Cricket Record: વર્લ્ડ ક્રિકેટ ઈતિહાસમાં પ્રથમવાર બની આ ઘટના, પાકિસ્તાનના આ બેટ્સમેને મેળવી અનોખી સિદ્ધી
Salman Agha: સલમાને સદી ફટકારતાની સાથે જ વિશ્વ ક્રિકેટના ઈતિહાસમાં એક નવો રેકોર્ડ સર્જાયો હતો.
PAK vs NZ : કરાચીના નેશનલ સ્ટેડિયમમાં પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચમાં મેચના બીજા દિવસ સુધી બે સદી ફટકારવામાં આવી છે અને બંને પાકિસ્તાનના બેટ્સમેનો તરફથી આવી છે. બીજી સદી આગા સલમાનના બેટમાંથી આવી. સલમાને સદી ફટકારતાની સાથે જ વિશ્વ ક્રિકેટના ઈતિહાસમાં એક નવો રેકોર્ડ સર્જાયો હતો.
ક્રિકેટ ઈતિહાસમાં પહેલીવાર બની આ ઘટના
સલમાનના બેટમાંથી નીકળેલી સદી 2022ની અત્યાર સુધીની 200મી સદી છે. ક્રિકેટ ઈતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 200 સદી ફટકારવામાં આવી હોય. સલમાનની કારકિર્દીની આ પ્રથમ ટેસ્ટ સદી છે. તેણે 11 ઇનિંગ્સ બાદ પોતાની પ્રથમ ટેસ્ટ સદી ફટકારી છે. સલમાને 155 બોલમાં 127 ચોગ્ગાની મદદથી 66.45ના સ્ટ્રાઈક રેટ સાથે 103 રનની પ્રથમ સદીની ઇનિંગ રમી હતી.
2015માં લાગી હતી સૌથી વધુ સદી
વિશ્વ ક્રિકેટના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે જ્યારે એક વર્ષમાં આટલી બધી આંતરરાષ્ટ્રીય સદીઓ ફટકારવામાં આવી હોય. આ પહેલા એક વર્ષમાં સૌથી વધુ સદી 2015માં હતી. સાત વર્ષ પહેલા 193 આંતરરાષ્ટ્રીય સદી ફટકારવામાં આવી હતી. આ સિવાય 2014માં પણ 191 સદીની ઇનિંગ્સ રમી હતી. હવે વર્ષ 2022માં આખા સલમાનના બેટમાંથી 200મી આંતરરાષ્ટ્રીય સદી આવી છે.
29 વર્ષીય સલમાને પોતાની કારકિર્દીની છઠ્ઠી ટેસ્ટ રમીને સાતમા નંબરે ઉતર્યા બાદ શાનદાર સદી રમીને પાકિસ્તાનને પ્રથમ દાવમાં 438 રન સુધી પહોંચાડવામાં મદદ કરી હતી. તે છેલ્લા બેટ્સમેન તરીકે આઉટ થયો હતો. તેને ન્યૂઝીલેન્ડના કેપ્ટન ટિમ સાઉથીએ બોલ્ડ કર્યો હતો. આ મેચમાં સલમાન સિવાય કેપ્ટન બાબર આઝમે પણ 161 રનની સદી ફટકારી હતી.
એક વર્ષમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય સદીઓ:
- 200* - 2022 માં
- 193 - 2015 માં
- 191 - 2014 માં.
The century moment 👏
— Pakistan Cricket (@TheRealPCB) December 27, 2022
Gem of a knock from @SalmanAliAgha1 #PAKvNZ | #TayyariKiwiHai pic.twitter.com/wGqZeBaxdd
આ પણ વાંચોઃ