ટ અનુસાર, હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ઇચ્છે છે કે ટીમ ઇન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેની 3 ગ્રુપ સ્ટેજની ઓછામાં ઓછી એક મેચ પાકિસ્તાનમાં રમે. આ મેચ લાહોરના પ્રતિષ્ઠિત ગદ્દાફી સ્ટેડિયમમાં રમાશે.

આ સિવાય પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એ પણ સ્વીકારવા તૈયાર છે કે ટીમ ઈન્ડિયા તેની બાકીની ગ્રુપ સ્ટેજ મેચો હાઈબ્રિડ મોડલ હેઠળ રમી શકે છે. જો ટીમ ઈન્ડિયા સેમિફાઈનલમાં પહોંચશે તો આ મેચ પાકિસ્તાનની બહાર પણ યોજાશે. પરંતુ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ઈચ્છે છે કે જો ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પ્રવેશ કરે છે તો તેને પાકિસ્તાન આવવું પડશે. ડ્રાફ્ટ શિડ્યૂલ અનુસાર આ ફાઈનલ મેચ લાહોરમાં રમાવવાની છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા તેની બાકીની મેચો UAE અથવા શ્રીલંકામાં રમી શકે છે

બીસીસીઆઈ હાઈબ્રિડ મોડલ ઈચ્છે છે

ભારતીય ટીમે 2008થી પાકિસ્તાનનો પ્રવાસ કર્યો નથી. છેલ્લા કેટલાક સમયથી ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો સારા નથી. આને કારણે બંને ટીમો વચ્ચે કોઈ શ્રેણી રમાતી નથી, માત્ર ICC ટૂર્નામેન્ટ અને એશિયા કપ દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચો રમાય છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા આ ટૂર્નામેન્ટ હાઈબ્રિડ મોડલ પર રમવા માંગે છે. પાકિસ્તાનને એશિયા કપ 2023ની યજમાની પણ મળી હતી પરંતુ તેમ છતાં ભારતીય ટીમે પાકિસ્તાનનો પ્રવાસ કર્યો ન હતો. આ ટુર્નામેન્ટનું આયોજન હાઇબ્રિડ મોડલમાં કરવામાં આવ્યું હતું. ટીમ ઈન્ડિયાએ પોતાની તમામ મેચ શ્રીલંકામાં રમી હતી અને ફાઈનલ પણ અહીં જ યોજાઈ હતી. આવી સ્થિતિમાં હવે તમામની નજર BCCI પર ટકેલી છે કે તે PCBના નવા પ્રસ્તાવને સ્વીકારે છે કે નહીં.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

યુક્રેન પછી ટ્રમ્પની રશિયાને પણ ધમકી: 'મોડું થાય તે પહેલાં બંને દેશો વાતચીત કરી લો, નહીં તો....'
યુક્રેન પછી ટ્રમ્પની રશિયાને પણ ધમકી: 'મોડું થાય તે પહેલાં બંને દેશો વાતચીત કરી લો, નહીં તો....'
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
હોળી પર ટ્રેનમાં પ્રવાસ કરતાં પહેલા આ સમાચાર વાંચો, રેલ્વે મંત્રાલયે નિયમોમાં કર્યા મોટા ફેરફાર, જાણો ફટાફટ
હોળી પર ટ્રેનમાં પ્રવાસ કરતાં પહેલા આ સમાચાર વાંચો, રેલ્વે મંત્રાલયે નિયમોમાં કર્યા મોટા ફેરફાર, જાણો ફટાફટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : જીવનું જોખમHun To Bolish: હું તો બોલીશ : નારી તું નારાયણીGyan Prakash Swami : જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર પહોંચ્યા, જલારામ બાપાની માંગી માફીPM Modi In Surat : વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા સુરત, કરાયું ભવ્ય સ્વાગત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેન પછી ટ્રમ્પની રશિયાને પણ ધમકી: 'મોડું થાય તે પહેલાં બંને દેશો વાતચીત કરી લો, નહીં તો....'
યુક્રેન પછી ટ્રમ્પની રશિયાને પણ ધમકી: 'મોડું થાય તે પહેલાં બંને દેશો વાતચીત કરી લો, નહીં તો....'
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
હોળી પર ટ્રેનમાં પ્રવાસ કરતાં પહેલા આ સમાચાર વાંચો, રેલ્વે મંત્રાલયે નિયમોમાં કર્યા મોટા ફેરફાર, જાણો ફટાફટ
હોળી પર ટ્રેનમાં પ્રવાસ કરતાં પહેલા આ સમાચાર વાંચો, રેલ્વે મંત્રાલયે નિયમોમાં કર્યા મોટા ફેરફાર, જાણો ફટાફટ
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
ખાનગી નોકરીયાતો માટે મહત્વના સમાચાર! 2025માં સરેરાશ પગાર વધારો કેટલો રહેશે? ડેલોઇટના રિપોર્ટમાં થયો ખુલાસો
ખાનગી નોકરીયાતો માટે મહત્વના સમાચાર! 2025માં સરેરાશ પગાર વધારો કેટલો રહેશે? ડેલોઇટના રિપોર્ટમાં થયો ખુલાસો
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
શું ખરેખર દુબઈમાં સોનું સસ્તું? ભારત કરતાં કેટલું સસ્તુ અને 10 ગ્રામ પર કેટલી થશે બચત? જાણો વિગતવાર
શું ખરેખર દુબઈમાં સોનું સસ્તું? ભારત કરતાં કેટલું સસ્તુ અને 10 ગ્રામ પર કેટલી થશે બચત? જાણો વિગતવાર
Embed widget