Weather Forecast: રાજ્યના વાતવરણમાં આવશે પલટો, આ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી
Weather Update: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ગુજરાત પર કેવી અસર થશે, કમોસમી વરસાદ ક્યાં જિલ્લામાં પડી શકે છે. જાણીએ હવામાન વિભાગની શું છે અગાહી

Weather Update:બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ભારત પર આવી રહ્યાં છે. ગુજરાતમાં પણ વાતાવરણમાં પલટો આવી શકે છે. ફેબ્રુઆરીથી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ સાથે ધુમ્મસ જોવા મળશે. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ,અમદાવાદમાં છૂટછવાયો વરસાદનું અનુમાન છે. ખાસ કરીને મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાતમાં વાતાવરણમાં પલટાની વધુ અસર જોવા મળી શકે છે. ઉપરાંત રાજસ્થાન પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે. ગુજરાતમાં આ કારણે પવનની ગતિ પણ વધશે.
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે દિવસ બાદ રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થશે. આગામી સાત દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની હવામાન વિભાગની આગાાહી છે. તો અમદાવાદમાં બે ડિગ્રી તાપમાન વધવાની આગાહી છે. જો કે હાલ ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. દિવસમાં 30 ડિગ્રીની આસપાસ તાપમાન રહે છે જ્યારે રાત્રે 14થી નીચે તાપમાન જતાં રાત્રે ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. રાત અને દિવસના તાપમાનમાં મોટો તફાવત હોવાના કારણે ગુજરાતમાં હાલ લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યાં છે. રાત્રે ઠંડી અને દિવસમાં ગરમીનો અનુભવ થઇ રહ્યો છે.
બેવડી ઋતુથી અમદાવાદમાં રોગચાળો પણ વકર્યો છે. ખાનગી હૉસ્પિટલોમાં વાયરલના રોજ ચાર હજાર કેસ નોંધાઇ રહ્યાં છે. તો લગ્નની સિઝનને કારણે પણ પેટની બીમારીના કેસમાં પણ વધારો થઇ રહ્યો છે.
દિલ્હીમાં ફરી એકવાર હવામાનમાં ફેરફારની આગાહી કરવામાં આવી છે. આગામી દિવસોમાં તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે. વધુ ઠંડીની અસર પણ જોવા મળી રહી છે. હવામાન વિભાગે સોમવારે યલો એલર્ટ જાહેર કર્યું છે. કેટલાક સ્થળોએ ગાઢ ધુમ્મસ યથાવત રહી શકે છે. રાત્રિ દરમિયાન વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગ (IMD) એ સોમવારે દિલ્હીમાં હળવા ઝરમર વરસાદ સાથે ગાઢ ધુમ્મસ અને આંશિક વાદળછાયું આકાશ રહેવાની આગાહી કરી છે. સોમવારે રાષ્ટ્રીય રાજધાનીમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે 22 અને 9 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે.
લઘુત્તમ તાપમાનમાં 2 ડિગ્રીના ઘટાડાનાં સંકેતો
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 4 ફેબ્રુઆરીએ પણ દિલ્હીમાં વરસાદ થવાની સંભાવના છે. 8 ફેબ્રુઆરી સુધીમાં લઘુત્તમ તાપમાન ઘટીને 9 ડિગ્રી સેલ્સિયસ થવાની શક્યતા છે. જ્યારે મહત્તમ તાપમાનમાં આંશિક વધારાની આગાહી કરવામાં આવી છે. દિલ્હીમાં આગામી કેટલાક દિવસો સુધી ધુમ્મસ રહેશે.
રવિવારે દિલ્હીમાં અંશતઃ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને મહત્તમ તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. રવિવારે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 11.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે આ સિઝનના સરેરાશ તાપમાન કરતાં ત્રણ ડિગ્રી વધુ છે. રાજધાનીમાં સવારે 8:30 કલાકે ભેજનું પ્રમાણ 97 ટકા નોંધાયું હતું.
દિલ્હીની હવા ખૂબ જ ખરાબ છે.સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના જણાવ્યા અનુસાર, રવિવારે દિલ્હીની હવાની ગુણવત્તા "ખૂબ જ નબળી" શ્રેણીમાં રહી હતી અને સાંજે 6 વાગ્યે હવાની ગુણવત્તા સૂચકાંક (AQI) 327 નોંધવામાં આવ્યો હતો. શૂન્ય અને 50 ની વચ્ચે AQI 'સારું' માનવામાં આવે છે, 51 અને 100 ની વચ્ચે 'સંતોષકારક' છે, 101 અને 200 ની વચ્ચે 'મધ્યમ' છે, 201 અને 300 ની વચ્ચે 'સંતોષકારક' છે.

