Hun To Bolish : હું તો બોલીશ : દારૂબંધી, માત્ર બચ્યો દંભ?
Hun To Bolish : હું તો બોલીશ : દારૂબંધી, માત્ર બચ્યો દંભ?
ગિફ્ટ સિટીનું જૂનું નોટિફિકેશન
સૌ પ્રથમ વખત પહેલીવાર ગિફ્ટસીટીની અંદર દારૂ મુદ્દે છૂટછાટનું 30 ડિસેમ્બર 2023માં નોટિફિકેશન બહાર પડાયું હતું....જેમાં નિયમોની વાત કરીએ તો...ગિફ્ટ સીટીમાં 'વાઈન એન્ડ ડાઈન'ની સુવિધા આપવામાં આવી હતી....ગિફ્ટ સીટીમાં કામ કરનારને લીકર એકસેસ પરમિટ અપાયું....એફ.એલ 3 પરવાનો ધરાવતી હોટલ/રેસ્ટોરન્ટ/ક્લબ દારૂ પીરસી શકશે....કંપની ઓથોરાઈઝ કરે તે મુલાકાતી દારૂનું સેવન કરી શકશે....હોટલ/રેસ્ટોરન્ટ/ક્લબ દારૂની બોટલનું વેચાણ નહીં કરી શકે અને લાયસંસ ધારક લાયસંસમાં બતાવેલ જગ્યાએ જ દારૂ પીરસી શકશે...લાયસંસની જગ્યા સિવાય કોઈ પણ જગ્યાએ દારૂનું વેચાણ નહીં કરી શકે...આ પ્રકારનું નોટિફિકેશન બહાર પડાયું હતું....
================
ગિફ્ટ સિટીનું નવું નોટિફિકેશન
નવા નોટિફિકેશન મુજબ વાઈન એન્ડ ડાઈનની મંજૂરી છે ત્યાં નિયમો હળવા કરાયા....પુલ સાઈડ, લોન એરિયા, ટેરેસ પર દારૂ સેવનની છૂટ આપવામાં આવી...ગુજરાત બહારથી આવતા મહેમાનોને વગર પરમિટે દારૂ પીરસાશે...બહારના લોકો માત્ર ઓળખપત્ર દેખાડી દારૂ પી શકશે....લીકર એક્સેસ પરમિટ પર્સનની ઓછામાં ઓછી ઉંમર 21 વર્ષ રખાઈ....સરકારએ સ્પષ્ટ કર્યું છે કે, આ છૂટછાટ માત્ર ગિફ્ટ સિટીના સીમિત વિસ્તારમાં જ લાગુ પડશે....અહીંથી કોઈ પણ વ્યક્તિ દારૂની બોટલ કે જથ્થો શહેરના અન્ય વિસ્તારો કે ગિફ્ટ સિટીની બહાર લઈ જઈ શકશે નહીં....નિયમ ભંગ કરનાર સામે ગુજરાતના કડક દારૂબંધી કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે...
================
હવે આજ મુદ્દે કોંગ્રેસે જબરદસ્ત આરોપ લગાવ્યા છે...આખો વિગતવાર મુદ્દો સમજીએ તે પહેલા સાંભળી લઈએ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખનું શું કહેવું છે....
================
ગિફ્ટ સિટીમાં છૂટછાટ બાદ કેટલો દારૂ પીવાયો તેની વાત કરીએ તો, છેલ્લા 2 વર્ષમાં માત્ર ગિફ્ટ સિટીમાં 6 હજાર 618 લીટર દારૂ પીવાયો...અત્યારસુધીમાં ગિફ્ટ સિટીમાં 1 હજાર 19 લોકોએ દારૂની કાયમી મંજૂરી મેળવી છે....6 હજાર 899 લોકોએ 2 વર્ષમાં ગિફ્ટ સિટીમાં કામચલાઉ મંજૂરી સાથે દારૂ પીધો...ગિફ્ટ સિટી ક્લબ અને હોટલ મર્કયુરી એમ 2 સ્થળોએ વાઈન એન્ડ ડાઈનની મંજૂરી છે.....
================
ગુજરાતમાં દારૂની પરમિટ
મુંબઈ વિદેશી દારૂ નિયમો, 1953ના નિયમ 64 હેઠળ હેલ્થ પરમિટ માટે અરજી કરી શકે
જેને હેલ્થ પરમિટ જોઈએ છે, તેમની ઉંમર ઓછામાં ઓછી 40 વર્ષ હોવી જોઈએ
માસિક આવક ઓછામાં ઓછી 25 હજાર હોવી જોઈએ
ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ
નશાબંધીની જિલ્લા કચેરીએ અરજી કરી પરમિટ મેળવી શકે
અરજીની સાથે 2 હજાર રૂ. પ્રોસેસ ફી, 2 હજાર આરોગ્ય તપાસણી ફી ભરવી પડે
નશાબંધીના આબકારી અધિક્ષક મંજૂર કરે એટલે ફાઈલ સિવિલ હૉસ્પિટલ જાય
સિવિલ હોસ્પિટલમાં એરિયા મેડિકલ બોર્ડ બન્યા છે તેની મંજૂરી બાદ નશાબંધી વિભાગ પરમિટ ઈશ્યુ કરે
નવી હેલ્થ પરમિટ એક વર્ષ માટે આપવામાં આવે છે
40થી 50 વર્ષના લોકોને રિન્યુઅલ હેલ્થ પરમિટ 3 વર્ષ માટે અપાય છે
50થી 65 વર્ષના લોકોને રિન્યુઅલ હેલ્થ પરમિટ 4 વર્ષ માટે અપાય છે
65 વર્ષ ઉપરના લોકો અધિક્ષક નશાબંધીને અરજી કરી શકે
65 વર્ષથી ઉપર હોય અને રિન્યુએબલ હોય તો 5 વર્ષ માટે માસિક 5 યુનિટ મળે
સામાન્ય કેસમાં દર મહિને 3 યુનિટ લીકર મળે છે
ગુજરાતમાં આશરે 82 લીકર શોપ છે
================
ગુજરાતમાં કેટલા પાસે દારૂની પરમિટ?
(30 નવેમ્બર, 2025ની સ્થિતિ)
45,586 લોકો પાસે નિયમ-64 હેઠળ હેલ્થ પરમીટ
સૌથી વધુ અમદાવાદમાં 14 હજાર 689 પરમીટ
સુરતમાં 7 હજાર 396, રાજકોટમાં 3 હજાર 751 પરમીટ
વડોદરામાં 3 હજાર 675, જામનગરમાં 2 હજાર 580 પરમીટ
66% પરમિટ માત્ર અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરામાં
================
ગુજરાતમાં દારૂબંધી છતાં કેટલી આવક
હાલ નશાબંધી વિભાગની એકસાઈઝની આવક 200 કરોડ રૂ.ની છે
200 કરોડ પૈકી અંદાજિત સવા સો કરોડની આવક દારૂની છે
રાજ્ય સરકારે 16મી નાણાં પંચ સમક્ષ પોતાની માંગ રજૂ કરી હતી
દારૂબંધીની નીતિના કારણે થતું મોટું આવક નુકસાન મુખ્ય મુદ્દા તરીકે રજૂ કર્યું
દારૂબંધીથી દર વર્ષે અંદાજે રૂ. 12,000 કરોડ જેટલી એક્સાઈઝ કરની આવકનું નુકસાન
અન્ય રાજ્યોમાં સરેરાશ એક્સાઈઝ આવક કુલ આવકનો અંદાજે 6% હિસ્સો ધરાવે છે, જ્યારે ગુજરાતમાં આ હિસ્સો વર્ષ 2023-24માં માત્ર 0.083% રહ્યો છે....તમિલનાડુ, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં એક્સાઈઝ આવકનો હિસ્સો અનુક્રમે 4.37%, 6.13% અને 6.32% છે, જ્યારે સમગ્ર દેશનો સરેરાશ આંકડો 6.54% છે....





















