ભારતીય ટીમના ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારના પિતાનું 63 વર્ષની ઉંમરે નિધન
ભુવનેશ્વર કુમારના પિતા કિરણ પાલ સિંહનું ગુરુવારે મેરઠ નિવાસસ્થાને નિધન થયું છે. તેઓ લીવરના કેન્સરથી પીડિત હતા. કિરણ પાલ સિંઘ ( 63) ને પ્રથમવાર બીમારી અંગે ખબર સપ્ટેમ્બર 2020માં થઈ હતી.
ભુવનેશ્વર કુમારના પિતા કિરણ પાલ સિંહનું ગુરુવારે મેરઠ નિવાસસ્થાને નિધન થયું છે. તેઓ લીવરના કેન્સરથી પીડિત હતા. કિરણ પાલ સિંઘ ( 63) ને પ્રથમવાર બીમારી અંગે ખબર સપ્ટેમ્બર 2020માં થઈ હતી. આઈપીએલમાં તે સનરાઇઝર્સ હૈદરાબાદનું પ્રતિનિધિત્વ કરી રહ્યો હતો, તેના પિતાની તબિયત લથડતા તે પરત ફર્યો હતો.
કિરણ પાલસિંહે નવી દિલ્હીમાં ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં કિમોથેરાપી સહિતની સારવાર કરાવી હતી અને તે પહેલાં પરિવારે યુકેમાં નિષ્ણાતોની સલાહ લીધી હતી.
તેમની તબિયત બે અઠવાડિયા પહેલા લથડી હતી, જેના પગલે તેમના વતન મેરઠની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મંગળવારે કિરણ પાલ સિંહને રજા આપી દેવામાં આવી હતી, પરંતુ બે દિવસ બાદ અચાનક તેમનું નિધન થયું છે.
કિરણ પાલ સિંહ ઉત્તર પ્રદેશ પોલીસ વિભાગમાં નિવૃત્ત સબ-ઇન્સ્પેક્ટર હતા. તેમના પછી તેમની પત્ની, ઈન્દ્રેશ દેવી અને બાળકો - ભુવનેશ્વર અને રેખા છે.