શોધખોળ કરો
Advertisement
આ ભારતીય વિકેટકીપરે માર્યો જોરદાર લચ્છો, સોશિયલ મીડિયા પર ઉડી રહી છે ભારે મજાક, જુઓ કેવા ફની મીમ્સ બન્યા?
ગઇકાલે દિલ્હી કેપિટલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે મેચ રમાઇ, મેચમાં પંજાબને આસાનીથી જીત મેળવી લીધી, પરંતુ દિલ્હીની વિકેટકીપર ઋષભ પંતની એક હરકતથી લોકોએ તેની સોશ્યલ મીડિયા પર મજાક ઉડાવવાની શરૂ કરી દીધી હતી
નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સિઝનમાં ગઇકાલે દિલ્હી કેપિટલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે મેચ રમાઇ, મેચમાં પંજાબને આસાનીથી જીત મેળવી લીધી, પરંતુ દિલ્હીની વિકેટકીપર ઋષભ પંતની એક હરકતથી લોકોએ તેની સોશ્યલ મીડિયા પર મજાક ઉડાવવાની શરૂ કરી દીધી હતી.
પંજાબની ઇનિંગમાં 8મી ઓવરમાં અશ્વિનની બૉલ પર પૂરને ઓફ સાઇડ પર શોટ ફટકાર્યો અને ઝડપથી રન લેવા માટે દોડ્યો હતો, પરંતુ ત્યાં ધવન પહેલાથી જ ઉભો હતો. ધવને બૉલને ફટાફટ ઋષભ પંતના હાથમાં આપી દીધો, ધવનનો થ્રૉ પકડવા છતાં ઋષભ પંત પૂરનને રન આઉટ નહતો કરી શક્યો. ખરેખરમાં, ઋષભ પંત ધોનીની સ્ટાઇલમાં પૂરનને રન આઉટ કરવા ગયો હતો પરંતુ તે કરી શક્યો નહતો, આ ઘટનાની લોકો સોશ્યલ મીડિયા પર અજબગજબના મીમ્સ બનાવીને ઋષભ પંતની મજાક ઉડાવી રહ્યાં છે.
જોકે, જીવતદાન મળ્યા બાદ પૂરને તેનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો અને અર્ધશતકીય ઇનિંગ રમી હતી, પૂરને 5 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકારીને દિલ્હીની હાથમાં મેચ ઝૂંટવી લીધી હતી. પ્રથમ બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સે 164 રન બનાવ્યા હતા, તેને પંજાબે આસાનીથી ચેઝ કરી લીધા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
દુનિયા
Advertisement