શોધખોળ કરો

Hardik Pandya: ટેસ્ટમાં ફરીથી વાપસી કરી શકે છે હાર્દિક પંડ્યા, WTC ફાઇનલ પહેલા બીસીસીઆઇ આપશે અપડેટ

ભારતીય ટીમ આજકાલ ઋષભ પંત અને જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં ટેસ્ટ ક્રિકેટ રમી રહી છે. આવામાં હાર્દિક પંડ્યાની વાપસી ટીમ ઇન્ડિયા માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે.

Hardik Pandya Return In Indian Test Team: ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના ફેન્સ માટે એક ખુબ સારા સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ છે કે, ટી20 આંતરરાષ્ટ્રીયમાં કેપ્ટન બન્યા બાદ હાર્દિક પંડ્યા હવે ફરીથી ટેસ્ટ ક્રિકેટમાં વાપસી કરી શકે છે. 

ખાસ વાત છે કે, છેલ્લા કેટલાય સમયથી બેક ઇન્જરી થવાના કારણે તે ટેસ્ટ ક્રિકેટથી દુર રહ્યો છે, હવે તેની વાપસીને લઇને અપડેટ મળી શકે છે. આ માટે ખુદ બીસીસીઆઇ વાત કરી શકે છે. હાર્દિક પંડ્યા પંડ્યા હવે પુરેપુરી રીતે ફિટ છે અને વ્હાઇટ બૉલ ક્રિકેટમાં તેને પ્રદર્શન પણ લાજવાબનું છે. શિવસુંદર દાસની આગેવાની વાળી સિલેક્શન કમિટી અને બીસીસીઆઇ હાર્દિક પંડ્યા સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપની ફાઇનલ પહેલા આના વિશે વાત કરશે. 

ભારતીય ટીમ આજકાલ ઋષભ પંત અને જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં ટેસ્ટ ક્રિકેટ રમી રહી છે. આવામાં હાર્દિક પંડ્યાની વાપસી ટીમ ઇન્ડિયા માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે. હાલમાં શાર્દૂલ ઠાકુરે હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં ટેસ્ટ ટીમમાં એક સીમર ઓલરાઉન્ડર તરીકેનો રૉલ અદા કર્યો છે. 

દબાણ નહીં કરે બીસીસીઆઇ - 
બીસીસીઆઇના એક સીનિયર અધિકારીએ ઇન્સાઇડસ્પોર્ટ્સ સાથે વાત કરતા કહ્યું કે, તેને ટેસ્ટ ક્રિકેટમાં પાછો લાવવાની કોઇ ઉતાવળ નથી. પરંતુ હા, કેટલીક સ્પષ્ટતા રાખવી પડશે, આના વિશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપની ફાઇનલ પેહલા વાત કરશે, બુમરાહની ગેરહાજરીમાં તે ઇંગ્લેન્ડમાં ટીમ માટે મુખ્ય ભૂમિકા ભજવી શકે છે, પરંતુ ટેસ્ટમાં તરત જ વાપસી કરવા માટે તેના પર કોઇપણ પ્રકારનું દબાણ નથી. 

બીસીસીઆઇ અધિકારીએ આગળ વાત કરતા કહ્યું કે, - હાલમાં, તે ટેસ્ટ ટીમમાં સિલેક્શન માટે અવેલેબલ છે. તમારે ચોક્કસપણે ઇજા માટે તેના ઇતિહાસને ધ્યાનમાં રાખવો પડશે. તેને ત્રણેય ફૉર્મેટમાં રમાડવાની ઉતાવળ કરવી નુકશાનકારક પણ બની શકે છે. પણ જો એનસીએ, મેડિકલ ટીમ અને ખુદ હાર્દિક પંડ્યાને લાગે છે કે તે ટેસ્ટમાં વાપસી માટે તૈયાર છે, તો તે ચોક્કસપણે મેદાનમાં હશે. 

ઉલ્લેખનીય છે કે, ટીમ ઇન્ડિયા માટે હાર્દિક પંડ્યાએ પોતાની છેલ્લી ટેસ્ટ મેચ વર્ષ 2018માં ઇંગ્લેન્ડ વિરુદ્ધ રમી હતી, તે અત્યાર સુધી ટીમ ઇન્ડિયા માટે કુલ 11 ટેસ્ટ મેચ રમી ચૂક્યો છે. જેમાં બેટિંગ કરતા તેને  31.29 ની એવરેજથી 532 રન બનાવ્યા છે. આમાં તેને એક સદી પણ ફટકારી છે, અને ચાર ફિફ્ટી પણ આમાં સામેલ છે. આ ઉપરાંત બૉલિંગમાં તેને 31.06 ની એવરેજથી 17 વિકેટો ઝડપી છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IMD Weather Update: આગામી 5 દિવસ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં કેવું રહેશે હવામાન? જાણો હવામાન વિભાગની આગાહી

ગીર સોમનાથ કેલકટરે ગોચર પર દબાણ કરનારાઓને મીઠી ભાષામા આપી ચીમકી

પુતિને PM મોદીને ગળે લગાવ્યા, કહ્યું - 'પ્રિય મિત્ર... તમારું હૃદયપૂર્વક સ્વાગત છે', મોદી બોલ્યા - મિત્રના ઘરે આવ્યો

Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ |  જોખમ જીવનુંHu to Bolish |  હું તો બોલીશ |  પાક વીમામાં પોલંપોલPorbandar News | છતમાંથી પોપડા તૂટીને નીચે પડ્યા, દંપતીનો થયો આબાદ બચાવBanaskantha News | દાંતા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રોડ ખરાબ હોવાથી લોકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Weather Update: આગામી 5 દિવસ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં કેવું રહેશે હવામાન? જાણો હવામાન વિભાગની આગાહી
IMD Weather Update: આગામી 5 દિવસ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં કેવું રહેશે હવામાન? જાણો હવામાન વિભાગની આગાહી
ગીર સોમનાથ કેલકટરે ગોચર પર દબાણ કરનારાઓને મીઠી ભાષામા આપી ચીમકી
ગીર સોમનાથ કેલકટરે ગોચર પર દબાણ કરનારાઓને મીઠી ભાષામા આપી ચીમકી
પુતિને PM મોદીને ગળે લગાવ્યા, કહ્યું - 'પ્રિય મિત્ર... તમારું હૃદયપૂર્વક સ્વાગત છે', મોદી બોલ્યા - મિત્રના ઘરે આવ્યો
પુતિને PM મોદીને ગળે લગાવ્યા, કહ્યું - 'પ્રિય મિત્ર... તમારું હૃદયપૂર્વક સ્વાગત છે', મોદી બોલ્યા - મિત્રના ઘરે આવ્યો
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે

Utility: પાસપોર્ટ રિન્યૂ કરવા આ દસ્તાવેજોની પડે છે સૌથી વધુ જરૂર, તમે પણ નોંધી લો લિસ્ટ

Champions Trophy 2025: થોડા દિવસ પહેલા જ નિવૃત્ત થયો હતો, હવે ફરી વાપસી માટે ઉતાવળો છે આ ઓસ્ટ્રેલિયન દિગ્ગજ; આપી મોટી હિંટ

Section 69 of BNS: બ્રેકઅપ કર્યા બાદ પુરુષોને શા માટે જેલમાં જવું પડી શકે છે? જાણો BNSની કલમ 69 વિશે વિગતે

Embed widget