David Warner: 100મી ટેસ્ટમાં વોર્નરે ફટકારી સદી, હજુ સુધી કોઇ ભારતીય આ સિદ્ધિ હાંસલ કરી શક્યો નથી
ડેવિડ વોર્નરે બોક્સિંગ ડે ટેસ્ટમાં શાનદાર ઇનિંગ રમીને પોતાની 100મી ટેસ્ટમાં સદી ફટકારી હતી
David Warner Century: ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ઓપનર ડેવિડ વોર્નરે મેલબોર્નમાં ચાલી રહેલી બોક્સિંગ ડે ટેસ્ટ મેચમાં ઈતિહાસ રચ્યો છે. વાસ્તવમાં આ 100મી ટેસ્ટ મેચમાં વોર્નરે શાનદાર સદી ફટકારી છે. આવું કરનાર તે વિશ્વનો 11મો બેટ્સમેન બની ગયો છે. આ મેચમાં વોર્નરે તેની ટેસ્ટ કરિયરના 8 હજાર રન પણ પૂરા કર્યા છે. જોકે પોતાની 100મી ટેસ્ટમાં અત્યાર સુધી એક પણ ભારતીય સદી ફટકારી શક્યો નથી.
David Warner celebrates his 100th Test with a brilliant century 🙌
— ICC (@ICC) December 27, 2022
Watch #AUSvSA LIVE on https://t.co/CPDKNxoJ9v (in select regions) 📺#WTC23 | 📝 https://t.co/FKgWE9jUq4 pic.twitter.com/cMf7UJRzS7
100મી ટેસ્ટમાં સદી ફટકારી
ડેવિડ વોર્નરે બોક્સિંગ ડે ટેસ્ટમાં શાનદાર ઇનિંગ રમીને પોતાની 100મી ટેસ્ટમાં સદી ફટકારી હતી. આવું કરનાર તે વિશ્વનો 11મો બેટ્સમેન બની ગયો છે. આ સાથે જ તે ઓસ્ટ્રેલિયા માટે આવું કરનાર બીજો ખેલાડી બની ગયો છે. તેના પહેલા આ કારનામું ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન અને અનુભવી બેટ્સમેન રિકી પોન્ટિંગે કર્યું હતું.
ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બોક્સિંગ ડે ટેસ્ટમાં ડેવિડ વોર્નરે એક ખાસ સિદ્ધિ મેળવી હતી. તેણે પોતાની 100મી ટેસ્ટમાં સદી ફટકારી છે. આવું કરનાર તે 11મો બેટ્સમેન છે. વોર્નર પહેલા રિકી પોન્ટિંગે આ કામ કર્યું હતું. વોર્નરની સદીના કારણે ઓસ્ટ્રેલિયાની ટીમ શ્રેણીની બીજી મેચમાં મજબૂત સ્થિતિમાં પહોંચી ગઈ છે.
ડેવિડ વોર્નરે લગભગ ત્રણ વર્ષ બાદ ટેસ્ટ ક્રિકેટમાં સદી ફટકારી છે. તે લાંબા સમયથી ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યો હતો અને તેને ટીમમાંથી બહાર કરવાની વાતો ચાલી રહી હતી. તેણે મેલબોર્નની મુશ્કેલ પીચ પર તેની ટીમને વધુ સારી સ્થિતિમાં પહોંચાડી છે અને ટેસ્ટ ક્રિકેટમાં તેના 8000 રન પણ પૂરા કર્યા છે.
ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકાના એકથી વધુ ખેલાડીઓએ પોતાની 100મી ટેસ્ટમાં સદી ફટકારી છે. ઈંગ્લેન્ડના ત્રણ બેટ્સમેનોએ આ સિદ્ધિ હાંસલ કરી છે. અત્યાર સુધી એવું ક્યારેય બન્યું નથી કે જ્યારે કોઈ બેટ્સમેને તેની 100મી ટેસ્ટમાં સદી ફટકારી હોય અને તેની ટીમને હારનો સામનો કરવો પડ્યો હોય.
100મી ટેસ્ટમાં સદી ફટકારનાર ખેલાડીઓ
કોલિન કાઉડ્રી (ઇંગ્લેન્ડ) – 1968
જાવેદ મિયાંદાદ (પાકિસ્તાન) - 1989
ગોર્ડન ગ્રીનિજ (વેસ્ટ ઈન્ડિઝ) - 1990
એલેક સ્ટુઅર્ટ (ઇંગ્લેન્ડ) – 2000
ઇન્ઝમામ-ઉલ-હક (પાકિસ્તાન) – 2005
રિકી પોન્ટિંગ *2 (ઓસ્ટ્રેલિયા) – 2006
ગ્રીમ સ્મિથ (દક્ષિણ આફ્રિકા) – 2012
હાશિમ અમલા (દક્ષિણ આફ્રિકા) – 2017
જો રૂટ (ઇંગ્લેન્ડ) - 2021
ડેવિડ વોર્નર (ઓસ્ટ્રેલિયા) - 2022