England Squads: ચેમ્પિયન્સ ટ્રૉફીના શિડ્યૂલ પહેલા જ ઇંગ્લેન્ડની ટીમ જાહેર, ભારત પ્રવાસ માટે પણ કર્યુ ટીમનું એનાઉન્સમેન્ટ
England Squads for Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રૉફી આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં રમાશે. તેનું આયોજન પાકિસ્તાન કરે છે, પરંતુ ટૂર્નામેન્ટ હાઇબ્રિડ મૉડલ હેઠળ યોજાશે

England Squads for Champions Trophy 2025: ઇંગ્લેન્ડ ક્રિકેટ બૉર્ડે (ECB) આવતા વર્ષની શરૂઆતમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રૉફી 2025 માટે તેની ટીમની જાહેરાત કરી છે. આ સાથે જ ભારત પ્રવાસ માટે ODI અને T20 ટીમોની પણ જાહેરાત કરવામાં આવી છે.
જૉસ બટલર ભારત સામેની સીરીઝ અને ચેમ્પિયન્સ ટ્રૉફી માટે ઈંગ્લેન્ડની ટીમની કેપ્ટનશીપ કરશે. ફાસ્ટ બૉલર જોફ્રા આર્ચરને પણ બંને ટીમમાં જગ્યા મળી છે. તેમના સિવાય હેરી બ્રૂક, લિયામ લિવિંગસ્ટોન, આદિલ રાશિદ, જૉ રૂટ, ફિલ સૉલ્ટ અને માર્ક વૂડ જેવા સ્ટાર ખેલાડીઓ પણ ODI ટીમમાં સામેલ છે.
ભારત પ્રવાસ પર સૌથી પહેલા રમાશે ટી20 સીરીઝ -
તમને જણાવી દઈએ કે ચેમ્પિયન્સ ટ્રૉફી આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં રમાશે. તેનું આયોજન પાકિસ્તાન કરે છે, પરંતુ ટૂર્નામેન્ટ હાઇબ્રિડ મૉડલ હેઠળ યોજાશે. ભારતીય ટીમ તેની તમામ મેચ અન્ય દેશમાં રમશે. ચેમ્પિયન્સ ટ્રૉફીનું શિડ્યૂલ હજુ આવ્યું નથી. પરંતુ તે પહેલા જ ઈંગ્લેન્ડે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે.
Breaking squad news! 🚨
— England Cricket (@englandcricket) December 22, 2024
Our squads to tour India and for the Champions Trophy! 📝
Click below for the details 👇
ભારતના પ્રવાસ પર ઈંગ્લેન્ડની ટીમ પહેલા 5 મેચની T20 સીરીઝ રમશે. પ્રથમ મેચ 22 જાન્યુઆરીએ કોલકાતામાં રમાશે. ટી-20 બાદ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 3 મેચની વનડે સીરીઝ રમાશે. ચેમ્પિયન્સ ટ્રૉફી પણ ODI ફોર્મેટમાં થશે. આવી સ્થિતિમાં આ સીરીઝ બંને ટીમો માટે પ્રેક્ટિસ બની રહી છે. સીરીઝની પ્રથમ વનડે 6 ફેબ્રુઆરીએ નાગપુરમાં રમાશે.
ચેમ્પિયન્સ ટ્રૉફી અને ભારત સામેની ODI સીરીઝ માટેની અંગ્રેજી ટીમઃ જૉસ બટલર (કેપ્ટન), જોફ્રા આર્ચર, ગુસ એટકિન્સન, જેકબ બેથેલ, હેરી બ્રૂક, બ્રાઈડન કાર્સ, બેન ડકેટ, જેમી ઓવરટન, જેમી સ્મિથ, લિયામ લિવિંગસ્ટોન, આદિલ રશીદ, જૉ રૂટ, સાકિબ મહમૂદ, ફિલ સૉલ્ટ, માર્ક વુડ.
ભારત સામેની T20 સીરીઝ માટે અંગ્રેજી ટીમઃ જૉસ બટલર (કેપ્ટન), રેહાન અહેમદ, જોફ્રા આર્ચર, ગુસ એટકિન્સન, જેકબ બેથેલ, હેરી બ્રૂક, બ્રેડન કાર્સ, બેન ડકેટ, જેમી ઓવરટૉન, જેમી સ્મિથ, લિયામ લિવિંગસ્ટૉન, આદિલ રશીદ, સાકિબ , ફિલ સૉલ્ટ, માર્ક વૂડ.
ઇંગ્લેન્ડનો ભારત પ્રવાસ -
1લી T20- 22 જાન્યુઆરી- કોલકાતા
બીજી T20- 25 જાન્યુઆરી- ચેન્નાઈ
ત્રીજી ટી20- 28 જાન્યુઆરી- રાજકોટ
ચોથી T20- 31 જાન્યુઆરી- પુણે
પાંચમી T20- 2 ફેબ્રુઆરી- મુંબઈ
પહેલી ODI- 6 ફેબ્રુઆરી- નાગપુર
બીજી ODI – 9 ફેબ્રુઆરી – કટક
ત્રીજી ODI- 12 ફેબ્રુઆરી- અમદાવાદ
આ પણ વાંચો
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
