ODI WC Qualifier: વર્લ્ડકપ ક્વોલિફાયર વચ્ચે આ ખતરનાક બોલર પર ICC એ લગાવ્યો પ્રતિબંધ, જાણો કોણ છે
ODI WC Qualifier 2023: વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાં કાઈલ મેયર્સ, જેસન હોલ્ડર અને અલઝારી જોસેફની વિકેટ લીધી હતી.
ICC ODI World Cup Qualifier 2023: ઝિમ્બાબ્વેમાં ચાલી રહેલી ICC વન ડે વર્લ્ડ કપ ક્વોલિફાયર મેચ દરમિયાન ICCએ અમેરિકન ખેલાડી કાઈલ ફિલિપને લઈને મોટો નિર્ણય લીધો છે. 26 વર્ષીય ફાસ્ટ બોલર કાયલની બોલિંગ એક્શન ગેરકાયદેસર હોવાનું જણાયા બાદ તાત્કાલિક અસરથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બોલિંગ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. કાયલે વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાં 9.5 ઓવરમાં 56 રન આપીને 3 વિકેટ ઝડપી હતી.
ત્રિનિદાદમાં જન્મ
કાયલ ફિલિપનો જન્મ ત્રિનિદાદમાં થયો હતો. આ પછી તે અમેરિકામાં સ્થાયી થયો અને ત્યાંથી તેની ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કરી. વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાં કાઈલ મેયર્સ, જેસન હોલ્ડર અને અલઝારી જોસેફની વિકેટ લીધી હતી. આ મેચ પછી, મેચ અધિકારીઓએ ICC ઇવેન્ટ પેનલને કાયલની શંકાસ્પદ બોલિંગ એક્શન વિશે ફરિયાદ કરી.
ICC ઇવેન્ટ પેનલે તપાસ કર્યા બાદ કાયલ ફિલિપની બોલિંગ એક્શનને ગેરકાયદેસર ગણાવી હતી. આ પછી, આઈસીસીએ કલમ 6.7 નિયમ હેઠળ તાત્કાલિક અસરથી કાયલ પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બોલિંગ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. હવે કાયલને તેની બોલિંગ શૈલીમાં સુધારો કરવો પડશે. આ પછી, જ્યારે ICC તેની કાર્યવાહીની તપાસ કરશે અને તેને યોગ્ય જણાશે તે પછી જ કાયલને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બોલિંગ કરવાની મંજૂરી મળશે.
The USA's fast bowler has been suspended from bowling in international cricket.
— ICC (@ICC) June 23, 2023
Details ⬇️https://t.co/KXmJnsfq2Y
ODI વર્લ્ડ કપમાં અમેરિકાનું અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન
અત્યાર સુધી અમેરિકન ટીમનું ODI વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં ખૂબ જ ખરાબ પ્રદર્શન જોવા મળ્યું છે. ગ્રુપ Aમાં સામેલ અમેરિકાને અત્યાર સુધી રમાયેલી 3 મેચમાં એકતરફી હારનો સામનો કરવો પડ્યો છે. આ કારણે તે પોઈન્ટ ટેબલમાં પોતાનું ખાતું પણ ખોલી શકી નથી. હવે ટીમે તેની છેલ્લી લીગ મેચ 26 જૂને યજમાન ઝિમ્બાબ્વે સામે રમવાની છે.
ગઈકાલે નેધરલેન્ડે અમેરિકાને 5 વિકેટથી આપી હતી
આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપ ક્વોલિફાયર 2023 ગઈકાલે હરારેની ટાકશિંગા સ્પોર્ટસ ક્લબમાં નેધરલેન્ડ અને અમેરિકા વચ્ચે મુકાબલો યોજાયો હતો. મેચમાં નેધરલેન્ડે ટોસ જીતીને પ્રતમ બોલિંગનો ફેંસલો કર્યો હતો. અમેરિકાએ 50 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 211 રન બનાવ્યા હતા. શેયાન જહાંગીરે 71 રન બનાવ્યા હતા. ફેલોયડે 32 રનમાં 2 વિકેટ ઝડપી હતી. નેધરલેન્ડની ટીમે 43.2 ઓવરમાં 5 વિકેટ ગુમાવી લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. સ્કોટ એડવર્ડ્સે અણનમ 67 રન તથા તેજા નિદામાનારુએ 58 રન બનાવ્યા હતા.