દેશની ટીમમાંથી ટેસ્ટ રમવાની ના પાડતા આ સ્ટાર ઓલરાઉન્ડરને ક્રિકેટ બોર્ડે 30 એપ્રિલ સુધી ટીમમાંથી કરી દીધો બહાર, જાણો
30મી એપ્રિલ સુધીના બ્રેકના કારણે શાકિબ હવે બાંગ્લાદેશની ઢાકા પ્રીમિયર લીગમાં રમી શકશે નહીં.
નવી દિલ્હીઃ કોઇ ક્રિકેટર પર કોઇ દેશનુ ક્રિકેટ બોર્ડ સખત કાર્યવાહી કરી એ નવાઇની વાત નથી, પરંતુ આજકાલ એક એવી ઘટના સામે આવી છે કે ક્રિકેટરે રમવાની આનાકાની કરી તો બોર્ડે તેને ત્રણેય ફોર્મેટમાંથી મોટો બ્રેક આપી દીધો. આ ઘટના બાંગ્લાદેશના ઓલરાઉન્ડર ક્રિકેટર શાકિબ અલ હસન સાથે ઘટી છે. દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર જવાનો શાકિબ અલ હસને (Shakib Al Hasan) ઇનકાર કરી દીધો તેના પર બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (Bangladesh Cricket Board) નારાજ થઇ ગયુ અને નેશનલ ટીમના પ્રત્યે તેની પ્રતિબદ્ધતા પર સવાલ ઉઠાવ્યા છે.
બીસીબી અધ્યક્ષ નજમુલ હસને કહ્યું કે, જો આઇપીએલની કોઇ ટીમ તેને પસંદ કરી લે છે, તો શું તે આ જ રીતે બ્રેક લેશે. શાકિબ અલ હસનને આઇપીએલમાં ઉપલબ્ધ રહેવાના હેતુથુ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ સીરીઝ રમવાનો ઇનકાર કરી દીધો હતો. તમામ મુદ્દાને જોતા હવે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે 34 વર્ષીય શાકિબ અલ હસનને મેન્ટલ હેલ્થ ઇશ્યૂ અને થાકના કારણે ક્રિકેટના તમામ ફોર્મેટમાં 30મી એપ્રિલ સુધીનો બ્રેક આપી દીધો છે. આ કારણથી તે સાઉથ આફ્રિકા સામે આઠમી એપ્રિલ સુધી રમાનારી આગામી શ્રેણીમાંથી પણ બહાર થઇ ગયો છે.
30મી એપ્રિલ સુધીના બ્રેકના કારણે શાકિબ હવે બાંગ્લાદેશની ઢાકા પ્રીમિયર લીગમાં રમી શકશે નહીં. શાકિબે અફઘાનિસ્તાન સામેની શ્રેણીની ત્રણ વન-ડે અને બે ટી20 મેચમાં કુલ 74 રન બનાવ્યા હતા અને સાત વિકેટ પણ ઝડપી હતી.
આ પણ વાંચો.........
ડાયટિંગમાં ગ્રીન વેજિટેબલ્સની સાથે આ ફૂડ ભરપેટ ખાઇને સરળતાથી ઉતારો વજન, જાણો વેઇટ લોસન કારગર ટિપ્સ
વજન ઉતારવું હોય તો આ બે આદત હોય તો તાત્કાલિક છોડી દો, નહિ તો નહિ મળે રિઝલ્ટ
Skin care tips: પાર્લર જેવો નિખાર મેળવવા માટે આ કારગર ટિપ્સને કરો ફોલો, ઇન્સ્ટન્ટ ગ્લો મળશે
Parenting tips: બાળકની હાઇટ ઓછી હોવાથી પરેશાન છો? તો ડાયટમાં આ ફૂડને કરો સામેલ
પરીક્ષા વિના સરકારી કંપનીમાં મેનેજર બનવાની સુવર્ણ તક, બસ આટલી લાયકાત હોવી જોઈએ, 2 લાખથી વધુ હશે પગાર