Cheteshwar Pujara: કાઉન્ટીમાં ચેતેશ્વર પૂજારાએ ફરી ફટકારી બેવડી સદી, તોડ્યો 118 વર્ષનો રેકોર્ડ
ભારતીય બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ કાઉન્ટી ક્રિકેટમાં ઈતિહાસ રચી દીધો છે
ભારતીય બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ કાઉન્ટી ક્રિકેટમાં ઈતિહાસ રચી દીધો છે. સસેક્સના કેપ્ટન તરીકે ચેતેશ્વર પૂજારાએ બુધવારે (20 જુલાઈ) બેવડી સદી ફટકારી હતી. કાઉન્ટી ચેમ્પિયનશિપની આ સિઝનમાં ચેતેશ્વર પૂજારાની આ ત્રીજી બેવડી સદી છે, જે એક રેકોર્ડ છે.
A batting masterclass at Lord's. 🌟
— Sussex Cricket (@SussexCCC) July 20, 2022
Superb, @cheteshwar1. 👏
2⃣0⃣0⃣ pic.twitter.com/IQ0e3G25WD
Middlesex અને Sussex વચ્ચે લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર મેચ ચાલી રહી છે. આ મેચમાં ચેતેશ્વર પૂજારા Sussex ની કેપ્ટનશીપ કરી રહ્યો છે. ચેતેશ્વર પૂજારાએ મેચના બીજા દિવસે પોતાની બેવડી સદી પૂરી કરી હતી. ચેતેશ્વર પૂજારાએ પોતાની ઈનિંગમાં કુલ 403 બોલ રમ્યા, જેમાં તેણે 21 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી કુલ 231 રન બનાવ્યા હતા. Middlesex તરફથી પાંચ વિકેટ લેનાર ટોમ હેલ્મએ ચેતેશ્વર પૂજારાની વિકેટ લીધી હતી.
જે 118 વર્ષમાં ન થઈ શક્યું...
ચેતેશ્વર પૂજારાએ એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. લગભગ 118 વર્ષ પછી એવું બન્યું છે કે જ્યારે Sussex ક્રિકેટના કોઈ બેટ્સમેને એક જ સિઝનમાં ત્રણ બેવડી સદી ફટકારી હોય. ચેતેશ્વર પૂજારાએ અત્યાર સુધીમાં કાઉન્ટી ચેમ્પિયનશિપ 2022માં ત્રણ બેવડી સદી અને બે સદી ફટકારી છે. તેણે આ સિઝનમાં અત્યાર સુધીમાં 6, 201*, 109, 12, 203, 16, 170*, 3, 46, 231 રન બનાવ્યા છે.
જો મેચની વાત કરીએ તો આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા સસેક્સે 523 રન બનાવ્યા હતા. ચેતેશ્વર પૂજારાની બેવડી સદી ઉપરાંત ટોમ અલ્સોપે પણ 135 રનની ઇનિંગ રમી હતી.
આ સાથે ભારતીય બેટ્સમેને એક મોટો રેકોર્ડ બનાવ્યો. હવે તેની પાસે કાઉન્ટી ક્રિકેટમાં ભારતીય બેટ્સમેન દ્વારા સૌથી વધુ બેવડી સદીનો રેકોર્ડ છે, જે અગાઉ ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન પાસે હતો. મોહમ્મદ અઝહરુદ્દીને કાઉન્ટી ક્રિકેટમાં કુલ 2 બેવડી સદી ફટકારી છે, જ્યારે ચેતેશ્વર પૂજારાએ એક જ સિઝનમાં ત્રણ બેવડી સદી ફટકારી છે.
ચેતેશ્વર પૂજારાએ પોતાની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીમાં અત્યાર સુધીમાં 16 બેવડી સદી ફટકારી છે. ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં સૌથી વધુ બેવડી સદી ફટકારવાનો રેકોર્ડ સર ડોન બ્રેડમેનના નામે છે, જેમણે 37 વખત 200નો આંકડો પાર કર્યો છે.