Amreli Lion Video: અમરેલી જિલ્લામાં સિંહોના ધામા, ઇંગોરાળા ગામે 4 પશુઓનું કર્યુ મારણ
અમરેલી જિલ્લામાં હાલ સિંહો ઘર સુધી પહોંચી જતા લોકોમાં ભારે ભય જોવા મળી રહ્યો છે. વાત છે લાઠીના ઇંગોરાળા અને લીલીયાના સાજણ ટીંબા ગામની, જ્યાં સાવજોએ ધામા નાખ્યા છે. ઇંગોરાળા ગામે સાવજોએ માલધારીના ફળિયામાં બાંધેલ બે વાંછડી અને બે વાછડાઓનું મારણ કર્યું, તો લીલીયાના સાજણ ટીંબા ગામે શિકારની શોધમાં સાવજો આવી ચડ્યા હતા. સિંહની લટારના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. જોકે, શિયાળાની ઠંડીમાં શિકારની શોધમાં અવારનવાર સિંહ ગ્રામ્ય વિસ્તારમાં આવી ચડતા હોય છે, જેના કારણે સ્થાનિકોમાં ફફડાટ પણ જોવા મળી રહ્યો છે.
અમરેલીના લાઠીના ઇંગોરાળા અને લીલીયાના સાજણ ટીંબા ગામે સાવજોના ધામા. ઇંગોરાળા ગામે સાવજોએ માલધારીનાં ફળીયામાં બાંધેલા 2 વાછરડી અને 2 વાછરડાઓનું કર્યુ મારણ. તો લિલિયાના સાજણ ટીંબા ગામે શિકારની શોધમાં આવી ચડ્યા સાવજ. સિંહની લટારના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં થયા કેદ.. શિયાળાની ઠંડીમાં શિકારની શોધમાં અવાર નવાર સિંહ ગ્રામ્ય વિસ્તારોમાં આવી પહોંચતા સ્થાનિકોમાં ફફડાટ...