શોધખોળ કરો

ENG vs IRE: ઇગ્લેન્ડે આયરલેન્ડને 10 વિકેટથી હરાવ્યું, બેન સ્ટોક્સના નામે નોંધાયો અનોખો રેકોર્ડ

આ મેચમાં ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

ENG vs IRE Lords Test, Ben Stokes:  ઇંગ્લેન્ડે લોર્ડ્સ ટેસ્ટમાં આયરલેન્ડને 10 વિકેટે હરાવ્યું હતું. ઇંગ્લેન્ડને બીજી ઇનિંગમાં મેચ જીતવા માટે માત્ર 11 રન કરવાના હતા. ઈંગ્લેન્ડે એક પણ વિકેટ ગુમાવ્યા વિના 12 રન બનાવીને મેચ જીતી લીધી હતી. આ સાથે જ ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સના નામે એક અનોખો રેકોર્ડ નોંધાયો છે. વાસ્તવમાં, બેન સ્ટોક્સ ટેસ્ટ ઈતિહાસનો એવો પ્રથમ કેપ્ટન બન્યો છે જેણે ટેસ્ટ મેચમાં બોલિંગ કે બેટિંગ કરી નથી.  પરંતુ આ સિવાય ટીમ મેચ જીતી લીધી હતી. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે.

આ મેચમાં ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી આયરલેન્ડની ટીમ માત્ર 172 રનમાં સમેટાઈ ગઈ હતી. જવાબમાં ઈંગ્લેન્ડે 4 વિકેટે 524 રન બનાવીને દાવ ડિકલેર કર્યો હતો. ઈંગ્લેન્ડ માટે ઓલી પોપે શાનદાર બેવડી સદી ફટકારી હતી. ઓલી પોપે 208 બોલમાં 205 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય બેન ડકેટે 178 બોલમાં 182 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આયરલેન્ડ તરફથી એન્ડી મેકબર્નીએ સૌથી વધુ 2 વિકેટ લીધી હતી.

જોશ ટોન્ગની ઘાતક બોલિંગ

આયરલેન્ડે તેના બીજા દાવમાં 9 વિકેટે 362 રન બનાવ્યા હતા. આયરલેન્ડ માટે બીજા દાવમાં ત્રણ બેટ્સમેનોએ પચાસ રનનો આંકડો પાર કર્યો હતો. હેરી ટેક્ટર ઉપરાંત એન્ડી મેકબર્ની અને માર્ક એડરે શાનદાર ઇનિંગ્સ રમી હતી. હેરી ટેક્ટર, એન્ડી મેકબર્ની અને માર્ક એડરે અનુક્રમે 51, 86 અને 88 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે ઈંગ્લેન્ડ તરફથી જોશ ટોંગે સૌથી વધુ 5 વિકેટ લીધી હતી. આ સિવાય સ્ટુઅર્ટ બ્રોડ, મેથ્યુ પોટ્સ, જેક લીચ અને જો રૂટને 1-1 સફળતા મળી હતી.

Ashes 2023: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પ્રથમ બે ટેસ્ટ મેચ માટે ઇગ્લેન્ડે જાહેર કરી ટીમ

England Squad For Ashes 2023: ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે એશિઝ શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ 16 જૂનથી રમાશે. બંને ટીમો એજબેસ્ટનના મેદાન પર આમને-સામને થશે. જ્યારે શ્રેણીની બીજી ટેસ્ટ મેચ 28 જૂનથી લોર્ડ્સમાં રમાશે. આ સાથે જ ઈંગ્લેન્ડે પ્રથમ બે ટેસ્ટ માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. ઈંગ્લેન્ડે જોશ ટોન્ગને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. જોશ ટૉન્ગ કાઉન્ટી ક્રિકેટમાં વૂસ્ટશાયર માટે રમે છે. આ ખેલાડીએ આયરલેન્ડ સામેની ટેસ્ટ મેચમાં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું.

વિકેટકીપર બેટ્સમેન જોની બેયરસ્ટો એશિઝ શ્રેણીમાંથી વાપસી કરશે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે
13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel Prediction: ઠંડીમાં ઠુંઠવાવા તૈયાર રહેજો! હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહીHun To Bolish : હું તો બોલીશ : આગાહી રાજકીય વાવાઝોડાનીHun To Bolish : હું તો બોલીશ : ગુજરાતમાં લ્હાણી ક્યારે?Amreli Fake Letter Scandal: અમરેલી લેટરકાંડ મુદ્દે SMCના DIG નિર્લિપ્ત રાયે પાયલ ગોટીનું લીધું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે
13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે  આપ્યો ચુકાદો
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે આપ્યો ચુકાદો
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?
ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?
Jioના કરોડો યુઝર્સને ફરી ઝટકો, કંપની અચાનક આ પ્લાનની કિંમતમાં ₹100નો વધારો કર્યો
Jioના કરોડો યુઝર્સને ફરી ઝટકો, કંપની અચાનક આ પ્લાનની કિંમતમાં ₹100નો વધારો કર્યો
Embed widget