CSK vs RCB: ચેન્નાઈ સુપર કિંગ્સે જીત સાથે કરી આઈપીએલની શરુઆત, RCBને 6 વિકેટે હરાવ્યું
CSK vs RCB IPL 2024 Score Live: અહીં તમને ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરુ વચ્ચેની મેચનો લાઈવ સ્કોર અને મેચ સંબંધિત તમામ અપડેટ્સ મળશે.
LIVE
Background
CSK vs RCB LIVE Score, IPL 2024: IPL 2024ની પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. બંને ટીમો ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ટકરાશે. ખાસ વાત એ છે કે આ મેચમાં વિરાટ કોહલી અને એમએસ ધોની બંને ખેલાડી તરીકે ભાગ લેશે. બંનેએ પોતપોતાની ટીમની કેપ્ટનશીપ છોડી દીધી છે.
The M.A. Chidambaram stadium is ready to host the #TATAIPL 2024 opener 🏟
— IndianPremierLeague (@IPL) March 22, 2024
💛 @ChennaiIPL 🆚 @RCBTweets ❤
⏰ 8 PM IST
💻 https://t.co/4n69KTTxCB
📱 Official IPL App#CSKvRCB pic.twitter.com/bGz3DDdh4h
RCB નવા નામ અને નવી જર્સી સાથે મેદાનમાં ઉતરશે
IPL 2024ના થોડા દિવસો પહેલા RCBએ એક અનબોક્સ ઈવેન્ટનું આયોજન કર્યું હતું, જેમાં ટીમને ન માત્ર નવું નામ મળ્યું છે પરંતુ આ વખતે ટીમ નવી જર્સી પહેરીને રમતી જોવા મળશે. અગાઉ RCB રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરીકે ઓળખાતી હતી, પરંતુ ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સીઝનમાં વિરાટ કોહલીની ટીમ 'રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરુ' તરીકે ઓળખાશે. આ અગાઉ RCB ટીમની જર્સીનું કોમ્બિનેશન લાલ અને બ્લેક રંગનું હતું, પરંતુ હવે જર્સીને કાળાને બદલે વાદળી કરી દેવામાં આવ્યો છે.
CSKની તરફેણમાં રેકોર્ડ
IPLમાં અત્યાર સુધીના રેકોર્ડની વાત કરીએ તો ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 31 વખત સામસામે આવી ચુક્યા છે. આમાંથી, CSK 20 વખત વિજયી રહી છે અને RCB માત્ર 10 વખત જીતવામાં સફળ રહી છે અને તેમની એક મેચ અનિર્ણિત રહી હતી. કાગળ પર ચેન્નાઈ મજબૂત દેખાય છે અને જો આપણે નજીકથી જોઈએ તો RCBને IPL 2024માં બોલિંગ પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. એકંદરે, ચેન્નાઈનું કોમ્બીનેશન વધુ સારું લાગે છે, તેથી બેંગલુરુ માટે જીત સાથે સિઝનની શરૂઆત કરવી સરળ રહેશે નહીં.
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની સંભવિત પ્લેઈંગ ઈલેવન
વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), કેમરૂન ગ્રીન, રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, દિનેશ કાર્તિક (વિકેટકીપર), મહિપાલ લોમરોર, કર્ણ શર્મા, મોહમ્મદ સિરાજ, યશ દયાલ/આકાશ દીપ અને અલ્ઝારી જોસેફ .
ચેન્નઈ સુપર કિંગ્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન
ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), રચિન રવિન્દ્ર, અજિંક્ય રહાણે/સમીર રિઝવી, શિવમ દુબે, મોઈન અલી, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (વિકેટકીપર), શાર્દુલ ઠાકુર, દીપક ચહર, મહિષ તિક્ષ્ણા અને મુસ્તફિઝુર રહમાન.
ચેન્નાઈ સુપર કિંગ્સની શાનદાર જીત
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 ની શરૂઆતની મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે ટક્કર થઈ. આ મેચમાં CSKએ છ વિકેટે શાનદાર જીત હાંસલ કરી છે. CSKને જીતવા માટે 174 રનનો ટાર્ગેટ હતો, જે તેણે 8 બોલ બાકી રહેતા હાંસલ કરી લીધો હતો. CSKની જીતનો હીરો મુસ્તફિઝુર રહેમાન રહ્યો, જેણે ચાર વિકેટ ઝડપી હતી.
Talk about living upto the Impact Player tag! 👏 👏
— IndianPremierLeague (@IPL) March 22, 2024
That was one fine knock from Shivam Dube in the chase! 👌 👌
Scorecard ▶️ https://t.co/4j6FaLF15Y#TATAIPL | #CSKvRCB | @IamShivamDube | @ChennaiIPL pic.twitter.com/207zz2Jz8l
ચેન્નાઈની ત્રીજી વિકેટ પડી, રહાણે આઉટ
ચેન્નાઈએ 99ના કુલ સ્કોર પર 11મી ઓવરમાં ત્રીજી વિકેટ ગુમાવી દીધી છે. અજિંક્ય રહાણે 19 બોલમાં બે સિક્સરની મદદથી 27 રન બનાવીને આઉટ થયો હતો. કેમેરોન ગ્રીનના બોલ પર તે બાઉન્ડ્રી પર કેચ આઉટ થયો હતો. ચેન્નાઈને જીતવા માટે હજુ 58 બોલમાં 75 રન બનાવવાના છે.
ચેન્નાઈ સુપર કિંગ્સનો સ્કોર 62/1
ચેન્નાઈના બેટ્સમેન ઝડપી બેટિંગ કરતા જોવા મળી રહ્યા છે. ટીમે 6 ઓવરમાં 62/1 રન બનાવી લીધા છે. આ દરમિયાન રચિન રવિન્દ્રએ 13 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 31 રન અને અજિંક્ય રહાણેએ 8 બોલમાં 1 છગ્ગાની મદદથી 14 રન બનાવ્યા હતા.
દિનેશ કાર્તિકની જગ્યાએ યશ દયાલ આવ્યો
આરસીબીએ તેના સુપર સબ (ઈમ્પેક્ટ પ્લેયર) તરીકે ડાબા હાથના ઝડપી બોલર યશ દયાલની પસંદગી કરી છે. દિનેશ કાર્તિકની જગ્યાએ યશ દયાલ આવ્યો છે. અનુજ રાવત વિકેટ કીપિંગ કરી રહ્યો છે. બે ઓવર પછી ચેન્નાઈનો સ્કોર કોઈ પણ નુકશાન વિના 13 રન છે.
RCBએ CSKને આપ્યો 174 રનનો ટાર્ગેટ
RCBએ CSKને આપ્યો 174 રનનો ટાર્ગેટ આપ્યો છે. આરસીબી તરફથી અનુજ રાવતે વિસ્ફોટક બેટિંગ કરી હતી. તેણે 25 બોલમાં 48 રન બનાવ્યા હતા. આ ઉપરાંત દિનેશ કાર્તિકે પણ 38 રનની શાનદાર પારી રમી હતી. ચેન્નાઈ તરફથી મુસ્તાફિઝુર રહેમાને 4 વિકેટ લીધી હતી. જ્યારે એક વિકેટ ચહરને મળી હતી.
.@RCBTweets Dial 6⃣! 🔥
— IndianPremierLeague (@IPL) March 22, 2024
Anuj Rawat & Dinesh Karthik upping the ante! ⚡️ ⚡️
Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE
Follow the match ▶️ https://t.co/4j6FaLF15Y#TATAIPL | #CSKvRCB | @AnujRawat_1755 | @DineshKarthik pic.twitter.com/c5o3rXdEZf