શોધખોળ કરો

Watch: સવા 3 કરોડની કાર લઈને પહોંચ્યો ધોની, પ્રશંસકે રોક્યો તો કર્યુ આ કામ, જુઓ વીડિયો

મહેન્દ્ર સિંહ ધોનીની સહજતા માટે વિશ્વમાં લાખો ચાહકો છે. હવે એક ચાહક સાથેના તેમના નમ્ર સ્વભાવનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

MS Dhoni: ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો (Team India former captain MS Dhoni) એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viela video) થઈ રહ્યો છે. વાસ્તવમાં, એમએસ ધોની રાંચીમાં સ્થિત તેના ફાર્મહાઉસમાં (Dhoni’s Ranchi farmhouse) પ્રવેશવાનો હતો અને તે તેની મર્સિડીઝ AMG G63 ચલાવી રહ્યો હતો. ધોનીના ઘરમાં પ્રવેશતા જ એક પ્રશંસકે તેની સાથે એક તસવીર ક્લિક કરાવવાની વિનંતી કરી. ધોનીએ નમ્રતાપૂર્વક તેની સાથે એક તસવીર ખેંચાવી અને લોકોને તેની સરળ હરકતો ખૂબ પસંદ આવી.

વાયરલ વીડિયોમાં ફેન્સ ધોનીનો સંપર્ક કર્યો અને કહ્યું, મને એક ફોટો આપો, એક ફોટો પ્લીઝ સર. બસ એક સેકન્ડ લાગશે, ડાઉન ધ મિરર સર પ્લીઝ. જોકે ધોનીએ શરૂઆતમાં તસવીર ક્લિક કરાવવાની ના પાડી હતી, પરંતુ બાદમાં હસતાં હસતાં કારનો કાચ નીચે કર્યો અને ફેન સાથે તસવીર ક્લિક કરાવી. આ નમ્ર સ્વભાવ માટે ચાહકો સોશિયલ મીડિયા દ્વારા ધોની પર ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. આ સિવાય ધોની ફાધર્સ ડેના અવસર પર પણ ચર્ચાનો વિષય બન્યો હતો. ધોનીની દીકરી ઝીવાએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો ક્લિપ શેર કરી છે, જેમાં ધોની તેના પાલતુ કૂતરા સાથે સમય પસાર કરતો જોવા મળી રહ્યો છે.

કેવું છે ધોનીનું ફાર્મ હાઉસ અંદરથી?

એમએસ ધોનીનું રાંચીમાં સ્થિત ફાર્મહાઉસ અનેક સુવિધાઓથી સજ્જ છે. કહેવાય છે કે આ ફાર્મહાઉસ 7 એકરમાં ફેલાયેલું છે અને તેની કિંમત અંદાજે 6 કરોડ રૂપિયા છે. ફાર્મહાઉસનો મોટાભાગનો હિસ્સો વૃક્ષોથી વાવેલો છે અને એક બગીચો પણ છે. ક્રિકેટ પ્રેક્ટિસ માટે પિચ, નેટ સાથેનું જિમ્નેશિયમ, સ્વિમિંગ પૂલ અને ઇન્ડોર સ્ટેડિયમ પણ અહીં બનાવવામાં આવ્યું છે. લિવિંગ એરિયાની નજીક પણ ઘણા વૃક્ષો અને છોડ છે, જે આ ફાર્મહાઉસને અદ્ભુત દેખાવ આપે છે.

ICCની ત્રણ મોટી ટ્રોફી જીતી હોય તેવો ધોની ક્રિકેટ વર્લ્ડનો એકમાત્ર એવો કેપ્ટન છે.  ધોનીની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયા આઈસીસી ટી-20 વર્લ્ડકપ 2007, ક્રિકેટ વર્લ્ડકપ 2011 અને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2013 જીતી ચુક્યું છે. આ ઉપરાંત ભારતને 2009માં પ્રથમ વખત ટેસ્ટમાં નંબર-1 પણ ધોનીએ જ બનાવ્યું હતું. ધોનીએ 90 ટેસ્ટની 144 ઈનિંગમાં 16 વખત નોટ આઉટ રહીને 4876 રન બનાવ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં 6 સદી અને 33 અડધી સદી ફટકારી છે. ટેસ્ટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 224 રન છે.  તેણે 350 વન ડેમાં 84 વખત અણનમ રહીને 10,773 રન બનાવ્યા છે. વન ડેમાં તેણે 10 સદી અને 73 અડધી સદી ફટકારી છે અને સર્વોચ્ચ સ્કોર 183 રન નોટઆઉટ છે. ભારતને 2007નો ટી-20 વર્લ્ડકર જીતાડનારા કેપ્ટન ધોનીએ 98 ટી-20 મેચમાં 42 વખત નોટ આઉટ રહીને 1617 રન બનાવ્યા છે. ટી-20માં તેનો સર્વોચ્ચ સ્કોર 56 રન છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણી : કૉંગ્રેસ-ઉદ્ધવ જૂથને લઈ શું છે લેટેસ્ટ અપડેટ, વંચિત બહુજન આઘાડી સાથે પણ ગઠબંધનની શક્યતા
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણી : કૉંગ્રેસ-ઉદ્ધવ જૂથને લઈ શું છે લેટેસ્ટ અપડેટ, વંચિત બહુજન આઘાડી સાથે પણ ગઠબંધનની શક્યતા
Gold Silver : શું નવા વર્ષ 2026 માં પણ ગોલ્ડ અને ચાંદીમાં શાનદાર તેજી રહેશે ? જાણો 
Gold Silver : શું નવા વર્ષ 2026 માં પણ ગોલ્ડ અને ચાંદીમાં શાનદાર તેજી રહેશે ? જાણો 
Gas Geyser: શિયાળામાં ગેસ ગીઝરના ઉપયોગ સમયે ક્યારેય ન કરો આ ભૂલો, જાણો 
Gas Geyser: શિયાળામાં ગેસ ગીઝરના ઉપયોગ સમયે ક્યારેય ન કરો આ ભૂલો, જાણો 
WPL 2026: BCCI એ મેચની ટિકિટોને લઈ આપ્યું મોટું અપડેટ, આ દિવસથી ફેન્સ ખરીદી શકશે ઓનલાઈન
WPL 2026: BCCI એ મેચની ટિકિટોને લઈ આપ્યું મોટું અપડેટ, આ દિવસથી ફેન્સ ખરીદી શકશે ઓનલાઈન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વસાવા છોડશે ભાજપ ?
Hun To Bolish : હું તો બોલીશ : સુશાસનનો યુગ ક્યારે?
Surendranagar ED Raid : સુરેન્દ્રનગર ED રેડ મામલો, ફરિયાદીએ મોટા કૌભાંડનો કેવી રીતે કર્યો પર્દાફાશ?
Chaitar Vasava Vs Mansukh Vasava : ..તો લીગલ કાર્યવાહી કરીશ , સરકાર ન્યાય નહીં કરે તો ભાજપ છોડી દઈશ
Surat Man Rescue : ઊંઘમાં જ 10મા માળેથી નીચે પટકાયેલા આધેડનું કરાયું દિલધડક રેસ્ક્યૂં

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણી : કૉંગ્રેસ-ઉદ્ધવ જૂથને લઈ શું છે લેટેસ્ટ અપડેટ, વંચિત બહુજન આઘાડી સાથે પણ ગઠબંધનની શક્યતા
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણી : કૉંગ્રેસ-ઉદ્ધવ જૂથને લઈ શું છે લેટેસ્ટ અપડેટ, વંચિત બહુજન આઘાડી સાથે પણ ગઠબંધનની શક્યતા
Gold Silver : શું નવા વર્ષ 2026 માં પણ ગોલ્ડ અને ચાંદીમાં શાનદાર તેજી રહેશે ? જાણો 
Gold Silver : શું નવા વર્ષ 2026 માં પણ ગોલ્ડ અને ચાંદીમાં શાનદાર તેજી રહેશે ? જાણો 
Gas Geyser: શિયાળામાં ગેસ ગીઝરના ઉપયોગ સમયે ક્યારેય ન કરો આ ભૂલો, જાણો 
Gas Geyser: શિયાળામાં ગેસ ગીઝરના ઉપયોગ સમયે ક્યારેય ન કરો આ ભૂલો, જાણો 
WPL 2026: BCCI એ મેચની ટિકિટોને લઈ આપ્યું મોટું અપડેટ, આ દિવસથી ફેન્સ ખરીદી શકશે ઓનલાઈન
WPL 2026: BCCI એ મેચની ટિકિટોને લઈ આપ્યું મોટું અપડેટ, આ દિવસથી ફેન્સ ખરીદી શકશે ઓનલાઈન
તમારા આધાર કાર્ડમાં કરો આ 5 કામ, છેતરપિંડીના શિકાર થતા બચશો, UIDAI એ જણાવ્યું કઈ રીતે રહેવું સુરક્ષિત
તમારા આધાર કાર્ડમાં કરો આ 5 કામ, છેતરપિંડીના શિકાર થતા બચશો, UIDAI એ જણાવ્યું કઈ રીતે રહેવું સુરક્ષિત
રાત્રે મોજા પહેરીને સૂવાથી કેમ જલ્દી ઊંઘ આવી જાય ? જાણી લો કારણ 
રાત્રે મોજા પહેરીને સૂવાથી કેમ જલ્દી ઊંઘ આવી જાય ? જાણી લો કારણ 
Year Ender 2025: આ વર્ષે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં આ બેટ્સમેનોએ ધમાલ મચાવી, ગિલ નંબર-1
Year Ender 2025: આ વર્ષે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં આ બેટ્સમેનોએ ધમાલ મચાવી, ગિલ નંબર-1
કોઈ પોસ્ટ-કોમેન્ટ નહીં, સોશિયલ મીડિયાના ઉપયોગને લઈ જવાનો માટે ભારતીય સેનાની નવી ગાઈડલાઈન
કોઈ પોસ્ટ-કોમેન્ટ નહીં, સોશિયલ મીડિયાના ઉપયોગને લઈ જવાનો માટે ભારતીય સેનાની નવી ગાઈડલાઈન
Embed widget