શોધખોળ કરો
Advertisement
દક્ષિણ આફ્રિકન ક્રિકેટરો આર્થિક મુશ્કેલીમાં, બોર્ડ અને સરકાર વચ્ચેનો વિવાદ વધતા આ મોટો સ્પૉન્સર ખસી ગયો
નાણાંકીય સેવાઓ આપનારી કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે સીએસએ પ્રશાસનમાં હાલના સમયમાં જે કંઇ પણ ચાલી રહ્યું છે, તેનાથે તે સંતુષ્ટ નથી
નવી દિલ્હીઃ ક્રિકેટ દક્ષિણ આફ્રિકામાં શરૂ થયેલો વિવાદ અટકવાનુ નામ નથી લેતો, સરકાર અને બોર્ડની વચ્ચે ચાલી રહેલા વિવાદની વચ્ચે દક્ષિણ આફ્રિકન ખેલાડીઓની મુશ્કેલી વધી ગઇ છે. આ વિવાદ વધતા પરિણામ એ આવ્યુ કે દક્ષિણ આફ્રિકાની ટીમની વનડે સ્પૉન્સર મોમેન્ટમએ એપ્રિલ 2021માં ટીમની સાથે ચાલુ કૉન્ટ્રાક્ટને રદ્દ કરી દીધો છે, અને હવે ટીમનો સાથ છોડવાનો નિર્ણય કર્યો છે.
રિપોર્ટ્સ પ્રમાણે મોમેન્ટમે ટીમની સાથે પોતાની સ્પૉન્સરશિપ માટે નવો કરાર ના કરવાનો નિર્ણય લીધો છે. મોમેન્ટ્મ વનડે ટીમ ઉપરાંત ફ્રેન્ચાઇઝી વનડે કપ, નેશનલ કપ ચેમ્પિયનશીપ, અંડર-13, અંડર -15, અંડર -17નો મોટુ સ્પૉન્સર હતુ, હવે તે હટી જશે, જોકે, તે 2023 સુધી મહિલા ટીમનુ સ્પૉન્સર રહેશે. નાણાંકીય સેવાઓ આપનારી કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે સીએસએ પ્રશાસનમાં હાલના સમયમાં જે કંઇ પણ ચાલી રહ્યું છે, તેનાથે તે સંતુષ્ટ નથી.
ઉલ્લેખનીય છે કે દક્ષિણ આફ્રિકામાં ઓલિમ્પિક સાથે જોડાયેલી સંસ્થા દક્ષિણ આફ્રિકન સ્પૉર્ટ્સ કન્ફેડરેશન એન્ડ ઓલિમ્પિક કમિટીએ ક્રિકેટ સાઉથ આફ્રિકાના બોર્ડ અને સીનિયર કાર્યકારીને રાજીનામુ આપવાનુ કહ્યુ છે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
આરોગ્ય
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion