IND vs ENG: હાર બાદ ઈગ્લેન્ડ માટે સારા સમાચાર, ICCએ આખી ટીમ વિરુદ્ધ કરી કાર્યવાહી
IND vs ENG: આ કારમી હાર બાદ ઇંગ્લેન્ડ માટે વધુ એક ખરાબ સમાચાર આવ્યા છે. ઇંગ્લેન્ડની ટીમ પર ભારે દંડ ફટકારવામાં આવ્યો છે.

IND vs ENG: સ્મૃતિ મંધાનાની પ્રથમ ટી-20 સદી અને ડેબ્યૂ મેચમાં સ્પિનર શ્રીચરણીની શાનદાર બોલિંગને કારણે ભારતીય મહિલા ટીમે 28 જૂને પહેલી મેચમાં ઇંગ્લેન્ડને 97 રનથી હરાવ્યું હતું. આ રીતે ટીમ ઇન્ડિયાએ 5 મેચની ટી-20 સીરિઝમાં 1-0થી લીડ મેળવી હતી. મહિલા ટી-20માં આ ઇંગ્લેન્ડનો સૌથી મોટો પરાજય છે. આ કારમી હાર બાદ ઇંગ્લેન્ડ માટે વધુ એક ખરાબ સમાચાર આવ્યા છે. ઇંગ્લેન્ડની ટીમ પર ભારે દંડ ફટકારવામાં આવ્યો છે.
England have been fined for maintaining a slow over rate during the first T20I against India.https://t.co/TEoPUI2e5R
— ICC (@ICC) June 29, 2025
કેપ્ટને પોતાની ભૂલ સ્વીકારી
નોટિંઘમમાં રમાયેલી પહેલી મહિલા ટી-20 મેચમાં ધીમા ઓવર રેટ માટે ઇંગ્લેન્ડને મેચ ફીના 10 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. ICC એ એક પ્રેસ રિલીઝ જાહેર કરીને કહ્યું હતું કે, અમીરાત ICC ઇન્ટરનેશનલ પેનલના મેચ રેફરી હેલેન પેકે નિર્ધારિત સમયમાં બે ઓવર ઓછી બોલિંગ કર્યા બાદ ઇંગ્લેન્ડ પર આ દંડ ફટકાર્યો હતો. ઇંગ્લેન્ડની કેપ્ટન નેટ સાયવર-બ્રન્ટે પોતાની ભૂલ સાથે સજા સ્વીકારી લીધી હતી, તેથી ઔપચારિક સુનાવણીની કોઈ જરૂર નહોતી. ફીલ્ડ અમ્પાયર જેક્લીન વિલિયમ્સ અને જેમ્સ મિડલબ્રુક, થર્ડ અમ્પાયર સૂ રેડફર્ન અને ફોર્થ અમ્પાયર અન્ના હેરિસે આરોપો લગાવ્યા હતા.
બધા ખેલાડીઓને સજા
ICC એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ખેલાડીઓ અને ખેલાડી સપોર્ટ સ્ટાફ માટે ICC આચાર સંહિતાની કલમ 2.22 સ્લો ઓવર રેટ ઉલ્લંઘન સાથે સંબંધિત છે, જે મુજબ ખેલાડીઓને નિર્ધારિત સમયમાં બોલિંગ ન કરવા બદલ દરેક ઓવર માટે મેચ ફીના પાંચ ટકા દંડ ફટકારવામાં આવે છે.
ટીમ ઈન્ડિયા ટી-20 શ્રેણીની શરૂઆત જીત સાથે કરે છે
નોંધનીય છે કે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ હાલમાં ઈંગ્લેન્ડમાં છે અને 5 મેચની ટી-20 સીરિઝ રમી રહી છે. ટીમ ઈન્ડિયાએ પ્રથમ મેચ જીતીને પ્રવાસની શાનદાર શરૂઆત કરી છે. હવે બીજી મેચ 1 જૂલાઈએ રમાશે. ત્રીજી મેચ 4 જૂલાઈએ અને ચોથી મેચ 9 જૂલાઈએ રમાશે. શ્રેણીની છેલ્લી મેચ 12 જૂલાઈએ રમાશે. આ પછી 16 જૂલાઈથી 3 મેચની વન-ડે સીરિઝ શરૂ થશે. બીજી વન-ડે મેચ 19 જૂલાઈએ રમાશે જ્યારે ત્રીજી અને છેલ્લી મેચ 22 જૂલાઈએ રમાશે. આ પ્રવાસ પર ટીમ ઈન્ડિયા બંને શ્રેણીમાં શાનદાર જીત નોંધાવવાનો પ્રયાસ કરશે.




















