ક્રિકેટ પર પણ કોરોનાનો માર, આ ક્રિકેટ બોર્ડ થઈ ગયું દેવાદાર
બોર્ડની પાસે સ્ટાફને પગાર આપવા માટે પણ પૈસા ન હતા. એ પણ ત્યારે જ્યારે મહામારીને કારણે બધા કર્મચારીઓ અડધા પગાર પર કામ કરી રહ્યા હતા.
વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ આર્થિક સંકડમાણનો સામનો કરી રહ્યું છે. સ્થિતિ એ છે કે ઉધાર લઈને ખેલાડીઓનો પગાર કરવામાં આવતો હતો. આ ખુલાસો વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટના અધ્યક્ષ રિકી સ્કેરિટે કર્યો છે. તેમણે કહ્યું કે, કોવિડ-19 મહામારીએ તેમને ખેલાડીઓ અને સ્ટાફને પગાર આપવા માટે ઉધાર લેવા માટે બાધ્ય કર્યા, પરંતુ તેમના કાર્યકાળમાં બોર્ડનું દેવું ઘટીને એક તૃતિયાંશ પર આવી ગયું છે.
સ્કેરિટ ગુયાના ક્રિકેટ બોર્ડના સચિવ આનંદ સાનાસી વિરૂદ્ધ ચૂંટણી લડશે. બોર્ડની નાણાંકીય સ્થિતિ વાત કરતાં સ્કેરિટે કહ્યું કે, જ્યારથી તેમણે પદંભાર સંભાળ્યો છે ત્યારથી સ્થિતિમાં અનેક સુધારા થયા છે.
તેમણે ઈસપીએનક્રિકઇન્ફોને કહ્યું કે, સૌથી મોટી સમસ્યા એ હતી કે અમે રકમ મળતા પહેલા જ ભવિષ્યના ખર્ચ વિશે વાત કરી લીધી હતી. અમે ઉધારની લીધેલી રકમ પર ચાલી રહ્યા હતા. માટે અમારા પણ અંદાજે બે કરોડ ડોલરનું દેવું હતું અને અમે ઉધાર આપવા માટે ઉધાર લઈ રહ્યા હતા.
રિકી સ્કેરિટે કહ્યું કે, અમારી પાસે ફંડના નામે કંઈ જ ન હતું. થોડા સમય માટે તો આ પ્રકારની રણનીતિ અથવા સ્થિતિમાં કામ કરી શકાય છે. કારણ કે ત્યારે મહામારીને કારણે રૂપિયાની વ્યવસ્થા કરવી મુશ્કેલ હતી. વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ બોર્ડના અધ્યક્ષે આગળ કહ્યું કે, બોર્ડની પાસે સ્ટાફને પગાર આપવા માટે પણ પૈસા ન હતા. એ પણ ત્યારે જ્યારે મહામારીને કારણે બધા કર્મચારીઓ અડધા પગાર પર કામ કરી રહ્યા હતા.
તેમણે આગળ કહ્યું કે, અમારે અમારા ખર્ચા ઘટાડવા પડ્યા. ફાયદા નુકસાન વિશે વધારે ધ્યાન આપવાને પગલે અમે રોકડ પર ફોકસ કર્યું. તમામ બિનજરૂરી કામ બંધ કર્યા. તેની અસર પણ જોવા મળી અને બે વર્ષની અંદર જ અમારું દેવું એક કૃતિયાંશ થઈ ગયું.
તેમણે કહ્યું કે, અમે આફતમાં જ અવસર જોવાનો પ્રયત્ન કર્યો અને સમસ્યાની સાથે પોતાની જવાબદારી પૂરી કરી. અમે પહેલા આવું કરી શક્યા ન હતા. પગાર આપવા માટે ઉધાર લઈ રહ્યા હતા. મારા કાર્યકાળના પ્રથમ વર્ષે અમે આમ જ કર્યું, જે વિતેલા વર્ષે ગરમી સુધી ચાલ્યું.