શોધખોળ કરો

T20 WC 2024: અફઘાનિસ્તાન સેમિફાઇનલમાં પહોંચશે ? ઓસ્ટ્રેલિયા સામેની જીત બાદ સમીકરણ બદલાયુ, જુઓ

T20 World Cup 2024 AFG vs AUS: T20 વર્લ્ડકપ 2024ની સુપર 8 મેચમાં અફઘાનિસ્તાને મોટો અપસેટ સર્જ્યો હતો. તેણે ઓસ્ટ્રેલિયાને 21 રનથી હરાવ્યું છે

T20 World Cup 2024 AFG vs AUS: T20 વર્લ્ડકપ 2024ની સુપર 8 મેચમાં અફઘાનિસ્તાને મોટો અપસેટ સર્જ્યો હતો. તેણે ઓસ્ટ્રેલિયાને 21 રનથી હરાવ્યું છે. 7 વખતની ચેમ્પિયન હોવા છતાં, ઓસ્ટ્રેલિયન ટીમ અફઘાનિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો છે. આ જીત સાથે અફઘાનિસ્તાનની સેમિફાઇનલમાં પહોંચવાની આશા વધી ગઈ છે. હવે ઓસ્ટ્રેલિયા માટે પરિસ્થિતિ પડકારરૂપ બની ગઈ છે. તેની આગામી મેચ ભારત સામે થશે.

ખરેખર, અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ અને ભારત ગ્રુપ 1માં છે. આ ગ્રુપના પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો ભારત ટોપ પર છે. તેણે બે મેચ રમી છે અને બંનેમાં જીત મેળવી છે. તેના 4 પોઈન્ટ છે. ભારતની આગામી મેચ ઓસ્ટ્રેલિયા સાથે છે. ઓસ્ટ્રેલિયા બીજા સ્થાને છે. સેમિફાઇનલમાં પહોંચવા માટે તેણે આગામી મેચ મોટા અંતરથી જીતવી પડશે. તેનાથી તેના નેટ રન રેટમાં સુધારો થશે.

ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ જીત બાદ અફઘાનિસ્તાનની આશા વધી 
અફઘાનિસ્તાન અત્યારે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. તેણે 2 મેચ રમી છે અને 1 જીતી છે. તેના 2 પોઈન્ટ છે. મહત્વની વાત એ છે કે તેનો નેટ રન રેટ માઈનસમાં છે. જો તેને સેમિફાઇનલમાં પહોંચવું હશે તો તેણે આગામી મેચમાં મોટા અંતરથી જીત મેળવવી પડશે. આ સાથે ઓસ્ટ્રેલિયાની હાર માટે પ્રાર્થના કરવી પડશે. અફઘાનિસ્તાને બાંગ્લાદેશને હરાવવું પડશે.

સેમિફાઇનલમાં પહોંચવાની કોની કેટલી સંભાવના 
ટકાવારીને જોઈએ તો ટીમ ઈન્ડિયા આમાં પણ ટોપ પર છે. ટીમ ઈન્ડિયાની સેમીફાઈનલમાં પહોંચવાની તક 96.6 ટકા છે. જ્યારે ઓસ્ટ્રેલિયાની તક 57.3 ટકા છે. અફઘાનિસ્તાનની તક 37.5 ટકા છે. આ ટકાવારી વધારવા માટે અફઘાનિસ્તાને પોતાની મેચ મોટા માર્જિનથી જીતવી પડશે. આ સાથે જો ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાને હરાવી દેશે તો તેનો રસ્તો સરળ બની જશે.

ગૃપ મેચોમાં પણ અફઘાનિસ્તાને બતાવ્યો હતો દમ 
અફઘાનિસ્તાને પણ ગ્રુપ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ ટીમ ગ્રુપ સીમાં હતી. અફઘાનિસ્તાને 4 મેચ રમી અને 3 જીતી. તેણે યુગાન્ડાને 125 રનથી હરાવ્યું. જ્યારે ન્યૂઝીલેન્ડને અપસેટનો શિકાર બનાવવામાં આવ્યો હતો. અફઘાનિસ્તાને ન્યૂઝીલેન્ડ સામે 84 રનથી જીત મેળવી હતી. તેણે પીએનજીને પણ હરાવ્યું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | યાત્રાધામમાં સાફ-સફાઈRajkot Rain Update | રાજકોટ જિલ્લાના ગ્રામ્યમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યોGir Somnath VIDEO: ઉનામાં 3 સિંહ સામે ભારે પડ્યો શ્વાન, વીડિયો સોશલ મીડિયામાં થયો વાયરલSurat Police | સુરતમાં ડ્રગ્સના ચાર ગુનામાં ફરાર મુખ્ય સૂત્રધાર અનીશ ખાનની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Women's T20WC 2024 Warm-Up: મહિલા ટી-20 વર્લ્ડકપ 2024ની તમામ તૈયારીઓ પૂર્ણ, જાણો સંપૂર્ણ કાર્યક્રમ?
Women's T20WC 2024 Warm-Up: મહિલા ટી-20 વર્લ્ડકપ 2024ની તમામ તૈયારીઓ પૂર્ણ, જાણો સંપૂર્ણ કાર્યક્રમ?
Sabarkantha Rain: હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં મેઘરાજા મન મૂકી વરસ્યા 
Sabarkantha Rain: હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં મેઘરાજા મન મૂકી વરસ્યા 
Dwarka: દ્વારકાના બરડીયા નજીક બે કાર અને બસ વચ્ચે અકસ્માત, સાતનાં મોતની આશંકા
Dwarka: દ્વારકાના બરડીયા નજીક બે કાર અને બસ વચ્ચે અકસ્માત, સાતનાં મોતની આશંકા
Rajkot Rain: રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ 
Rajkot Rain: રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ 
Embed widget