શોધખોળ કરો
Advertisement
ENG vs WI: બીજી ટેસ્ટના થોડા કલાક પહેલા ઈંગ્લેન્ડને લાગ્યો મોટો ઝટકો, આર્ચર થયો બહાર, આ વાતની મળી સજા
પાંચ દિવસ સુધી આર્ચરે સેલ્ફ આઇસોલેશમાં રહેવું પડશે. જે બાદ તેનો કોવિડ-19 ટેસ્ટ થશે અને નેગેટિવ આવ્યા બાદ જ ટીમમાં સામેલ કરશે.
માનચેસ્ટરઃ ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આજથી ત્રણ ટેસ્ટ મેચની સીરિઝ પૈકીની બીજી ટેસ્ટ મેચ શરૂ થઈ રહી છે. મેચના થોડા કલાકો પહેલા જ ઈંગ્લેન્ડને મોટો ફટકો લાગ્યો છે. ટીમ ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરને સુરક્ષા પ્રોટોકોલના ઉલ્લંઘન બદલ ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે.
ગઈકાલે આર્ચરને બીજી ટેસ્ટ માટે 13 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ આજે સવારે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે એક નિવેદન બહાર પાડીને તેને ટીમમાંથી બહાર કરી દીધો છે.
પાંચ દિવસ સુધી આર્ચરે સેલ્ફ આઇસોલેશમાં રહેવું પડશે. જે બાદ તેનો કોવિડ-19 ટેસ્ટ થશે અને નેગેટિવ આવ્યા બાદ જ ટીમમાં સામેલ કરશે. ઈસીબીએ તેના નિવેદનમાં કહ્યું કે, આર્ચર સામેની કાર્યવાહી વેસ્ટ ઈન્ડિઝ ટીમ માટે પણ ચેતવણી સમાન છે.
ટીમમાંથી બહાર થયા બાદ આર્ચરે કહ્યું, મેં જે પણ કર્યુ તેનું મને ખૂબ દુખ છે. મેં માત્ર મારી જાતને નહીં સમગ્ર ટીમ અને મેનેજમેન્ટને ખતરામાં નાંખી દીધું હતું. હું મારી ભૂલ સ્વીકારું છું અને તમામની માફી માંગુ છું.
કોરોના કાળ બાદ શરૂ થયેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચની પ્રથમ ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝે ઈંગ્લેન્ડને 4 વિકેટથી હરાવીને 3 મેચની સીરિઝમાં 1-0ની લીડ લીધી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion