David Warner: કેપ્ટનશીપ પર લાગેલા પ્રતિબંધને લઇને ડેવિડ વોર્નરે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા પર લગાવ્યા ગંભીર આરોપ, જાણો શું કહ્યુ?
ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓપનર ડેવિડ વોર્નરે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા પર ગંભીર આરોપ લગાવ્યા છે
David Warner On Cricket Australia: ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓપનર ડેવિડ વોર્નરે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા પર ગંભીર આરોપ લગાવ્યા છે. વાસ્તવમાં વોર્નરે શનિવારે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA)ને તેની કેપ્ટનશિપ પ્રતિબંધ માટેની અપીલ દરમિયાન સમર્થનના અભાવ માટે ટીકા કરી હતી. વોર્નરે કહ્યું હતું કે આ મુદ્દાએ દક્ષિણ આફ્રિકા સામેની શરૂઆતની ટેસ્ટ પહેલા તેના માનસિક સ્વાસ્થ્યને અસર કરી હતી.
બોલ ટેમ્પરિંગ પ્રકરણમાં તેની ભૂમિકાને કારણે ડેવિડ વોર્નર પર 2018 માં કેપ્ટનશિપ માટે આજીવન પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ 36 વર્ષીય ખેલાડીએ 2022ની શરૂઆતમાં પ્રતિબંધ સામે અપીલ કરી હતી. વોર્નર અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા બંને આ મામલે બંધ બારણે સુનાવણી ઈચ્છતા હતા.
જો કે, બોર્ડ દ્વારા નિયુક્ત સ્વતંત્ર કમિશનરોએ તેને જાહેર કરવાનો આગ્રહ રાખ્યો હતો. આ પછી વોર્નરને આ મહિનાની શરૂઆતમાં તેની અપીલ પાછી ખેંચી લેવાની ફરજ પડી હતી. ડાબા હાથના ઓપનિંગ બેટ્સમેને તેની 100મી ટેસ્ટ પહેલા કહ્યું, પર્થ ટેસ્ટ પહેલા મારું માનસિક સ્વાસ્થ્ય 100 ટકા સારુ નહોતું. તે સમયે તે પડકારજનક હતું.
તેણે વધુમાં કહ્યું હતું કે, "જો તેને સુધારવાનું મારા હાથમાં હોત તો મેં વસ્તુઓ ઠીક કરી દીધી હોત પરંતુ મને CA તરફથી કોઈ સમર્થન મળ્યું નથી. વોર્નર ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યો છે અને દક્ષિણ આફ્રિકા સામેની પર્થ ટેસ્ટમાં શૂન્ય અને ત્રણની ઈનિંગ બાદ તેને વધુ ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. તેણે જાન્યુઆરી 2020 થી ટેસ્ટમાં સદી ફટકારી નથી.
આક્રમક બેટ્સમેને કહ્યું હતું કે તે સમજી શક્યો નથી કે પ્રક્રિયામાં આટલો સમય કેમ લાગ્યો. તેણે કહ્યું કે મેં ફેબ્રુઆરીમાં આ મુદ્દે સીએનો સંપર્ક કર્યો હતો.
Pakistan Cricket: શાહિદ આફ્રિદીને મળી મોટી જવાબદારી, રાષ્ટ્રીય પસંદગી સમિતિના વચગાળાના અધ્યક્ષ બનાવાયા
પાકિસ્તાન ક્રિકેટમાં પરિવર્તનનો યુગ ચાલી રહ્યો છે. આ ક્રમમાં પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ની મેનેજમેન્ટ કમિટીએ શાહિદ આફ્રિદીની પાકિસ્તાનની રાષ્ટ્રીય પુરૂષ ક્રિકેટ ટીમ પસંદગી સમિતિના વચગાળાના અધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવી છે. તેની સાથે અબ્દુલ રઝાક અને રાઉ ઈફ્તિખાર અંજુમને પણ પસંદગી સમિતિની પેનલમાં સ્થાન આપવામાં આવ્યું છે
આ ત્રણ સભ્યોની પસંદગી સમિતિની તાત્કાલિક અસરથી રચના કરવામાં આવી છે જેથી તે આગામી ન્યૂઝીલેન્ડ શ્રેણી માટે જાહેર કરાયેલ પાકિસ્તાની ટીમની સમીક્ષા કરી શકે. વાસ્તવમાં મોહમ્મદ વસીમની આગેવાની હેઠળની પસંદગી સમિતિએ હકાલપટ્ટી પહેલા ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે પાકિસ્તાનની ટેસ્ટ ટીમની જાહેરાત કરી હતી. હવે શાહિદ આફ્રિદીના નેતૃત્વમાં નવી વચગાળાની પસંદગી સમિતિ પાકિસ્તાનની ટેસ્ટ ટીમની સમીક્ષા કરશે