શોધખોળ કરો

ICC Test Ranking 2024: ટેસ્ટ રેન્કિંગમાં અશ્વિનની બાદશાહત, યશસ્વી-રોહિતનો પણ લાંબો કૂદકો

રવિચંદ્રન અશ્વિને ટેસ્ટ રેન્કિંગમાં મોટો ફાયદો કર્યો છે. બૉલિંગ રેન્કિંગમાં તે ટોપ પર પહોંચી ગયો છે

ICC Test Ranking 2024: ICCએ બુધવારે લેટેસ્ટ ટેસ્ટ રેન્કિંગ જાહેર કર્યું છે. ભારતનો રવિચંદ્રન અશ્વિન વિશ્વનો નંબર વન બોલર બની ગયો છે. ધર્મશાળામાં ઈંગ્લેન્ડ સામેની તેની 100મી ટેસ્ટમાં નવ વિકેટ લીધા બાદ તે એક સ્થાન આગળ વધીને ટોચના સ્થાને પહોંચી ગયો છે. આ સાથે જ જસપ્રીત બુમરાહ ત્રીજા સ્થાને સરકી ગયો છે. આ સાથે જ ભારતના કુલદીપ યાદવે પણ લાંબી છલાંગ લગાવી છે. આ ઉપરાંત બેટ્સમેનોમાં રોહિત શર્મા અને યશસ્વી જાયસ્વાલને પણ ફાયદો થયો છે.

રવિચંદ્રન અશ્વિને ટેસ્ટ રેન્કિંગમાં મોટો ફાયદો કર્યો છે. બૉલિંગ રેન્કિંગમાં તે ટોપ પર પહોંચી ગયો છે. અશ્વિને તાજેતરમાં ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. જસપ્રીત બુમરાહે એક સ્થાન ગુમાવ્યું છે. જ્યારે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા અને યશસ્વી જાયસ્વાલને રેન્કિંગમાં ફાયદો થયો છે. રોહિત શર્માએ પાંચ સ્થાનની છલાંગ લગાવી છે. જ્યારે યશસ્વીને બે સ્થાનનો ફાયદો થયો છે. રેન્કિંગમાં તેના સારા પ્રદર્શનનો ફાયદો કુલદીપ યાદવને પણ મળ્યો છે.

અશ્વિન ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં ટોપ પર પહોંચી ગયો છે. તેને 870 રેટિંગ પોઈન્ટ્સ મળ્યા છે. અશ્વિને તાજેતરમાં ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ સીરીઝમાં ઘાતક બોલિંગ કરી હતી. અશ્વિને 5 મેચમાં 26 વિકેટ લીધી હતી. તે સિરીઝમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર બન્યો હતો. જસપ્રીત બુમરાહને ટેસ્ટ રેન્કિંગમાં એક સ્થાનનું નુકસાન થયું છે. તે ત્રીજા સ્થાને આવી ગયો છે. કુલદીપ યાદવ ટોપ 20માં પહોંચી ગયો છે. તેણે 15 સ્થાનની છલાંગ લગાવી છે. કુલદીપ અત્યારે 16મા નંબર પર છે.

ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં રોહિતનો જલવો 
રોહિત શર્માએ ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તે છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે. રોહિતને 5 સ્થાનનો ફાયદો થયો છે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની યાદીમાં તે ટોપ પર છે. રોહિતે ઇંગ્લેન્ડ સામે 9 ટેસ્ટ ઇનિંગ્સમાં 400 રન બનાવ્યા હતા. આ સમયગાળા દરમિયાન તે સીરીઝમાં સૌથી વધુ રન બનાવવાના મામલે ચોથા સ્થાને હતો.

ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં યશસ્વીને પણ મળ્યો ફાયદો 
યશસ્વી જાયસ્વાલને ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં ફાયદો થયો છે. તે 8મા નંબરે પહોંચી ગયો છે. યશસ્વીએ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરીઝમાં સૌથી વધુ રન બનાવ્યા હતા. યશસ્વીએ 9 ઇનિંગ્સમાં 712 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે બેવડી સદી પણ ફટકારી હતી. યશસ્વીના અભિનયના ખૂબ વખાણ થયા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Tirupati Temple Stampede: આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરમાં નાસભાગમાં 6 શ્રદ્ધાળુઓના મોત, 40 ઘાયલ, PMએ વ્યક્ત કર્યું દુખ

CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર

Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક

Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: અમરેલીના મહાભારતમાં કૌરવ કોણ, પાંડવ કોણ?Hun To Bolish : હું તો બોલીશ : આ લસણ મારી નાખશેSurat Bogus Doctors: સુરતની ગોડાદરા પોલીસે સાત મુન્નાભાઈની કરી ધરપકડSurat news: સુરતના કીમમાં રખડતા ઢોરનો ત્રાસ, ઘર પાસે રમતા બાળકને મારી ટક્કર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Tirupati Temple Stampede: આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરમાં નાસભાગમાં 6 શ્રદ્ધાળુઓના મોત, 40 ઘાયલ, PMએ વ્યક્ત કર્યું દુખ
Tirupati Temple Stampede: આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરમાં નાસભાગમાં 6 શ્રદ્ધાળુઓના મોત, 40 ઘાયલ, PMએ વ્યક્ત કર્યું દુખ
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક
Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Chahal-Dhanashree: છૂટાછેડાના સમાચાર વચ્ચે યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્માએ મૌન તોડ્યું, જાણો શું કર્યો ધડાકો

Gujarat: કડકડતી ઠંડીમાં 'ખાખીની રેસ', પ્રેક્ટિકલ માટે પરોઢિયેથી જ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનો જમાવડો

Food: હવે ફક્ત 15 મિનિટમાં જ થઈ જશે તમારા મનગમતા ભોજનની ડિલિવરી,જાણો કઈ કંપનીએ માર્કેટમાં કર્યો ધડાકો

Health Tips: માત્ર ચણાનો લોટ જ નહીં પરંતુ ચોખાનો લોટ પણ તમારી ત્વચાને બનાવશે ચમકદાર,આ રીતે કરો ઉપયોગ

Embed widget