Jos Buttler Baby:ટી20 વર્લ્ડકપ વચ્ચે બટલર માટે સારા સમાચાર, પત્નીએ દિકરાને આપ્યો જન્મ, જાણો શું રાખ્યુ નામ
ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના કેપ્ટન જોસ બટલરના ઘરે એક નાનો મહેમાનની એન્ટ્રી થઈ છે. બટલર અને તેની પત્ની લૂસી વેબરને એક દિકરાના માતાપિતા બનવાનો આનંદ મળ્યો છે.

Jos Buttler: ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના કેપ્ટન જોસ બટલરના ઘરે એક નાનો મહેમાનની એન્ટ્રી થઈ છે. બટલર અને તેની પત્ની લૂસી વેબરને એક દિકરાના માતાપિતા બનવાનો આનંદ મળ્યો છે. આ સમાચાર સામે આવતા જ ક્રિકેટ જગતની હસ્તીઓએ કપલને શુભકામનાઓ આપવાનું શરૂ કરી દીધું હતું. તમને જણાવી દઈએ કે બટલર અને લૂસીનું આ ત્રીજું સંતાન છે, આ પહેલા તેમની બે દીકરીઓ હતી, જેનું નામ જ્યોર્જિયા રોઝ અને માર્ગોટ છે. બટલરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા ક્રિકેટ જગતને આ સારા સમાચાર આપ્યા છે. ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી અપડેટ કરતી વખતે જોસ બટલરે પુષ્ટિ કરી છે કે તેમના ઘરે એક દિકરાનો જન્મ થયો છે, જેનું નામ તેમણે ચાર્લી રાખ્યું છે. ચાર્લીનો જન્મ 28 મે 2024ના રોજ થયો હતો.
Jos Buttler becomes Father second time this year , First time he became father of RCB and now Charlie😍 pic.twitter.com/YWKK1cs3g8
— Chinmay Shah (@chinmayshah28) June 14, 2024
જોસ બટલરને 2 દીકરીઓ છે
જોસ બટલરે ઓક્ટોબર 2017માં લૂસી વેબર નામની મહિલા સાથે લગ્ન કર્યા હતા. લગ્નના લગભગ દોઢ વર્ષ પછી, બટલર અને લૂસીને એક પુત્રીના માતાપિતા બનવાનો આનંદ મળ્યો. તેમની મોટી દીકરીનું નામ જ્યોર્જિયા રોઝ છે, જેનો જન્મ એપ્રિલ 2019માં થયો હતો. લગભગ બે વર્ષ પછી તેઓને બીજી વખત માતાપિતા બનવાનો લ્હાવો મળ્યો અને તેમની નાની દીકરીનું નામ માર્ગોટ રાખ્યું, જેનો જન્મ સપ્ટેમ્બર 2021માં થયો હતો.
બટલર હાલમાં T20 વર્લ્ડ કપમાં રમી રહ્યો છે
જોસ બટલર હાલમાં વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએમાં રમાઈ રહેલા ટી20 વર્લ્ડ કપ 2024માં ઈંગ્લેન્ડની ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે. ઈંગ્લેન્ડ ડિફેન્ડિંગ ચેમ્પિયન છે, પરંતુ સુપર-8માં પહોંચવાનો તેનો રસ્તો આસાન દેખાઈ રહ્યો નથી. ઈંગ્લેન્ડ હાલમાં ગ્રુપ સીમાં ત્રીજા સ્થાને છે અને તેના 3 પોઈન્ટ છે. ઓમાન સામેની જીત બાદ ઈંગ્લેન્ડનો નેટ રન રેટ +3.081 થઈ ગયો છે. જો ઇંગ્લેન્ડે સુપર-8માં જવું હોય તો તેણે નામિબિયાને દરેક કિંમતે હરાવવું પડશે. બીજી તરફ તેણે એવી આશા પણ રાખવી પડશે કે સ્કોટલેન્ડ ઓસ્ટ્રેલિયા સામે હારે. વર્લ્ડ કપમાં બટલરના વ્યક્તિગત પ્રદર્શનની વાત કરીએ તો અત્યાર સુધીમાં તેણે 2 ઇનિંગ્સમાં 66 રન બનાવ્યા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
