Video: વર્લ્ડકપ માટે ટીમ ઇન્ડિયાની નવી જર્સી લોન્ચ, રોહિત-કોહલી અને હાર્દિક સાથે જોવા મળ્યા આ ખેલાડી
CWC 2023: વર્લ્ડ કપ માટે ભારતીય ક્રિકેટ ટીમ માટે નવી જર્સી લોન્ચ કરવામાં આવી છે
![Video: વર્લ્ડકપ માટે ટીમ ઇન્ડિયાની નવી જર્સી લોન્ચ, રોહિત-કોહલી અને હાર્દિક સાથે જોવા મળ્યા આ ખેલાડી CWC 2023: Adidas unveils Team India's jersey for 2023 ODI World Cup Video: વર્લ્ડકપ માટે ટીમ ઇન્ડિયાની નવી જર્સી લોન્ચ, રોહિત-કોહલી અને હાર્દિક સાથે જોવા મળ્યા આ ખેલાડી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/20/dfe2fc9d602bf5928d90e1d98e5ebaa7169520094364474_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
CWC 2023: વર્લ્ડ કપ માટે ભારતીય ક્રિકેટ ટીમ માટે નવી જર્સી લોન્ચ કરવામાં આવી છે. ટીમ ઈન્ડિયાના સત્તાવાર કિટ સ્પોન્સર એડિડાસે બુધવારે (20 સપ્ટેમ્બર) એક વીડિયો શેર કર્યો હતો. જેમાં કેપ્ટન રોહિત શર્માની સાથે દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી, વાઇસ કેપ્ટન હાર્દિક પંડ્યા, મોહમ્મદ સિરાજ અને અન્ય ઘણા ખેલાડીઓ જોવા મળ્યા હતા. ભારતમાં 5 ઓક્ટોબરથી વર્લ્ડ કપનું આયોજન થવાનું છે. ફાઇનલ મેચ 19 નવેમ્બરે રમાશે.
1983 - the spark. 2011 - the glory.
— BCCI (@BCCI) September 20, 2023
2023 - the dream.
Impossible nahi yeh sapna, #3kaDream hai apna.@adidas pic.twitter.com/PC5cW7YhyQ
જર્સીને જાણીતા ભારતીય સિંગર રફ્તાર દ્વારા ગાવામાં આવેલા ગીત '3 કા ડ્રીમ'ના માધ્યમથી રીલિઝ કરવામાં આવી છે. એડિડાસના મતે, જર્સી ભારતીય ટીમ પ્રત્યેના અતૂટ સમર્થનનો પુરાવો છે. '3 કા ડ્રીમ' એ લાખો ચાહકોનું પ્રતીક છે જેઓ તેમની ટીમને 1983 અને 2011 પછી તેમનો ત્રીજો વન-ડે વર્લ્ડ કપ જીતતા જોવાનું સ્વપ્ન જુએ છે.
જર્સી પર બે સ્ટાર અને તિરંગાના ત્રણ રંગો
એડિડાસે જર્સીમાં ફેરફાર કર્યા છે. તેણે ખભા પરની પોતાના ત્રણ સફેદ પટ્ટાઓને તિરંગાના ત્રણ રંગોથી બદલી નાખી છે. છાતીની ડાબી બાજુએ BCCI લોગોમાં હવે બે સ્ટાર છે, જે ભારતના વન-ડે વર્લ્ડ કપ જીતના પ્રતીક છે.
ભારતની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે થશે
ભારતીય ટીમ 8 ઓક્ટોબરે ચેન્નઈમાં ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ કપમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે. ટીમ ઈન્ડિયા 14 ઓક્ટોબરે અમદાવાદમાં પાકિસ્તાન સામે રમશે. વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચની વનડે સીરિઝ રમશે.
વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, અક્ષર પટેલ, ઈશાન કિશન. સૂર્યકુમાર યાદવ
Here's the #TeamIndia squad for the ICC Men's Cricket World Cup 2023 🙌#CWC23 pic.twitter.com/EX7Njg2Tcv
— BCCI (@BCCI) September 5, 2023
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)