શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
એબી ડિવિલિયર્સના ટી20 વર્લ્ડકપ રમવા અંગે કૉચ માર્ક બાઉચરે કર્યો મોટો ખુલાસો, જાણો વિગતે
બાઉચરે કહ્યુ કે, એબી ડિવિલિયર્સ અમારા ટચમાં છે. તેને પણ સાર્વજનિક રીતે કબુલ કર્યુ છે કે તે સાઉથ આફ્રિકા તરફથી રમવા ઇચ્છે છે
![એબી ડિવિલિયર્સના ટી20 વર્લ્ડકપ રમવા અંગે કૉચ માર્ક બાઉચરે કર્યો મોટો ખુલાસો, જાણો વિગતે coach mark boucher says ab de villiers will play icc t20 world cup 2020 એબી ડિવિલિયર્સના ટી20 વર્લ્ડકપ રમવા અંગે કૉચ માર્ક બાઉચરે કર્યો મોટો ખુલાસો, જાણો વિગતે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/02/17193740/Villierss-04.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
જોહાનિસબર્ગઃ આગામી ટી20 વર્લ્ડકપને લઇને સાઉથ આફ્રિકન કૉચ માર્ક બાઉચરે મોટુ નિવેદન આપ્યુ છે, આ નિવેદન એબી ડિવિલિયર્સની વાપસીને લઇને છે. ઇંગ્લેન્ડ સામે મળેલી કારમી હાર બાદ બાઉચરે ડિવિલિયર્સની વાપસીને પાક્કી કરી દીધી છે.
માર્ક બાઉચરે કહ્યું કે, જો એબી ડિવિલિયર્સ પોતાની જાતને પુરવાર કરશે, અને ટી20 વર્લ્ડકપ 2020 સમયે અવેલેબલ હશે તો આફ્રિકન ટીમમાં તેનો સમાવેશ થઇ શકે છે. બાઉચરના કહેવા પ્રમાણે ઓસ્ટ્રેલિયામાં યોજાનારા ટી20 વર્લ્ડકપમાં ડિવિલિયર્સ રમી શકે છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ સાઉથ આફ્રિકન ટીમની ઇંગ્લેન્ડ સામે 3 મેચોની ટી20 સીરીઝમાં 2-1થી હાર થઇ છે. આ હાર બાદ ડિવિલિયર્સની વાપસી પાક્કી થઇ છે. બાઉચરે અગાઉ પણ ડિવિલિયર્સની વાપસીની ઇચ્છા વ્યક્ત કરી હતી.
પૂર્વ સાઉથ આફ્રિકન વિકેટકીપર માર્ક બાઉચરે કહ્યુ કે, એબી ડિવિલિયર્સ અમારા ટચમાં છે. તેને પણ સાર્વજનિક રીતે કબુલ કર્યુ છે કે તે સાઉથ આફ્રિકા તરફથી રમવા ઇચ્છે છે. મારી તેની સાથે વાત થઇ છે. જો તે રમવા ઇચ્છે તો ટી20 વર્લ્ડકપમાં આવી શકે છે.
![એબી ડિવિલિયર્સના ટી20 વર્લ્ડકપ રમવા અંગે કૉચ માર્ક બાઉચરે કર્યો મોટો ખુલાસો, જાણો વિગતે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/02/17193734/villiers-01-300x185.jpg)
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)