(Source: ECI/ABP News/ABP Majha)
IPL 2025: આઈપીએલનો રોમાંચ થશે બમણો, BCCIએ બનાવ્યો ધાંસુ પ્લાન, જાણો વિગતે
IPL 2025 Updates: બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા IPL 2025 માં મહત્વપૂર્ણ ફેરફાર કરી શકે છે. બોર્ડ ટુર્નામેન્ટમાં મેચો વધારવાની યોજના બનાવી શકે છે.
IPL 2025 Updates: આઈપીએલ 2025 માટે પ્લાનિંગ શરૂ થઈ ગયું છે. આ વખતે મેગા ઓક્શનનું આયોજન કરવામાં આવનાર છે. તેથી, ઘણા ખેલાડીઓની ટીમો બદલાશે. આ દરમિયાન વધુ એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ટુર્નામેન્ટમાં મેચોની સંખ્યા વધારવા પર વિચાર કરી રહ્યું છે. પરંતુ આ સિઝનમાં માત્ર 74 મેચ જ રમાય તેવી શક્યતા છે. એક રિપોર્ટ અનુસાર BCCI સેક્રેટરી જય શાહે કહ્યું છે કે IPLમાં મેચો વધારી શકાય છે.
જય શાહે કહ્યું, "અમે હજુ સુધી આઈપીએલ 2025 માટે 84 મેચ યોજવાનું નક્કી કર્યું નથી
'ઈકોનોમિક ટાઈમ્સ'ના એક સમાચાર અનુસાર જય શાહે કહ્યું, "અમે હજુ સુધી આઈપીએલ 2025 માટે 84 મેચ યોજવાનું નક્કી કર્યું નથી. ખેલાડીઓ પહેલેથી જ લોડ છે. જોકે આ કરારનો એક ભાગ છે. પરંતુ BCCI નક્કી કરશે કે 74 મેચ રમાશે કે 84 મેચ રમાશે મહત્વની વાત એ છે કે BCCIના મીડિયા રાઇટ્સ અને સ્પોન્સરશિપ કોન્ટ્રાક્ટ મુજબ IPL 2025 અને 2026ની સિઝનમાં 84 મેચ રમવાની છે.
2025 અને 2026 માટે 84 મેચોની યોજના હતી
બીસીસીઆઈ આઈપીએલમાં વધુ મેચ લંબાવવાની યોજના બનાવી શકે છે. 2025 અને 2026 માટે 84 મેચોની યોજના હતી. પરંતુ હજુ સુધી આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ પછી IPL 2027માં 94 મેચો યોજવાની યોજના બનાવી શકાય છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, IPL ટીવી અને ડિજિટલ રાઈટ્સ, સ્ટાર ઈન્ડિયા અને Viacon18ના માલિકો 74 મેચોની તરફેણમાં છે. ફ્રેન્ચાઇઝી 84 મેચોની તરફેણમાં છે.
મુંબઈ ઈન્ડિયન્સનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું
તમને જણાવી દઈએ કે ગત સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. ટીમ હવે હરાજી પહેલા ઘણા ફેરફાર કરી શકે છે. હરાજીમાં બધાની નજર રોહિત શર્મા, જસપ્રિત બુમરાહ અને સૂર્યકુમાર યાદવ પર રહેશે. રોહિતને ટીમે કેપ્ટનશિપ પરથી હટાવી દીધો હતો. તેની જગ્યાએ હાર્દિક પંડ્યાને જવાબદારી સોંપવામાં આવી હતી. રોહિતે સુકાની પદ છોડ્યા બાદ પંડ્યાને સોશિયલ મીડિયા પર ઘણો ટ્રોલ કરવામાં આવ્યો હતો. રોહિત ઉપરાંત રિષભ પંત અને કેએલ રાહુલ જેવા મોટા ખેલાડીઓ પણ પોતાની ફ્રેન્ચાઈસી બદલે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. આ ઉપરાંત ખેલાડીઓને રિટેન કરવાના નિયમોને લઈને પણ અનેક સવાલો છે.
આ પણ વાંચો...
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયા પાકિસ્તાન જશે કે નહીં? જય શાહે આપ્યો જવાબ