Sachin Corona Positive: તેંડુલકરને કોરોના થવા પર કેવિન પીટરસનનું વિવાદિત ટ્વિટ, યુવરાજે શું આપ્યો વળતો જવાબ ?
પૂર્વ ઈંગ્લિશ ક્રિકેટરે ટ્વીટ કરીને લખ્યું હતું કે, ‘કોવિડ-19ની ઝપેટમાં આવ્યા બાદ તેના વિશે સમગ્ર દુનિયાને જણાવવું આટલું બધુ શા માટે જરૂરી છે ?’ સચિને શનિવારે સવારે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ (Corona Positive)આવ્યો છે અને તે ઘરમાં આઈસોલેટ થઈ ગયા છે.
નવી દિલ્હી: ભારતના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકર(Sachin tendulkar) કોરોના વાયરસ(Coronavirus)ની ઝપેટમાં આવ્યા છે. સચિનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર પીટરસ (Kevin pietersen)ને શનિવારે વિવાદિત ટ્વિટ કર્યું હતું. તેના પર હવે ભારતના પૂર્વ બેટ્સેમન યુવરાજસિંહે (Yuvraj singh) ટ્વીટ કરીને આકરો જવાબ આપ્યો છે.
પૂર્વ ઈંગ્લિશ ક્રિકેટરે ટ્વીટ કરીને લખ્યું હતું કે, ‘કોવિડ-19ની ઝપેટમાં આવ્યા બાદ તેના વિશે સમગ્ર દુનિયાને જણાવવું આટલું બધુ શા માટે જરૂરી છે ?’ સચિને શનિવારે સવારે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ (Corona Positive)આવ્યો છે અને તે ઘરમાં આઈસોલેટ થઈ ગયા છે.
સચિન કોરોના પોઝિટિવ આવ્યાના થોડાક જ સમય બાદ પીટરસને ટ્વીટ કરીને લખ્યું હતું કે, ‘મને કોઈ જણાવશે, તમને કોરોના થયો છે એવું શા માટે દુનિયા સામે જાહેર કરવાની જરૂર છે ? ’ પીટરસના આ ટ્વીટના જવાબમાં યુવરાજ સિંહ (Yuvraj singh)એ પૂછ્યું કે, ‘અને શા માટે તમને આ વિચાર આજે જ આવ્યો અને આના પહેલા કેમ નહોતો આવ્યો ? ’ યુવરાજ અને સચિનના ચાહકોના ટ્વીટ બાદ પીટરસને પોતાના ટ્વીટને લઈને માફી માંગી અને કહ્યું કે, આ વાતની જાણકારી નહોતી કે સચિન કોરોનાની ઝપેટમાં આવ્યો છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે, મે અત્યારે જોયું કે સચિનને કોરોના થયો છે. સોરી સચિન તેંડુલકર. તમને જલ્દીજ સારા થઈ જાવ.
સચિને ટ્વીટ કરીને લખ્યું, મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હળવા લક્ષણો છે. ઘરના અન્ય સભ્યોનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. હું હોમ ક્વોરન્ટાઈન થયો છું અને ડોક્ટર્સ દ્વારા આપવામાં આવેલી સૂચનાનું પાલન કરી રહ્યો છું. મને મદદ કરનારા તમામ હેલ્થકેર પ્રોફેશનલ્સનો હું આભાર માનું છું. તમારી કાળજી રાખજો.
સચિન તેંડુલકર(Sachin Tendulkar) બાદ ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓલરાઉન્ડર યૂસૂફ પઠાણ(Yusuf Pathan) નો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ (Corona Positive) આવ્યો છે. યૂસુફ પઠાણ(Yusuf Pathan) અને સચિન હાલમાં જ સમાપ્ત થયેલી રોડ સેફ્ટી વર્લ્ડ સીરિઝ ટી20(road safety world series 2021) ટૂર્નામેન્ટમાં ભાગ લીધો હતો.