શોધખોળ કરો

Dinesh Karthik: દિનેશ કાર્તિકે પસંદ કરી ઓલ ટાઈમ પ્લેઈંગ 11,ધોનીને ન આપ્યું સ્થાન

Dinesh Karthik Playing 11: દિનેશ કાર્તિકે તાજેતરમાં તેની ઓલ-ટાઇમ ભારતીય પ્લેઇંગ 11ની પસંદગી કરી છે. આમાં તેણે મહેન્દ્ર સિંહ ધોનીને સ્થાન આપ્યું નથી.

Dinesh Karthik Playing 11: દિનેશ કાર્તિકની ક્રિકેટ કારકિર્દી શાનદાર રહી છે. તેણે આઈપીએલમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. પરંતુ હવે તે કોચિંગ સ્ટાફમાં જોડાઈ ગયો છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર દ્વારા કાર્તિકને નવો બેટિંગ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. કાર્તિકે હાલમાં જ ભારતની તેની ઓલ ટાઈમ પ્લેઈંગ 11ની પસંદગી કરી છે. આમાં તેણે અનુભવી કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને સ્થાન આપ્યું નથી. તેની સાથે અન્ય દિગ્ગજ ખેલાડીઓ પણ આ યાદીમાંથી ગાયબ છે. જોકે, રોહિત શર્મા અને વિરાટ કોહલી બંને કાર્તિકના પ્લેઇંગ 11માં સામેલ છે.

વીરેન્દ્ર સેહવાગ અને રોહિત શર્માની પસંદગી કરી

કાર્તિક તાજેતરમાં ક્રિકબઝ પર પ્રશ્નોના જવાબ આપી રહ્યો હતો. આ સમય દરમિયાન તેણે તેની સર્વકાલીન પ્લેઈંગ ઈલેવન જાહેર કરી અને દરેક ફોર્મેટને જોડીને આ પ્લેઈંગ ઈલેવન બનાવી. કાર્તિકે ઓપનિંગ માટે વીરેન્દ્ર સેહવાગ અને રોહિત શર્માની પસંદગી કરી હતી. સેહવાગ ભારતનો દિગ્ગજ ખેલાડી રહ્યો છે. રોહિત કેપ્ટન અને ખેલાડી તરીકે પણ સફળ રહ્યો છે. કાર્તિકે ટીમ ઈન્ડિયાના પૂર્વ કોચ અને અનુભવી ખેલાડી રાહુલ દ્રવિડને નંબર 3 માટે પસંદ કર્યો છે.

મિડલ ઓર્ડરમાં કોહલી-યુવરાજનો સમાવેશ 

કાર્તિકે મિડલ ઓર્ડરમાં ખૂબ જ મજબૂત ખેલાડીઓની પસંદગી કરી છે. તેણે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને ચોથા નંબર પર રાખ્યા છે. જ્યારે વિરાટ કોહલી 5માં નંબર પર છે. કાર્તિકે યુવરાજ સિંહને છઠ્ઠા નંબર પર રાખ્યો છે. તેણે પ્લેઈંગ ઈલેવનમાં ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિનનો પણ સમાવેશ કર્યો છે. આ લિસ્ટમાં ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને ઝહીર ખાન પણ સામેલ છે. તેણે અનિલ કુંબલેને પણ રાખ્યા છે.

ધોનીને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું ન હતું 

કાર્તિકે અંતમાં હરભજન સિંહનું નામ પણ લીધું. તેણે ભજ્જીને બેકઅપ તરીકે રાખ્યો હતો. પરંતુ પૂર્વ કેપ્ટન ધોનીનું નામ પણ લેવામાં આવ્યું ન હતું. ધોનીને વિશ્વનો સર્વશ્રેષ્ઠ ફિનિશર માનવામાં આવે છે. જોકે તે કાર્તિકના પ્લેઇંગ 11માં સામેલ નથી. ધોનીની કારકિર્દી પર નજર કરીએ તો તે શાનદાર રહ્યો છે. તેણે ભારત માટે 90 ટેસ્ટ મેચ રમી છે. આ દરમિયાન 4876 રન બનાવ્યા છે. ધોનીએ ટેસ્ટમાં એક બેવડી સદી અને 6 સદી ફટકારી છે. તેણે 350 ODI મેચોમાં 10773 રન બનાવ્યા છે.

આ પણ વાંચો...

IPL 2025: આઈપીએલનો રોમાંચ થશે બમણો, BCCIએ બનાવ્યો ધાંસુ પ્લાન, જાણો વિગતે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?

SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આ મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા ક્લિક, બેન્કે આપ્યું એલર્ટ

Virat Kohli Net Worth: આટલા કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે વિરાટ કોહલી, ક્રિકેટ સિવાય અહીંથી કરે છે કમાણી

Canada: કેનેડાના બ્રૈમ્પટનમાં હિંદુ મંદિર પર હુમલા મામલે ત્રણની ધરપકડ, પોલીસકર્મી પણ સસ્પેન્ડ

ABP Premium

વિડિઓઝ

Canada Hindu Temple Attack : કેનેડામાં મંદિર પર હુમલા બાદ હિન્દુઓમાં ભારે આક્રોશ, ઉતરી ગયા રસ્તા પરHun To Bolish : હું તો બોલીશ : કેનેડાને પૂરું કરોHun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે તો સુધરોVav by-Poll 2024: વાવ ચૂંટણીમાં હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, હર્ષ સંઘવી અને ગુલાબસિંહ રાજપૂત વચ્ચે શાબ્દિક જંગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આ મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા ક્લિક, બેન્કે આપ્યું એલર્ટ
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આ મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા ક્લિક, બેન્કે આપ્યું એલર્ટ
Virat Kohli Net Worth: આટલા કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે વિરાટ કોહલી, ક્રિકેટ સિવાય અહીંથી કરે છે કમાણી
Virat Kohli Net Worth: આટલા કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે વિરાટ કોહલી, ક્રિકેટ સિવાય અહીંથી કરે છે કમાણી
Canada: કેનેડાના બ્રૈમ્પટનમાં હિંદુ મંદિર પર હુમલા મામલે ત્રણની ધરપકડ, પોલીસકર્મી પણ સસ્પેન્ડ
Canada: કેનેડાના બ્રૈમ્પટનમાં હિંદુ મંદિર પર હુમલા મામલે ત્રણની ધરપકડ, પોલીસકર્મી પણ સસ્પેન્ડ
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત

આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....

US Presidential Election 2024: હેરિસ કે ટ્રમ્પ.... અમેરિકામાં કોણ બનશે આગામી રાષ્ટ્રપતિ? સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો

વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ

Embed widget