Duleep Trophy Final: રજત પાટીદારે વધુ એક ટાઈટલ અપાવ્યું, 11 વર્ષ બાદ સેન્ટ્રલ ઝોને જીતી દુલીપ ટ્રોફી
Duleep Trophy Final: સોમવારે બેંગલુરુમાં સેન્ટ્રલ ઝોને સાઉથ ઝોનને 6 વિકેટથી હરાવ્યું અને 11 વર્ષ પછી દુલીપ ટ્રોફી પર કબજો કર્યો હતો

Duleep Trophy Final: સોમવારે બેંગલુરુમાં સેન્ટ્રલ ઝોને સાઉથ ઝોનને 6 વિકેટથી હરાવ્યું અને 11 વર્ષ પછી દુલીપ ટ્રોફી પર કબજો કર્યો હતો. એકંદરે આ વર્ષ રજત પાટીદાર માટે યાદગાર રહ્યું છે. આ વર્ષની શરૂઆતમાં તેણે RCB માટે IPL ટ્રોફી જીતી હતી અને હવે તેણે દુલીપ ટ્રોફીમાં પોતાની કેપ્ટનશીપની તાકાત બતાવી છે. પ્રથમ ઇનિંગમાં સદી ફટકારનાર અક્ષય વાડકર (19 અણનમ, 52 બોલ) અને યશ રાઠોડ (13 અણનમ, 16 બોલ) ક્રીઝ પર હતા ત્યારે સેન્ટ્રલે 20.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 66 રન બનાવ્યા અને દુલીપ ટ્રોફીમાં પોતાનું સાતમું ટાઈટલ જીત્યું હતું.
𝘾.𝙃.𝘼.𝙈.𝙋.𝙄.𝙊.𝙉.𝙎! 🏆
— BCCI Domestic (@BCCIdomestic) September 15, 2025
The Duleep Trophy 2025-26 winners 👉 𝘾𝙚𝙣𝙩𝙧𝙖𝙡 𝙕𝙤𝙣𝙚 🙌#DuleepTrophy | #Final pic.twitter.com/f9FPlX48T4
જોકે, સાઉથને તેમના આક્રમક બીજા દાવ (૪૨૬) અને અંતિમ બોલિંગ પ્રદર્શનથી થોડી રાહત લઈ શકે છે, કારણ કે તેઓએ સેન્ટ્રલની જીતમાં વિલંબ કર્યો હતો. ડાબોડી સ્પિનર અંકિત શર્માએ દાનિશ માલેવર (5) ને આઉટ કર્યો હતો. ત્યારબાદ શર્માએ સેન્ટ્રલના કેપ્ટન રજત પાટીદારની વિકેટ લીધી હતી. તેનો કેચ મિડ-ઓન પર મોહમ્મદ નિધિશે કર્યો હતો.
રવિવારે ઇન્ડિયા એ ટીમમાં સામેલ કરવામાં આવેલા ફાસ્ટ બોલર ગુરજપનીત સિંહે શુભમ શર્મા અને સરંશ જૈન (પ્લેયર ઓફ ધ સિરીઝ) ની વિકેટ લઈને સેન્ટ્રલ કેમ્પમાં થોડી ચિંતા ફેલાવી પરંતુ પ્લેયર ઓફ ધ મેચ રાઠોડ અને વાડકરે સેન્ટ્રલને વધુ નુકસાન વિના લક્ષ્ય સુધી પહોંચાડવાનું સુનિશ્ચિત કર્યું હતું.
That winning feeling 🤗
— BCCI Domestic (@BCCIdomestic) September 15, 2025
Central Zone Captain Rajat Patidar receives the coveted Duleep Trophy 🏆 from Mr. VVS Laxman, Head of Cricket, BCCI Centre of Excellence (COE) 👏 👏#DuleepTrophy | #Final | @rrjjt_01 | @VVSLaxman281 | @IDFCFIRSTBank
Scorecard ▶️… pic.twitter.com/r4cNT3wf6F
પાટીદારનું આ વર્ષનું બીજું ટાઇટલ હતું કારણ કે તેણે અગાઉ IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને (RCB) ને જીત અપાવી હતી. મેચ પછીના પ્રેઝન્ટેશનમાં તેમણે કહ્યું હતું કે, 'દરેક કેપ્ટન ટ્રોફી જીતવાનું પસંદ કરે છે. પરંતુ અમારા ખેલાડીઓએ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ખૂબ જ સારી ભાવના દર્શાવી અને હું તેનાથી ખૂબ ખુશ છું. અહીંની વિકેટ થોડી સૂકી હતી, તેથી અમે પહેલા બેટિંગ કરવાનું પસંદ કર્યું. હું દાનિશ અને યશ માટે ખુશ છું, તેઓએ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન શાનદાર બેટિંગ કરી.'




















