શોધખોળ કરો

Viral News: શું શુભમન ગીલને મળવા અમદાવાદ એરપોર્ટ આવી હતી સારા અલી ખાન? બન્નેની તસવીર થઈ વાયરલ

Shubman Gill Sara Ali Khan: ક્રિકેટર શુભમન ગિલ અને અભિનેત્રી સારા અલી ખાનના અફેરના સમાચારો ચર્ચામાં છે. બંને ઘણા પ્રસંગોએ સાથે જોવા મળ્યા છે. આ દરમિયાન, સારા અને શુભમનનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે.

Shubman Gill Sara Ali Khan: ક્રિકેટર શુભમન ગિલ અને અભિનેત્રી સારા અલી ખાનના અફેરના સમાચારો ચર્ચામાં છે. બંને ઘણા પ્રસંગોએ સાથે જોવા મળ્યા છે. આ દરમિયાન, સારા અને શુભમનનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે, જેમાં નેટીઝન્સનો દાવો છે કે સારા તાજેતરમાં જ શુભમન ગિલને મળવા અમદાવાદ ગઈ હતી અને બંને એરપોર્ટ પર મળ્યા હતા.

શુભમન અને સારાનો ફોટો વાયરલ થયો હતો

હકીકતમાં, ક્રિકેટર શુભમન ગિલ તાજેતરમાં જ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ન્યુઝીલેન્ડ સામે ટી-20 મેચ રમ્યો હતો. આ દરમિયાન નેટીઝન્સે સારા અને શુભમનનો ફોટો શેર કરવાનું શરૂ કર્યું અને જણાવ્યું કે બંનેનો આ ફોટો અમદાવાદ એરપોર્ટનો છે. ફોટામાં જોઈ શકાય છે કે સારા અને શુભમન ખુરશી પર બેસીને એકબીજા સાથે વાત કરતા જોવા મળે છે. જો કે, આ જૂની તસવીર છે.

ફોટોનું સત્ય સામે આવ્યું

સારા અલી ખાનના નજીકના મિત્રએ બોલિવૂડ લાઈફને જણાવ્યું કે, અભિનેત્રી મુંબઈમાં છે. તે અમદાવાદ ગઈ નથી કે ક્રિકેટર શુભમન ગિલ રમી રહ્યો હોય તેવી કોઈ મેચમાં તેણે હાજરી આપી નથી. આથી સ્પષ્ટ થાય છે કે સારા અને શુભમનની આ તસવીર નવી નથી પરંતુ જૂની છે. જોકે, બંને પોતપોતાના કામમાંથી સમય કાઢીને એકબીજાને મળતા રહે છે. આ પહેલા સારાને શુભમન સાથે ઘણી વખત સ્પોટ કરવામાં આવી છે, પરંતુ અત્યાર સુધી બંનેએ પોતાના સંબંધો અંગે કોઈ નિવેદન આપ્યું નથી.

સારા અલી ખાનની ફિલ્મો

વર્કફ્રન્ટની વાત કરીએ તો સારા અલી ખાન ફિલ્મ એ વતન મેરે વતનમાં જોવા મળશે. તેનું ટીઝર થોડા દિવસો પહેલા રિલીઝ થયું હતું, જેમાં સારા સ્વતંત્રતા સેનાનીના રોલમાં જોવા મળી હતી. આ ફિલ્મ એમેઝોન પ્રાઇમ વિડિયો પર સ્ટ્રીમ કરવામાં આવશે. જો કે તેની રિલીઝ ડેટ હજુ જાહેર કરવામાં આવી નથી. આ સિવાય સારા પાસે લક્ષ્મણ ઉતેકરની ફિલ્મ છે, જેનું ટાઈટલ હજુ નક્કી થયું નથી. આ ફિલ્મમાં સારા અલી ખાન સાથે વિકી કૌશલની જોડી જોવા મળશે.

શુભમન ગીલે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ કર્યુ મોટુ કારનામુ

 ભારત અને ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝમાં ભારતીય ટીમે કીવી ટીમને 2-1થી હરાવી દીધી, શુભમન ગીલે અંતિમ કરો યા મરો ટી20માં કમાલની બેટિંગ કરતા સદી ફટકારી અને કીવી ટીમને આ મેચમાં હારનો સામનો કરવો પડ્યો. બન્ને ટીમો વચ્ચે ગઇકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સીરીઝની અંતિમ ટી20 મેચ રમાઇ હતી. આ મેચમાં શુભમની ગીલે અણનમ સદી ફટકારી, ગીલે આ સદીની મદદથી કેટલાય રેકોર્ડ તોડી નાંખ્યા, ગીલ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ એક વનડે અને ટી20માં સૌથી વધુ રન બનાવનારો નંબર 1 બેટ્સમેને બની ગયો છે. તેને પહેલી વનડેમાં આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો, અને હવે ટી20 સીરીઝમાં પણ કમાલ કર્યો છે. 

ગીલે અમદાવાદ ટી20માં અણનમ 126 રન બનાવ્યા, આ દરમિયાન તેને 63 બૉલનો સામનો કર્યો, જેમાં 12 ચોગ્ગા અને 7 છગ્ગા સામેલ હતા. ભારતે આ મેચમાં 20 ઓવરમાં 234 રન બનાવ્યા અને કીવી ટીમે રનોનો પીછો કરતા માત્ર 66 રનોના સ્કૉર પર ઓલઆઉટ થઇ ગઇ હતી, આ મેચ ભારતીય ટીમે 168 રનોથી જીતી લીધી હતી, આ પણ એક રેકોર્ડ જીત બની ગઇ હતી.  શુભમન ગીલ અમદાવાદ મેચ બાદ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટી20 ફૉર્મેટમાં એક ઇનિંગમાં સૌથી વધુ રન બનાવનારો બેટ્સમેન બની ગયો છે. તે આ પહેલા વનડે ફોર્મેટમાં પણ આ કારનામુ કરી ચૂક્યો છે. શુભમને આ વર્ષે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ડબલ સેન્ચૂરી ફટકારી છે. તેને 208 રન બનાવ્યા છે. જો ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટેસ્ટ ફૉર્મેટની એક ઇનિંગમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનની વાત કરીએ તો આમાં વૉલી હેમન્ડ નંબર નંબર 1 પર છે, તેને 1933 માં અણનમ 336 રન બનાવ્યા હતા. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad NRI Murder Case : અમદાવાદમાં NRI દીપક પટેલનો હત્યારો ઝડપાયો, કોણ છે આરોપી?Coldplay concert in Ahmedabad : કોલ્ડપ્લે કોન્સર્ટ માટે જબરો ક્રેઝ, ટિકિટ માટે 6 લાખ વેઇટિંગGujarat Weather Updates: રાજ્યમાં વધ્યું ઠંડીનું પ્રભુત્વ, ચાર શહેરોમાં 18 ડિગ્રીથી નીચું તાપમાનAhmedabad Murder Case : માંડલમાં વૃદ્ધાની હત્યા અને લૂંટ કેસમાં મોટો ખુલાસો, કોણ નીકળ્યો હત્યારો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
દુનિયાભરમાં  જેનો  ક્રેઝ છે એ કોલ્ડપ્લે અમદાવાદમાં યોજાશે, ટિકિટ માટે પડાપડી, જાણો શું છે coldplay
દુનિયાભરમાં જેનો ક્રેઝ છે એ કોલ્ડપ્લે અમદાવાદમાં યોજાશે, ટિકિટ માટે પડાપડી, જાણો શું છે coldplay
Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
કુંભ મેળામાં શું શું થાય છે, ગંગા કિનારે કેમ ભેગા થાય છે લાખો લોકો? એક વિગતવાર અહેવાલ
કુંભ મેળામાં શું શું થાય છે, ગંગા કિનારે કેમ ભેગા થાય છે લાખો લોકો? એક વિગતવાર અહેવાલ
Embed widget