શોધખોળ કરો
Advertisement
CSKની કેપ્ટનશીપ છોડી શકે છે ધોની, આ ખેલાડીને મળશે આગેવાની કરવાની તક
હાલમાં સીએસકેની પાસે કેપ્ટનને લઈને વધારે વિકલ્પ નથી.
આઈપીએલની 13મી સીઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સનું પ્રદર્શન ખૂબ જ નારાશાજનક રહ્યું હતું. પ્રથમ વખત ધોનીની આગેવાનીમાં સીએસકેની ટીમ પ્લેઓફમાંથી બહાર થઈ ગઈ હતી. ધોનીની ખરાબ સીઝન છતાં આઈપીએલ રમવાની સંકેત આપ્યા. પરંતુ ટીમ મેનેજમેન્ટ હવે કેપ્ટન માટે નવો વિકલ્પ શોધી રહી છે. રિપોર્ટ્સ અનુસાર આ સીઝનમાં સીએસકેના સૌથી સફળ બેટ્સમેન રહેલ ડુ પ્લેસિસને આગામી સીઝનના ટીમનો કેપ્ટન બનાવવામાં આવી શકે છે.
ટીમ ઇન્ડિયાના પૂર્વ બેટ્સમેન કોચ સંજય બાંગરે પણ ડુ પ્લેસિસનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું કે, “ધોનીએ 2011 બાદ ટીમ ઇન્ડિયાની કેપ્ટનશીપ ચાલુ રાખી. ધોનીને ખબર હતી કે હવે બધું પહેલા જેવું નહીં રહે. ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડમાં ખરાબ પ્રદર્સન બાદ ધોનીનો વિકલ્પ અમારી પાસે ન હતો. પરંતુ જ્યારે વિરાટે સારું પ્રદર્શન કર્યું તો ધોનીને ટેસ્ટ મેચની કેપ્ટનશીપ છોડી દીધી.”
સંજય બાંગરે આગળ કહ્યું કે, “જેવું હું સમજુ એ અનુસાર તો હું કહી શકું કે આગામી સીઝનમાં વિકેટકીપર-બેટ્સમેન તરીકે ભાગ લે અને કેપ્ટનશીપ છોડી દે. ડુ પ્લેસિસ ટીમની કમાન મેળવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી શેક છે.”
પૂર્વ બેટ્સમેન કોચનું માનવું છે કે હાલમાં સીએસકેની પાસે કેપ્ટનને લઈને વધારે વિકલ્પ નથી. તેમણે કહ્યું, “હાલમાં વાત કરીએ તો સીએસકેની પાસે કેપ્ટન તરીકે વિકલ્પ નથી. કોઈપણ ટીમ એવા ખેલાડીને છોડવા તૈયાર નથી જે સીએસકેનો કેપ્ટન બની શકે.”
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બિઝનેસ
બોલિવૂડ
દેશ
Advertisement