Watch: 'રમવું હોય તો રમો..., અમે અમારી ટીમ પાકિસ્તાન નહીં મોકલીએ, લાઇવ શૉમાં ભડક્યો હરભજનસિંહ
Harbhajan Singh Statement: ICC 2025 ચેમ્પિયન્સ ટ્રૉફીનું આયોજન પાકિસ્તાનમાં થવાનું છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટનું શિડ્યૂલ પણ તૈયાર કર્યું છે
Harbhajan Singh Statement: ICC 2025 ચેમ્પિયન્સ ટ્રૉફીનું આયોજન પાકિસ્તાનમાં થવાનું છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટનું શિડ્યૂલ પણ તૈયાર કર્યું છે. પીસીબીએ 1 માર્ચના રોજ લાહોરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ શિડ્યૂલ કરી છે. જોકે, ના તો ICCએ PCBના ડ્રાફ્ટ શિડ્યૂલને લીલી ઝંડી આપી છે અને ના તો BCCIએ ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન મોકલવાની જાહેરાત કરી છે. આ દરમિયાન પાકિસ્તાનના ઘણા દિગ્ગજ ખેલાડીઓએ પણ ભારતને તેમની ટીમ મોકલવાની વિનંતી કરી હતી. આ દરમિયાન ભારતના પૂર્વ દિગ્ગજ સ્પિનર હરભજનસિંહે પોતાના નિવેદનથી હલચલ મચાવી દીધી છે. વાસ્તવમાં હરભજનસિંહે પાકિસ્તાનના લાઈવ શૉમાં પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. ભજ્જીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
લાઇવ શૉમાં ભડક્યો હરભજનસિંહ
હરભજનસિંહે એક પાકિસ્તાની ચેનલ પર લાઇવ શૉમાં કહ્યું- જો અમારા ખેલાડીો પાકિસ્તાનમાં સુરક્ષિત નથી, તો અમે અમારી ટીમ નહીં મોકલીએ. તમે રમવા ઇચ્છો છો તો રમો, જો ના રમવા ઇચ્છતા હોય તો ના રમો. ભારતીય ક્રિકેટ પાકિસ્તાન વિના પણ જીવીત રહી શકે છે. જો તમે લોકો ભારતીય ક્રિકેટ વિના જીવીત રહી શકો છો, તો આને કરો.
Indian cricket can survive without pakistan 🔥
— Politics Pe Charcha (@politicscharcha) July 12, 2024
Harbhajan Singh on fire pic.twitter.com/NVtkJzX7o9
દુબઇ કે શ્રીલંકામાં રમી શકે છે ટીમ ઇન્ડિયા
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેની મેચો દુબઈ અથવા શ્રીલંકામાં રમી શકે છે. ન્યૂઝ એજન્સી ANIના રિપોર્ટ અનુસાર ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે. BCCI તેમની મેચો દુબઈ અથવા શ્રીલંકામાં યોજવા માટે ICC સાથે વાત કરશે. જો કે, BCCIએ હજુ સુધી આ અંગે સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી.
Harbhajan Singh said, "If our players are not safe in Pakistan, we won't send the team. If you want to play, play; if not, don't. Indian cricket can still survive without Pakistan. If you guys can survive without Indian cricket, then do it." pic.twitter.com/tJaywUqUQV
— Vipin Tiwari (@Vipintiwari952) July 13, 2024
જાણો ચેમ્પિયન્સ ટ્રૉફી માટે PCBનુ શિડ્યૂલ
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ 2025 ચેમ્પિયન્સ ટ્રોફી માટે શિડ્યૂલ તૈયાર કરી લીધું છે. PCBના શિડ્યૂલ મુજબ, આ ટૂર્નામેન્ટ 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી ODI ફોર્મેટમાં રમાશે. પીસીબીએ ટૂર્નામેન્ટ માટે તેનો ડ્રાફ્ટ પહેલેથી જ રજૂ કરી દીધો છે, જેમાં 7 મેચ લાહોરમાં, 5 રાવલપિંડીમાં અને 3 કરાચીમાં નક્કી કરવામાં આવી હતી. પીસીબીએ તેના ભારત અને પાકિસ્તાન વચ્ચે 1 માર્ચે લાહોરમાં રમાનારી મેચ ફિક્સ કરી છે.