શોધખોળ કરો
Advertisement
સપ્ટેમ્બરમાં ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડ સામે રમશે સીરીઝ, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ જાહેરાત કરી 26 સભ્યોની સંભવિત ટીમ
જાણકારી અનુસાર, ઓસ્ટ્રેલિયા ટીમ સપ્ટેમ્બરમાં ઇંગ્લેન્ડનો પ્રવાસ કરી શકે છે, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ માટે 26 સંભવિત સભ્યોની ટીમ પણ જાહેર કરી દીધી છે
સિડનીઃ કોરોના કાળમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ પુરેપુરી બંધ હતી, હવે ધીમે ધીમે તે શરૂ થઇ રહી છે. ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ ટેસ્ટ સીરીઝથી ક્રિકેટની વાપસી થઇ ચૂકી છે, હવે ટુંકસમયમાં ઓસ્ટ્રેલિયન ટીમ પણ મેદાનમાં ઉતરવાની તૈયારીઓ કરી રહી છે.
જાણકારી અનુસાર, ઓસ્ટ્રેલિયા ટીમ સપ્ટેમ્બરમાં ઇંગ્લેન્ડનો પ્રવાસ કરી શકે છે, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ માટે 26 સંભવિત સભ્યોની ટીમ પણ જાહેર કરી દીધી છે.
ઓસ્ટ્રેલિયાએ જે 26 સભ્યોની ટીમની જાહેરાત કરી છે, તેમાં 3 અનકેપ્ટ્ડ ખેલાડીઓને જગ્યા આપવામાં આવી છે. આમાં ઓલરાઉન્ડર ડેનિયલ સેમ્સ, વિકેટકીપર બેટ્સમેન જોસ ફિલીપ અને રિલે મેરેડિથને સામેલ કરવામાં આવ્યા છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના પસંદગીકારોનુ માનવુ છે કે જો ઇંગ્લેન્ડ પ્રવાસની પુષ્ટી થશે તો આમાંથી 15 ખેલાડીઓને પ્રવાસ માટે રવાના કરાશે.
આ 26 ખેલાડીઓ કરશે પ્રેક્ટિસ.....
સીન એબૉટ, એસ્ટર એગર, એલેક્સ કેરી, પેટ કમિન્સ, એરોન ફિન્ચ, જોસ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, ઉસ્માન ખ્વાઝા, માર્નસ લાબુશાને, નાથન લિયોન, મિચેસ માર્શ, ગ્લેન મેક્સવેલ, બેન મેકડરમૉટ, રિલે મેરેડિથ, માઇકલ નેસર, જોશ ફિલીપ, ડેનિયલ સેમ્સ, ડાર્શી શોર્ટ, કેન રિચર્ડસન, સ્ટીવ સ્મિથ, મિચેલ સ્ટાર્ક, માર્ક્સ સ્ટૉયનિશ, એન્ડ્ર્યૂ ટાય, મેથ્યૂ વેડ, ડેવિડ વોર્નર, એડમ જામ્પા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement