શોધખોળ કરો

IND vs BAN: વિરાટ કોહલીએ સિક્સ ફટકારી સદી પુરી કરી ટીમને જીત અપાવી

IND vs BAN: ભારતે બાગ્લાદેશ સામે શાનદાર જીત મેળવી છે. 257 રનનો ટાર્ગેટ ભારતે 41.3 ઓવરમાં પુરો કરી લીધો હતો.

IND vs BAN: ભારતે બાગ્લાદેશ સામે શાનદાર જીત મેળવી છે. 257 રનનો ટાર્ગેટ ભારતે 41.3 ઓવરમાં પુરો કરી લીધો હતો. વિરાટ કોહલીએ સિક્સર ફટકારીને પોતાની સદી પુરી કરી હતી સાથે સાથે ભારતને જીત પણ અપાવી હતી. વિરાટ કોહલીએ ODI ક્રિકેટમાં પોતાની 48મી સદી ફટકારી હતી. ભારતે 257 રનનો ટાર્ગેટ 41.3 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને મેળવી લીધો હતો. વર્લ્ડ કપમાં ભારતનો આ સતત ચોથો વિજય છે. ભારત માટે હવે સેમિફાઇનલનો રસ્તો ખૂબ જ સરળ બની ગયો છે.

વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની જીતનો સિલસિલો યથાવત છે. ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન બાદ હવે ભારતીય ટીમે બાંગ્લાદેશને હરાવ્યું છે. આ રીતે ટીમ ઈન્ડિયાએ સતત ચોથી જીત નોંધાવી છે. આ સાથે જ બાંગ્લાદેશને હરાવીને ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે. હવે ભારતના 4 મેચમાં 8 પોઈન્ટ છે. જો કે, ન્યુઝીલેન્ડના પણ 4 મેચમાં 8 પોઈન્ટ છે.

રોહિત શર્માએ ફરી તોફાની શરૂઆત કરી હતી

ભારતીય બોલરો બાદ બેટ્સમેનોએ પોતાની તાકાત બતાવી હતી. ટીમ ઈન્ડિયાને 257 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ભારતે 41.3 ઓવરમાં 3 વિકેટે 261 રન બનાવીને મેચ જીતી લીધી હતી. ભારત માટે ઓપનર રોહિત શર્મા અને શુભમન ગિલે પ્રથમ વિકેટ માટે 88 રન જોડ્યા હતા. રોહિત શર્મા 40 બોલમાં 48 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. શુભમન ગીલે પચાસ રનનો આંકડો પાર કર્યો. શુભમન ગિલ 55 બોલમાં 53 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી વિરાટ કોહલીએ બાકીનું કામ પૂરું કર્યું. વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારી હતી. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન 97 બોલમાં 103 રન બનાવીને નોટઆઉટ પરત ફર્યા હતા. જોકે, શ્રેયસ અય્યર માત્ર 19 રન બનાવીને આઉટ થયો હતો, પરંતુ વિરાટ કોહલીએ બાંગ્લાદેશી બોલરોને કોઈ તક આપી ન હતી. આ સિવાય કેએલ રાહુલ 34 બોલમાં 34 રન બનાવીને નોટઆઉટ રહ્યો હતો.

બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો

બાંગ્લાદેશે ભારત સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ખેલાડીઓ ફિલ્ડિંગ માટે પહેલા મેદાનમાં ઉતરી હતી. શાકિબ અલ હસન આ મેચમાં નથી રમી રહ્યો. તેની ગેરહાજરીમાં નઝમુલ હસન શાંતો બાંગ્લાદેશની કેપ્ટનશીપ કરી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદના બંધ મકાનમાંથી ઝડપાયેલા કરોડોના સોનાનો માલિક કોણ? જાણો કેવી રીતે બન્યો બિગબુલ

'મને આંખ મારી, ફ્લાઇંગ કિસ કરી...' 16 વર્ષના છોકરા પર ભડકી મલાઇકા અરોડા, VIDEO

અમદાવાદ બંધ ફ્લેટમાંથી મળી આવેલ સોનુ અને રોકડ ક્યાંથી આવ્યાં? ATSએ  કબ્જે કર્યુ  95.5 કિલો સોનું

6 મહિના સુધીની વેલિડિટી, ડેલી ડેટા-અનલિમીટેડ કૉલિંગ, BSNL ના 1,000 રૂ. સસ્તા પ્લાન્સમાં મોટા ફાયદા

ABP Premium

વિડિઓઝ

Surat Police Action : દાદાનું બુલડોઝર પહોંચ્યું સુરત, ગુંડાઓની સંપતિ તોડવાની શરૂNagpur Violence: નાગપુરમાં અચાનક જ કેવી રીતે ભડકી હિંસા, ક્યાંથી શરૂ થયો આખરે વિવાદArvalli Accident : શામળાજીના અણસોલ પાસે ટેન્કરની ટક્કરે બાઇક પર જતા 3 લોકોના મોત, લોકોએ કર્યો ચક્કાજામVikram Thakor Controversy : શું એકલા ઠાકોર સમાજ સાથે ભેદ થયો? જુઓ વિક્રમ ઠાકોરનો એક્સક્લુઝીવ ઇન્ટરવ્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદના બંધ મકાનમાંથી ઝડપાયેલા કરોડોના સોનાનો માલિક કોણ? જાણો કેવી રીતે બન્યો બિગબુલ
અમદાવાદના બંધ મકાનમાંથી ઝડપાયેલા કરોડોના સોનાનો માલિક કોણ? જાણો કેવી રીતે બન્યો બિગબુલ
'મને આંખ મારી, ફ્લાઇંગ કિસ કરી...' 16 વર્ષના છોકરા પર ભડકી મલાઇકા અરોડા, VIDEO
'મને આંખ મારી, ફ્લાઇંગ કિસ કરી...' 16 વર્ષના છોકરા પર ભડકી મલાઇકા અરોડા, VIDEO
અમદાવાદ બંધ ફ્લેટમાંથી મળી આવેલ સોનુ અને રોકડ ક્યાંથી આવ્યાં? ATSએ  કબ્જે કર્યુ  95.5 કિલો સોનું
અમદાવાદ બંધ ફ્લેટમાંથી મળી આવેલ સોનુ અને રોકડ ક્યાંથી આવ્યાં? ATSએ કબ્જે કર્યુ 95.5 કિલો સોનું
6 મહિના સુધીની વેલિડિટી, ડેલી ડેટા-અનલિમીટેડ કૉલિંગ, BSNL ના 1,000 રૂ. સસ્તા પ્લાન્સમાં મોટા ફાયદા
6 મહિના સુધીની વેલિડિટી, ડેલી ડેટા-અનલિમીટેડ કૉલિંગ, BSNL ના 1,000 રૂ. સસ્તા પ્લાન્સમાં મોટા ફાયદા
હવે કન્ટેન્ટ ક્રિએટર્સની થશે મૌજે મૌજ... સરકાર આપશે રૂપિયા, બનાવ્યું અબજોનું ફન્ડ

ખૂની ખેલ શરૂ... ઇઝરાયેલનો ગાઝા પર મોટો હુમલો, હમાસના મંત્રી, બ્રિગેડિયર સહિત 200ના મોત

Nagpur Violence: નાગપુરમાં અચાનક જ કેવી રીતે ભડકી હિંસા, ક્યાંથી શરૂ થયો આખરે વિવાદ, જાણો સમગ્ર વિગત

Gold Price Hike: ગોલ્ડે બનાવ્યો વધુ એક રિકોર્ડ, કિંમત પહોંચી 91 હજાર, આ ત્રણ કારણે કિંમતમાં વધારો

Embed widget